26મી પછી રાજ્યમાં વધુ છૂટછાટની તૈયારી, જાણી લો શેમાં નિયંત્રણો હળવાં-કડક થશે

કોરોના સંપૂર્ણપણે દૂર નહીં થાય ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે, સમયમાં વધઘટ થઈ શકે છે. રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની થર્ડ વેવ આવશે કે નહીં એ બાબતે ચિંતાતુર છે ત્યારે કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે એ બાબતે રાજ્ય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી દીધી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, થર્ડ વેવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ હટાવશે નહીં, પણ 26મી સુધી રાત્રિના 9 કલાકથી શરૂ થાય છે એ રાત્રિના 10 કલાક સુધીનો થઇ શકે એમ સૂત્રોનું કહેવું છે. ઉપરાંત સ્વિમિંગ પૂલ ખૂલી શકે છે. આ બાબતે સરકાર બે-ચાર દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

થર્ડ વેવ સુધી રાત્રિ કર્ફ્યૂના કલાક ઘટવાની શક્યતા

image source

રાજ્ય સરકારે 11 જૂનથી 26મી સવારે 6 કલાક સુધી વિવિધ નિયંત્રણો લાદ્યાં છે. આ નિયંત્રણોમાં હોટલ-રેસ્ટોરાંને સવારે 9થી સાંજે 7 કલાક સુધી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે તેમજ ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી કરવાની મંજૂરી આપી છે. રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 9થી સવારે 6 કલાક સુધીનો છે. કોરોના ફેલાવવામાં રાત્રિ બેઠકો અને રાત્રિ દરમિયાનની હલચલ માસ સ્પ્રેન્ડિંગ માટે વધારે જવાબદાર હોવાના તબીબોનાં મંતવ્યો સરકારને મળ્યાં હતાં, આથી જ્યાં સુધી થર્ડ વેવ આવે નહીં ત્યાં સુધી રાત્રિ કર્ફયૂના કલાકો વધી ઘટી શકે, પણ કર્ફયૂમુકત રાત્રિ થાય એવા કોઇ સંજોગો દેખાતા નથી.

શેમાં નિયંત્રણો હળવાં-કડક થશે?

  • 1) સ્વિમિંગ પૂલ ખૂલશે.
  • 2) લગ્ન સમારોહમાં થોડી વધુ છૂટ મળશે અને સંખ્યા 50થી વધીને 75-100ની થઈ શકે છે.

    image source
  • 3) મલ્ટિપ્લેક્સ-સિનેમાગૃહોએ હજુ મધ્ય જુલાઇ સુધી રાહ જોવી પડશે.
  • 4) શાળા-કોલેજો,ટયૂશન કલાસ માટે ઓનલાઇન શિક્ષણ યથાવત્ રહેશે.

રાજકીય, સામાજિક તથા મંદિર દર્શનના કાર્યક્રમોમાં 50 વ્યક્તિની મર્યાદા નક્કી કરાઇ

image source

રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસઓપીના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે, પરંતુ એક સમયે એકસાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસઓપીનું પાલન અવશ્યપણે થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે.

26મી પછીથી શું?

image source

જૂનના અંતે એટલે 26મીએ કોરોનાની સમીક્ષા કર્યા પછી વધુ છૂટછાટના નિર્ણય લેવાશે. નાઈટ કર્ફ્યૂ 9ના બદલે રાત્રે 11થી સવારે 6 સુધી થઈ શકે છે, કડક નિયંત્રણો સાથે સ્વિમિંગ પૂલ ચાલુ થઈ શકે છે પણ સિનેમાગૃહો, મલ્ટિપ્લેક્સ માટે હજુ રાહ જોવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong