તમે પલ્સ કેન્ડી ખાધી તો હશે જ, પણ એ ૧ રૂપિયાની ગોળીએ રચેલો ઈતિહાસ નહિ ખબર હોય…

બજારમાં ખરીદી પછી ક્યારેક ૩-૪ રૂપિયા વધ્યા હોય ત્યારે રૂપિયાની જગ્યા આપણને પાછી મળે ૩-૪ પલ્સની ગોળી. સાચું કે ખોટું ! આજે અમે એજ પલ્સ કેન્ડીની કહાની લઈને આવ્યા છીએ.

આ ૧ રૂપિયાની ગોળીનો જન્મ એક નાનકડા સ્ટાર્ટ અપ આઈડિયા તરીકે થયો હતો જેમાં ગોળીની વચ્ચે થોડા પ્રમાણમાં ચટપટો મસાલો મુકવાનો હતો.
તેનો કોન્સેપ્ટ આ રીતનો હતો.

‘જો તમારી પ્રોડક્ટનો સ્વાદ ચટપટો હશે, તો આંખોને આપમેળે ગમવા લાગશે એ સિવાય તેનો કોઈ મતલબ નઈ રહે.’
પલ્સ કેન્ડીની રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટીમને DS ગ્રુપના વાઈસ ચેરમેન રાજીવ કુમાર તરફથી ફક્ત આ જ એક માહિતી આપવામાં આવી હતી.

અને પછી શરૂઆત થઈ એક અનોખા સફરની.

આટલું જ નહિ, એ જાણીને તો ખુબ જ આશ્ચર્ય થશે કે DS ગ્રુપે પલ્સ કેન્ડીના માર્કેટિંગ પાછળ એક પણ રૂપિયાનો ખર્ચ નહતો કર્યો. પલ્સ કેન્ડી લોકોને એટલી બધી ભાવી કે લોકોએ જ એ પ્રોડક્ટનું માર્કેટિંગ કર્યું. આટલું જ નહિ, લોકો પ્લસના ફેસબુક પેજ ઉપર પણ ગયા જેનું નામ હતું,

‘પલ્સ- ફેન કોમ્યુનીટી’ જેને ‘ધ પલ્સ ઓફ ધ નેશન’.
આ કેન્ડી, દરેક રેકોર્ડ અને કોમ્પીટીશનને બાજુમાં રાખી પોતાનો જ એક નવો રસ્તો બનાવી છેક ઉપર પહોચી ગઈ. ફક્ત ૮ મહિનામાં આ ગોળી ૧૦૦ કરોડને પાર પહોચી ગઈ. આ આંકડા કોકા કોલા ડાયેટ, કોક ઝિરો જેવી મોટી મોટી પ્રોડક્ટ જેનું જોરશોરથી માર્કેટિંગ કર્યું હતું તેનાથી પણ વધારે છે.

૨ વર્ષ પછી આ આંકડા ૩૦૦ કરોડને પાર થઈ ગયા હતા જે ઓરીઓ (૨૮૩ કરોડ) અને માર્સ (૨૭૦ કરોડ) જેવી MNC બ્રાંડથી પણ વધારે છે.

કોઈ પણ મોટી સફરનો પાયો એક નાનકડો પણ સ્પષ્ટ વિચાર હોય છે. એ જ છે આ પલ્સ કેન્ડીનો કોન્સેપ્ટ.

લેખન.સંકલન : યશ મોદી