પ્રિયંકા ચોપરાએ શેર કર્યો અશ્લીલ અનુભવ, એક સોન્ગમાં ડિરેક્ટર કહ્યું…’કપડાં કાઢી નાખ અને આ….

સેલેબ્રિટી પહેલાં કોઈ ફિલ્મ, ગીત કે શો બનાવે અને પછી તેનું પ્રમોશન કરે. ત્યારે હાલમાં પ્રિયંકા ચોપરાની પણ હાલત કઈક એવી છે કે તે પોતાની બુક ‘અનફનિશ્ડ’નું પ્રમોશન કરી રહી છે. પ્રિયંકા આ પહેલાં એ વાતને લઈ ચર્ચામાં આવી હતી કે તેણે કહ્યું હતું, ‘જ્યારે નિક જોનાસ પહેલી જ વાર મારી મમ્મી મધુ ચોપરા સાથે લંચ પર ગયો ત્યારે મેં નિકની જાસૂસી કરાવી હતી. પ્રિયંકાની આ બુક 9 ફેબ્રુઆરીના રોજ લૉન્ચ કરવામાં આવી હતી. આ બુકમાં પ્રિયંકા ચોપરાએ એક પછી એક ઘણા ઘટસ્ફોટ કર્યા છે અને હવે તે ચર્ચામાં આવ્યા છે. એમાં શામેલ સૌથી વધારે ચર્ચાતો ખુલાસો એ છે કે એક વખત ડિરેક્ટરે ફિલ્મમાં પ્રિયંકાને આખા કપડાં ઉતારવાનું તથા તેની પેન્ટી બતાવવાનું કહ્યું હતું. હા એ વાત અલગ છે કે પ્રિયંકા આ માટે તૈયાર નહોતી થઈ અને ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

image soucre

ડિરેક્ટરની વાત વિશે વધારે ચર્ચા કરવામાં આવે તો માહિતી મળી રહી છે કે પ્રિયંકાએ બુકમાં એક ફિલ્મના શૂટિંગનો કિસ્સો શૅર કર્યો છે જે ભારે ચર્ચાઈ રહ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે એક ફિલ્મના ડિરેક્ટરે એક રોમેન્ટિક સોંગની સિક્વન્સ દરમિયાન પ્રિયંકાને કપડાં ઉતારવાનું અને સાથે સાથે પેન્ટી બતાવવાનું કહ્યું હતું. ડિરેક્ટરે એવું કહ્યું હતું કે જો પ્રિયંકા આ કામ તું નહીં કરે તો પછી આ ફિલ્મ જોવા જ કોઈ નહીં આવે, પણ દેશી ગર્લ આ માટે તૈયાર થઈ નહોતી અને ફિલ્મને બાય બાય કહી દીધું હતું અને પ્રિયંકાએ આ વાતમાં ક્યારેય ક્રોમ્પ્રોમાઈઝ નથી કર્યું.

image soucre

આ સિવાય પણ પ્રિયંકાને એકસ ડિરેક્ટરનો ખરાબ અનુભવ થયો હતો જેના વિશે વાત કરતાં પ્રિયંકાએ પોતાની બુકમાં આ મુલાકાત અંગેની વાત કરી હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીત્યા બાદ પ્રિયંકા પહેલી જ વાર ફિલ્મ સંદર્ભે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસરને મળવા ગઈ હતી. ડિરેક્ટર-પ્રોડ્યુસરે પ્રિયંકાને ઊભા થઈને તેની આસપાસ ફરવાનું કહ્યું હતું. પ્રિયંકાએ એ જ પ્રમાણે કર્યું હતું, આ સમયે તે ડિરેક્ટર પ્રિયંકાની સામે સતત જોતો હતો. ત્યાર બાદ તેણે પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું, જડબું ઠીક કરાવવાનું તથા બટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી. વધારે વાત કરીએ તો ડિરેક્ટરે એમ કહ્યું હતું કે જો એક્ટ્રેસ બનવું હોય તો શરીરનાં કેટલાંક ભાગોને ‘ફિક્સ’ કરવાની જરૂર છે. આટલું જ નહીં, તે ડિરેક્ટરે પ્રિયંકાને એમ કહ્યું હતું કે તે લોસ એન્જલસમાં ડૉક્ટરને ઓળખે છે અને તેને ત્યાં મોકલી દેશે. ત્યાર બાદ પ્રિયંકાના મેનેજરે પણ ડિરેક્ટરની હામાં હા મિલાવી હતી. પણ કામ ન કર્યું અને કાઢી મૂક્યો હતો.

image soucre

દેશી ગર્લના લગ્ન જીવનને લઈને પણ એક કિસ્સો હાલમાં ખુબ ચર્ચાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાએ 2018માં ડિસેમ્બરમાં જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં નિક જોનાસ સાથે લગ્ન કર્યાં હતાં. પ્રિયંકાએ હિંદુ તથા ક્રિશ્ચિયન વેડિંગ કર્યાં હતાં. 9 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકાએ પોતાની બુક લૉન્ચ કરી હતી, જેમાં તેણે પોતાની અંગત જિંદગીના કિસ્સાઓ શૅર કર્યાં છે, આમાંથી જ એક કિસ્સો તેના બોયફ્રેન્ડ સાથે જોડાયેલો છે. પ્રિયંકાએ આ કિસ્સા વિશે વાત કરી હતી કે, ‘જે લોકો મને ઓળખે છે તેઓ મને સારી રીતે જાણે છે. મારી સાથે કંટ્રોલ ઈસ્યુ છે. હું મારી આસપાસની પરિસ્થિતિને કંટ્રોલ કરવાનું પસંદ કરું છું. હું ઘણી જ ઉત્સુક હતી. મારી એક મીટિંગ હતી.

image soucre

આગળની વાત શેર કરતાં પ્રિયંકાએ કહ્યું કે-મેં નિકને કહ્યું હતું, ‘હું મીટિંગમાં જઈશ તો તું શું કરીશ?’ તો તેણે જવાબ આપ્યો હતો, ‘મારી ચિંતા ના કરીશ; હું તારી મમ્મી સાથે લંચ પર જાઉં છું.’ મારા માટે આ થોડું વિચિત્ર હતું, કારણ કે કપલ તરીકે હજી અમને થોડાંક જ અઠવાડિયાં થયાં હતાં અને મારી માતા તેની સાથે એકલી હતી, આથી મેં એક સિક્યોરિટી ગાર્ડને ફોટો ક્લિક કરવા મોકલ્યો હતો, જેથી હું નિકની બૉડી-લેંગ્વેજનો અભ્યાસ કરી શકું. આ વાત પણ લોકોએ શકના ઘેરામાં લીધી હતી. જો કે પ્રિયંકાએ આ વાત નિકને કહી છે કે કેમ એના અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રિયંકા 10મા ધોરણમાં હતી ત્યારે તે પોતાની કિરણ આંટીની સાથે અમેરિકામાં રહેતી હતી. એ સમયે તેનો બોયફ્રેન્ડ બોબ હતો. એકવાર બોબ તેને ઘરે મળવા આવ્યો હતો. આ દરમિયાન તેની આંટી પણ ઘરે આવી ગઈ હતી. ત્યારે પ્રિયંકાએ પોતાના રૂમના વોર્ડરોબમાં બોબને છુપાવી દીધો હતો. આ વાત પણ ખુદ પ્રિયંકાએ શેર કરી હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ