18 વર્ષ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જે પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં યાત્રા કરશે એ ટ્રેનની વિશેષતાઓ જાણીને તમે પણ થઇ જશો છક

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા. ૨૫ જુન, ૨૦૨૧ના દિવસે જયારે પોતાની પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં કાનપુર પહોચશે ત્યારે તે ક્ષણ ખુબ જ ખાસ હશે. કાનપુર રેલ્વે સ્ટેશનના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાઈ જશે આવું એટલા માટે કેમ કે, પ્રથમવાર પ્રેસિડેન્શિયલ ટ્રેન કાનપુર શહેરના રેલ્વે સ્ટેશન પર આવશે. એટલું જ નહી, આ ક્ષણ એટલા માટે પણ મહત્વની રહેશે કેમ કે, ૧૮ વર્ષ પછી ભારતના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે નીકળશે.

President Ram Nath Kovind Train Ride Strong Security Preparations Taking Pictures Of The Saloon Is Not Allowed ANN | राष्ट्रपति की रेल यात्रा को लेकर हो रही हैं तगड़ी सुरक्षा तैयारियां, सलून
image source

રાષ્ટ્રપતિના આ પ્રોગ્રામ દરમિયાન 3 દિવસ સુધી સેન્ટ્રલ સ્ટેશન પર આ ખાસ ટ્રેન ઉભી રાખવામાં આવશે. આ ટ્રેનને જોઈ શકવી શક્ય છે નહી કેમ કે, આ ટ્રેનની સુરક્ષા કરવા માટે રાષ્ટ્રપતિની સુરક્ષા ટીમના સૈનિકો હાજર રહેશે. શહેરમાં આ ખાસ ટ્રેનના પ્રથમવાર આગમન થવાથી નાગરિકોમાં આ ખાસ ટ્રેન વિષે જાણવાની જીજ્ઞાસા જોવા મળી રહી છે. પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં બુલેટ પ્રૂફ વિન્ડો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ સહિત તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રેસિડેન્શિયલ ટ્રેનનો ઈતિહાસ પણ ઘણો અનોખો છે.

image source

ભારતના રાષ્ટ્રપતિ જે ટ્રેનથી મુસાફરી કરે છે તેને પ્રેસિડેન્શિયલ સલુન પણ કહેવામાં આવે છે. પ્રેસિડેન્શિયલ ટ્રેન ટ્રેનની શ્રેણીમાં સમાવવામાં આવતી નથી. તેમ છતાં પાટા પર ચાલતી હોવાના લીધે આ ટ્રેનને પ્રેસિડેન્શિયલ ટ્રેન કહેવામાં આવે છે. પ્રેસિડેન્શિયલ સલુનમાં બે કોચ હોય છે. આ કોચનો નંબર 9000 અને 9001 હોય છે. પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં અત્યાર સુધી ભારત દેશના જુદા જુદા રાષ્ટ્રપતિ દ્વારા ૮૭ વાર પ્રેસિડેન્શિયલ સલુનનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે.

પ્રથમ વાર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા અને છેલ્લીવાર ડૉ. અબ્દુલ કલામ દ્વારા મુસાફરી કરવામાં આવી હતી.

image source

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા જેમણે વર્ષ ૧૯૫૦માં દિલ્લીથી કુરુક્ષેત્રની મુસાફરી પ્રેસિડેન્શિયલ સલુન દ્વારા પૂરી કરી હતી. તેમજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉ. નીલમ સંજીવા રેડ્ડી દ્વારા પણ પ્રેસિડેન્શિયલ સલુનમાં મુસાફરી કરી હતી. વર્ષ ૧૯૬૦થી લઈને વર્ષ ૧૯૭૦ સુધી પ્રેસિડેન્શિયલ સલુનનો ઉપયોગ નિયમિતપણે કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૭૭માં ડૉ નીલમ સંજીવા રેડ્ડી દ્વારા પ્રેસિડેન્શિયલ સલુનની મદદથી મુસાફરી કરી હતી. ત્યાર બાદ અંદાજીત ૨૬ વર્ષ બાદ તા. ૩૦ મે, ૨૦૦૩ના રોજ ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વારા બિહારની મુસાફરી કરવામાં આવી હતી.
પ્રેસિડેન્શિયલ ટ્રેનમ ઉપલબ્ધ છે આ સુવિધાઓ.

image source

રેલ્વે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યારના પ્રેસિડેન્શિયલ સલુન તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. બે કોચના આ સલુનમાં બુલેટ પ્રૂફ વિન્ડો, GPRS સિસ્ટમ, કોઇપણ સમયે જનતાને સંબોધિત કરવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સેટેલાઈટ બેઝ્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. ડાઈનીંગ રૂમ, વિઝીટીંગ રૂમ, લોન્જ રૂમ, કોન્ફરન્સ રૂમ સહિત અનેક સુવિધાઓથી સજ્જ પ્રેસિડેન્શિયલ સલુન.

૬૫૫ સૈનિકો દિવસ- રાત પ્રેસિડેન્શિયલ ટ્રેનની સુરક્ષા કરશે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રેસિડેન્શિયલ ટ્રેનની સુરક્ષાનો અભેદ કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે. RPF અને GRPના ૬૫૫ સૈનિકો દ્વારા પ્રેસિડેન્શિયલ ટ્રેનની દિવસ- રાત સુરક્ષા કરવામાં આવે છે. ઉપરાંત પ્લેટફોર્મ નંબર ૧૦ પર આવેલ બધા જ કટ પોઈન્ટ્સને સીલ કરી દેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong