અખબારમાં લપેટાયેલું ખાવાના આદત હોય તો આજથી જ છોડી દેજો, નહિં તો જીંદગીભરનો થશે પસ્તાવો

મિત્રો, જો તમે છાપામા આપવામા આવતા ભોજનનુ સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે. આ છાપામા મળતા ભોજનનુ સેવન કરવાથી તમે કોઈ જીવલેણ બીમારીનો શિકાર બની શકો છો. વધારે પડતા રસ્તા પર મળતા ફાસ્ટફૂડ એ છાપામા બાંધીને જ આપવામા આવતા હોય છે પરંતુ, આપણને એ વાતનો ખ્યાલ નથી હોતો કે, તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક હોય છે.

image source

ખાસ કરીને ગરમા-ગરમ ભોજન કાગળ પર લઈને ખાવુ ટાળવુ જોઈએ. તે તમને અનેકવિધ બીમારી આપી શકે છે. છાપામા ન્યુઝ છાપવા માટે શાહીનો ઉપયોગ થાય છે અને જો તમે આ છાપામા ગરમા-ગરમ ભોજન લઈને તેનુ સેવન કરો છો તો છાપામા રહેલી શાહી તમારા શરીરની અંદર જાય છે અને તમને બીમાર બનાવી શકે છે. આ છાપામા રહેલુ ભોજન તમારા માટે ઝેરી સાબિત થઇ શકે છે અને તમારા પેટને અસ્વસ્થ કરી શકે છે તથા તમને પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા ઉદ્ભવી શકે છે.

image source

મોટાભાગના લોકો ઓફિસે પોતાનુ ભોજન છાપામાં લપેટીને લઇ જતા હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે આ છાપામા લપેટેલુ ભોજન તમારા માટે કેટલુ જીવલેણ સાબિત થાય છે? આ પ્રકારનુ ભોજન કરવાથી તમારા શરીરનો વિકાસ રૂંધાઇ જાય છે. જો છાપાની શાહી એ તમારા શરીરની અંદર જાય છે અને તે મોઢાના કેન્સરથી લઈને પેટના કેન્સર સુધીની બીમારીઓનુ કારણ બની શકે છે.

image source

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૬મા દેશના ફૂડ સેફ્ટી રેગ્યુલેટર એફ.એસ.એસ.એ.આઈ. એ પણ ખાદ્ય પદાર્થોને કાગળમા લપેટીને ખાવાની આદત વિશે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, આ છાપામા વપરાતી શાહી ખુબ જ ઝેરી હોય છે અને એ પણ જણાવવામા આવ્યુ હતુ કે, છાપામા રહેલા આ ખાદ્ય પદાર્થો લોકોના શરીરમા કેન્સરના કોષોને જન્મ આપે છે.

image source

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના મત મુજબ, છાપામા ન્યુઝ પબ્લીશ કરવા માટે જે ઇન્ક વાપરવામા આવે છે, તે હાનિકારક રંગ , રંગદ્રવ્યો અને પ્રિઝર્વેટિવ્સ હોય શકે છે, જે પેટમા ચેપ લાવી શકે છે. તેમના મત મુજબ વૃદ્ધો, કિશોરો, બાળકો અને કોઈપણ દર્દીને છાપામા ભોજન આપવુ એ ખૂબ જ જોખમી સાબિત થઇ શકે છે.

image source

આ છાપામા વીંટોળાયેલુ ભોજન કરવાથી તમારી આંખનુ તેજ ઘટી જાય છે અને પાચનતંત્રને પણ નુકસાન પહોંચાડે છે. નિષ્ણાંતો તો એમ પણ કહે છે કે, આ છાપામા વીંટોળાયેલુ ભોજન કરવાથી તમારા શરીરનુ હોર્મોનલ સંતુલન બગડવાનું જોખમ રહે છે માટે જો તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો આ ભોજનનુ સેવન કરવાનુ ટાળો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ