વધી ગયેલા વજનને સારા અલી ખાને આ રીતે સડસડાટ કરી દીધું ઓછું, જાણો તમે પણ સારાના ડાયટ પ્લાન અને વર્કઆઉટ વિશે

અભિનેત્રી સારા અલી ખાન માટે પોતાની બીમારીના લીધે વજન ઘટાડવું ખુબ જ મુશ્કેલ ભરેલ રહ્યું. તેમ છતાં સારા અલી ખાનએ વજન ઘટાડવાનો નિર્ણય ફક્ત અભિનેત્રી બનાવા માટે જ નહી ઉપરાંત સ્વસ્થ રહેવા માટે પણ કર્યો હતો. આ લેખમાં જાણીશું સારા એવા ક્યાં વર્કઆઉટ્સ કરતી હતી, જેની મદદથી સારા અલી ખાનએ આટલું બધું વજન ઘટાડી લીધું.

image source

એમાં કોઈ શક છે નહી કે, સારા અલી ખાન આ સમયે બોલીવુડની સૌથી ચર્ચિત અભિનેત્રી છે ૨૫ વર્ષની ઉમર ધરાવતી આ ખુબસુરત અભિનેત્રીએ બધાની દ્રષ્ટિ પોતાની તરફ આકર્ષી છે. અન્ય અભિનેત્રીઓની જેમ જ સારા અલી ખાનના પ્રશંસકોની સંખ્યા પણ ઓછી છે નહી.

કેટલીક ફિલ્મોમાં કામ કરી લીધેલ અભિનેત્રી સારા અલી ખાનને પોતાની ફિટનેસ માટે ખુબ જ પરસેવો વહાવવો પડ્યો. વજન ઘટાડવા સારા અલી ખાન માટે પણ ખુબ જ મુશ્કેલ કામ હતું. ખરેખરમાં, અભિનેત્રી સારા અલી ખાન પીસીઓએસ નામની હોર્મોનલ ડીસઓર્ડરથી પીડિત છે. આ એક એવી સમસ્યા છે જેમાં ઝડપથી વજન વધે છે, પીડિતના શરીર પર અનિચ્છિત વાળ આવી જાય છે અને હોર્મોન અસંતુલિત થઈ જાય છે.

PCOS સામે લડાઈ લડી છે.

pcos-
image source

એક ઇન્ટરવ્યુમાં સારા અલી ખાનએ જણાવ્યું છે કે, જયારે તેમણે અભિનેત્રી બનવા વિષે વિચાર્યું, ત્યારે તેમને પણ આ ખબર હતી કે, એના માટે ઘણું વજન ઘટાડવું પડશે. ખરેખરમાં, વજન ઘટાડવાનો નિર્ણય ફક્ત અભિનેત્રી બનવા માટે જ નહી ઉપરાંત સ્વસ્થ રહેવા માટે પણ હતો. પીસીઓએસની બીમારીથી પીડિત હોવાના લીધે સારા અલી ખાનને વજન ઘટાડવામાં ખુબ જ મુશ્કેલી આવી. પરંતુ સારાએ પોતાના પુરા ધૈર્યની સાથે એનો સામનો કર્યો. સારાને દરરોજ પિઝ્ઝા ખાવાની આદત હતી, જેને છોડીને સારાએ સલાડનું સેવન કરવાનું શરુ કરી દીધું.

શું છે ફિટનેસ રૂટીન

image source

સારા અલી ખાન નિયમિત રીતે વર્કઆઉટ કરે છે અને એના ફિટનેસ રૂટીનમાં કેટલાક પ્રકારની એકસરસાઈઝ સામેલ છે. સારાનું માનવું છે કે, અલગ અલગ પ્રકારની એકસરસાઈઝ કરવાથી બોરિયત થતી નથી. એના સિવાય સારા ટ્રેડમિલ પર દોડતા સમયે બોલીવુડ સોંગ સાંભળે છે. આ સાથે જ પાઈલેટસ,બુટ કૈપ ટ્રેનિંગ અને પાવર યોગા પણ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ એક પોસ્ટમાં સારા અલી ખાન પાવર યોગા કરતા ઘણી ફ્રેશ નજર આવી રહી છે.

પાવર યોગા શું છે.?

image source

પાવર યોગા અષ્ટાંગ યોગ સાથે સંબંધિત છે. આ ફિટનેસ પર આધારિત વિન્યાસ પ્રેક્ટિસ છે. વજન ઘટાડનાર લોકોમાં આ યોગ ખુબ જ પોપ્યુલર છે. પાવર યોગ આખા શરીરનું વર્કઆઉટ છે. આ સ્ટેમિના, લચીલાપણું, મુદ્રા અને ધ્યાનને વધારે છે.

પાવર યોગના ફાયદા.

image source

પાવર યોગ એકસરસાઈઝનો એક ભારે રૂપ છે. આ પારંપારિક યોગની અપેક્ષાએ ઝડપથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આ શરીરને ટોન કરે છે અને ગ્લુટીયલ મસલને મજબુત કરે છે. આની સાથે જ પાવર યોગ સ્ટેમિના, મજબુતી, લચીલાપણું અને મુદ્રાને વધારવામાં મદદ કરે છે. જો આપ વજન ઘટાડવા ઈચ્છો છો તો અઠવાડિયામાં બે થી ત્રણ પાવર યોગ સેશન કરી શકો છો. પાવર યોગ કરવાથી માંસપેશીઓ મજબુત થાય છે, જેનાથી વજન ઘટે છે. પાવર યોગની સાથે કાર્ડિયો કરવાથી ઝડપથી વજન ઘટે છે.

પાવર યોગ શરીરને પાતળું અને લચીલું બનાવે છે. આ યોગને કરતા સમયે શરીરમાં ખેંચાણનો અનુભવ થાય છે, જે સતત ચાલવા કે પછી વજન ઉપાડવાના લીધે સંકુચિત માંસપેશીઓને ફેલાવવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ