આ છે નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેનો રામબાણ ઈલાજ, તુરંત અજમાવો અને જુઓ ફરક…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય એટલો વ્યસ્તતાથી ભરપૂર અને આધુનિક બની ચુક્યો છે કે, લોકો પાસે પોતાના સ્વાસ્થ્યની યોગ્ય સાર-સંભાળ લેવાનો સમય જ નથી રહેતો અને પરિણામે લોકો અનેકવિધ પ્રકારની જીવલેણ સમસ્યાઓથી પીડાય છે. આજે આ લેખમા આપણે આવી જ એક સમસ્યા અને તેના નિદાન વિશે માહિતી મેળવીશુ, તો ચાલો જાણીએ.

image source

શું તમે પણ તમારા જીવનસાથી અથવા તો તમારા ઘરના સભ્યની નસકોરાની આદતથી ત્રાસી ગયા છો? શું તમારા જીવનસાથીના આ નસકોરાની આદત તમને સુવા નથી દેતી તો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે, એકવાર આ લેખને શાંતિપૂર્વક અવશ્યપણે વાંચજો. ઇંગ્લેન્ડના એક તજજ્ઞએ એક વિશેષ પદ્ધતિ સૂચવી છે, જે થોડી જુદી છે પરંતુ, તે ખુબ જ અસરકારક છે અને તમને નસકોરાની સમસ્યાથી પણ ચોક્કસપણે રાહત મળશે.

image source

આ તજજ્ઞના મત મુજબ લોકડાઉન કાળ બાદ મોટાભાગના લોકોમા આ નસકોરાની સમસ્યા જોવા મળી એટલે કે, મોટાભાગના લોકો આ સમસ્યાના શિકાર બન્યા છે કારણકે, આ સમયે લોકો પોતાના ઘરની બહાર નિકળી શકતા ના હતા તથા શરીરને પણ આવશ્યક માત્રામા વ્યાયામ મળી રહ્યો ના હતો. આ સમયે ઘરમા એક જ જગ્યાએ બેસી રહેવાના કારણે મેદસ્વીપણાનુ પ્રમાણ વધતુ ગયુ અને તેના કારણે નસકોરાઓની સંખ્યામા પણ વૃદ્ધિ થવા લાગી.

image source

આ તજજ્ઞ વ્યક્તિ એવુ જણાવે છે કે, આ સમયે જો તમને દારૂની લત હોય તો તેને તુરંત છોડી દો અને તમારા વજનને પણ નિયંત્રણમા રાખો. જો તમે આવી અમુક બાબતો પર ધ્યાન આપો તો તમને નસકોરાની સમસ્યામાંથી તુરંત મુક્તિ મળી શકે છે. આ ઉપરાંત મોટાભાગના લોકોને પીઠના બળે સુવાની આદત હોય છે અને તેના કારણે તે નસકોરા લેતા હોય છે.

image source

પરંતુ, જો તમે ટેનિસના બોલને પીઠની પાછળ મૂકી અને ત્યારબાદ પથારી પર સુવો તો તમે પીઠના બળ પર સૂઈ શકશો નહી અને તમારી નસકોરાની સમસ્યામાંથી તમને તુરંત જ મુક્તિ મળશે. આ તજજ્ઞ એવુ પણ જણાવે છે કે, સૂવાના સમય દરમિયાન જો કોઈ વ્યક્તિનુ મોઢુ ખુલ્લુ રહી જાય છે તો તેના કારણે છાતીમા હવાનુ દબાણ વધે છે અને તેના કારણે નસકોરાની સમસ્યા ઉદ્ભવે છે.

image source

અમુક લોકો આ નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઓશિકાઓનો આશ્રય પણ લે છે. આ સિવાય સૂવાના સમયે મોઢુ બંધ રાખવામા સહાય કરતી વિશેષ ટેપ પણ બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ છે, જેનો ઉપયોગ કરીને તમે આ નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો, તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો અને પછી જુઓ ફરક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત