આ કચરાવાળાને કારણે બચી ગયો હતો આ છોકરીનો જીવ, વાંચો તો ખરા પછી છોકરીએ એમનો ઉપકાર કેવી રીતે ચુકવ્યો

ઉત્તર પ્રદેશના મહેબામા રહેતા રામકિશોર પોતાનું ગુજરાત કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક વિગેરેની બોટલો શોધીને તેને વેચીને ચલાવતા હતા. એક દિવસ રામકિશોર કચરો વીણી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની નજર સામે પડેલા એક લાલ કપડા પર ગઈ. રામકિશોરને લાગ્યું કે તેમાં કદાચ કોઈ સામાન હોય પણ જેવું જ રામકિશોરે તે કપડાને ઉઠાવીને ખોલ્યું તો તેમને એક હોશ ઉડાવી નાખતું દ્રશ્ય જોવા મળ્યું. તે કપડામાં એક માસુમ બાળકી લપેટાયેલી પડી હતી.

image source

રામકિશોરે પહેલાં વિચાર્યું કે છોકરી મરી ગઈ હશે પણ તેમ છતાં તેઓ તેને હોસ્પિટમલા લઈ ગયા. ડોક્ટરે જણાવ્યું કે બાળકી જીવતી છે. રામકિશોર તે જાણીને ખૂબ ખુશ થઈ ગયા પણ પછી તેમને દુઃખ પણ થયું. તે વિચારી રહ્યા હતા કે હવે આ છોકરીનું શું થશે. પણ થોડી જ ક્ષણોમાં તેમણે પોતાનો ઇરાદો બદલી લીધો. તેમણે કોઈ પણ રીતે તે બાળકીની સારવાર કરાવી અને પછી પોતાના ઘરે લઈ ગયા. રામકિશોરના ઘરમાં એક વૃદ્ધ માતા હતી. એ સિવાય બીજુ કોઈ જ નહોતું.

image soucre

હવે રામકિશોર બાળકીને માતા પાસે છોડીને પોતે કામ કરવા જતા રહેતા. રામકિશોરે તે બાળકીનું નામ માનસી રાક્યું. માનસીને રામકિશોરે કૃષિમાંથી સ્નાતકોત્તર કરાવ્યું અને પછી પોતે ભીખારીઓને જેમ રહ્યા. માનસીને ક્યારેય કોઈ દુઃખ ન આવવા દીધું. ડિસેમ્બર 2018માં માનસીની સેક્સન અધિકારી હોર્ટીકલ્ચરના પદ પર દિલ્લીમાં નિયુક્તિ થઈ. રામકિશોરને જાણે જગત આખાની ખુશી મળી ગઈ. તેમણે આખા ગામમાં લાડવા વહેંચ્યા.

image source

માનસીને તે ક્યારેય ખબર નહોતી પડી કે તેના પિતા રામકિશોર નથી. 3 ઓક્ટોબર 2019ના રોજ માનસીના લગ્ન થયા ત્યારે રામકિશોરે પોતાની આ આખી વાત જણાવી. માનસી આજે પણ એ માનવા તૈયાર નથી કે રામકિશોર તેના પિતા નથી. માનસી દિલ્લીમાં જ પોતાના પિતા સાથે રહે છે અને તેણે આખી ઉંમર પેતાના પિતા સાથે રહેવાનું વચન આપ્યુ છે. રામકિશોરના માતાનું મૃત્યુ થયા બાદ તેમને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ તેઓ હાર્યા નહીં અને લગ્ન વગર જ માનસીનો ઉછેર કર્યો. તેમનું કહેવું છે કે બાળકીઓને લોકો ફેંકી દે છે પણ આજના સમયમાં દિકરીઓ દીકારઓથી જરા પણ પાછળ નથી. હવે ખૂબ જ આનંદ સાથે રામકિશોર પોતાની દીકરી માનસી સાથે રહે છે અને તેને આજે પણ પોતાનો જીવ જ સમજે છે.

image source

દેશના ઘણા બધા વિસ્તારોમાં અરે મેટ્રો શહેરોમાં પણ આજે એવા લોકો વસે છે જે દીકરીના જન્મથી દુઃખી થઈ જાય છે. પણ જો પોતાની માનસિકતા બદલવામાં આવે અને દીકરાઓ પાછળ જેટલું ભણતર માટે ધ્યાન આપવામા આવે છે તેટલું જ જો દીકરીઓ પાછળ આપવામાં આવે તો તે જ દિકરી તેમનું માથુ સમાજમાં ગર્વભેર ઉંચુ કરાવે છે તેમાં કોઈ જ શંકા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ