પ્રિયંકા-નીકે એકબીજાની આંખમાં આંખ મિલાવી, આ રોમેન્ટિક તસવીર જોઇને તમે પણ આવી જશો રોમેન્ટિક મુડમાં

પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનાસ સાથે એક રોમેન્ટિક તસ્વીર સોશિયલ મડિયા પર શેર કરી છે. નિક સાથે પ્રિયંકાની આ સુદંર તસ્વીર થોડી જ વારમાં સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગઈ છે. તસ્વીરમાં પ્રિયંકા અને નિકનો ડોગ પણ છે. કપલની આ તસ્વીર પર બોલીવૂડ સેલેબ્સથી લઈને ફેન્સે પણ પોતાનો પ્રેમ વરસાવ્યો છે. ખાસ વાત એ છે કે આ તસ્વીરને પ્રિયંકાની માતા મધુ ચોપરાએ ક્લીક કરી છે. આ વાતની જાણકારી ખુદ દેશી ગર્લે પોસ્ટમાં આપી છે.

પ્રિયંકાએ તસ્વીર સાથે કેપ્શન લખ્યું – ‘અમે બન્ને’ તેની સાથે તેણીએ લવ ઇમોજી પણ મુક્યું છે. પ્રિયંકા અને નિકની આ ક્યૂટ અને રોમેન્ટિક તસ્વીરને અત્યાર સુધીમા લાખો લાઇક્સ મળી ગયા છે.

પ્રિયંકાની આ પોસ્ટ પર સોશિયલ મિડિયા યુઝર્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

એક ફેને લખ્યું છે – તમે બન્ને એક સાથે કમાલ લાગી રહ્યા છો. તો એક અન્ય ફેને લખ્યું – તમે ત્રણે. એક બીજા ફેને લખ્યું – જે રીતે પ્રિયંકા અને નિક લોકોને પ્રેરણા આપે છે તે રીતે હું પણ મારા મ્યુઝિકથી લોકોને પ્રેરણા આપીશ. તો વળી કપલના કેટલાક ફેન્સે તો લવ ઇમોજીથી કમેન્ટ બોક્સ ભરી દીધું છે.

image soucre

તાજેતરમાં પ્રિયંકાએ ડેનિમમાં પોતાના નવા લૂક અને અંદાજમા તસ્વીર શેર કરી હતી. પ્રિયંકાની આ તસ્વીર પર ઋતિક રોશનથી લઈને ઘણા બધા સેલેબ્સે તેણીના ખૂબ વખાણ કર્યા હતા. ઋતિકે પ્રિયંકાના ફોટા પર લખ્યું હતું ‘શું વાત છે’
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યુ હતું અને તેની કેટલીક તસ્વીરો તેણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. આ તસ્વીરમાં પ્રિયંકા સિંપલ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લૂ જીંસમાં જોવા મળી હતી. માત્ર આટલું જ નહીં પણ આ તસ્વીરને શેર કરતા તેણીએ કેપ્શનમાં લખ્યું હતું ‘બ્લૂ જીંસ બેબી’

image source

આ તસ્વીર પર વ્હાઇટ ટાઇગર-કો સ્ટાર રાજ કુમાર રાવે પણ કમેન્ટ કરીને લખ્યું હતું – ‘પીસી – અને સાથે હાર્ટ ઇમોજી પણ મુક્યું હતું.’

થોડા સમય પહેલા પિતાના આર્મિ યુનિફોર્મમાં બાળપણની તસ્વીર શેર કરી હતી

પ્રિયંકા ચોપરાની એક બાળપણની તસ્વીર ખૂબ વયારલ થઈ હતી. જેમાં તેણી પોતાના પિતાના આર્મિ યુનિફોર્મમાં હતી. પ્રિયંકા ચોપરાની તે બાળપણની તસ્વીર તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. પોતાની આ તસ્વીર શેર કરતાં તેણીએ જણાવ્યું હતું , મને ઘરમાં મારા પિતાનો પીછો કરવો અને તેમના યુનિફોર્મમાં તેમની આગળ-પાછળ ફરવું ખૂબ પસંદ હતું.

પ્રિયંકા ચોપરાએ પોતાના બાળપણની તસ્વીર શેર કરતા પોતાની જૂની યાદો પણ શેર કરી હતી. તેણીએ લખ્યું હતું, ‘આ તસ્વીર મારી આવનારી બુકના એલ્બમમાંથી છે. હું ઘરમાં પપ્પાના યુનિફોર્મમાં તેમની આસ પાસ ફરવાનું ખૂબ પસંદ કરતી હતી. હું મોટી થઈ બિલકુલ તેમના જેવી જ બનવા માગતી હતી. તેઓ મારા આઇડલ હતા. તેમણે જ મને મારી સાહસની ભાવનાને હંમેશા પ્રોત્સાહિત કરી છે. એટલે સુધી કે એક નાનકડી છોકરી તરીકે પણ, હું હંમેશા શોધમાં રહેતી હતી, રોમાંચની તલાશમાં અને કંઈક નવું કરવાનો પ્રયાસ કરતી હતી. મારો આગ્રહ કંઈ એવું કરી બતાવવાનો હતો જે પહેલા ક્યારેય નથી થયું.’

તેણીએ આગળ લખ્યું છે, ‘હું હંમેશા અવ્વલ રહેવા માગતી હતી. આ આગ્રહ જ મને આગળ વધારવામાં અને દરેક બાબતોને કરવામાં મદદ કરતો હતો.’ પ્રિયંકા ચોપડાની આ તસ્વીરને લાખો લાઇક્સ મળી ચૂકી છે. તેની સાથે ફેન્સે તેના પર કમેન્ટ પણ કરી છે.

પ્રિયંકાની કેરિયરની વાત કરીએ તો તેણી જલદી જ નેટફ્લિક્સ ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણી રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવ સાથે લીડ રોલ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ