જાણી લો આજે જ પ્રેગનન્સી દરમિયાન કયા 4 ફળો ના ખાવા જોઇએ….

મિત્રો, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ તેમના આહારનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે યોગ્ય સાર-સંભાળ જરૂરી છે. જ્યારે માતા પૌષ્ટિક આહાર લેશે ત્યારે ગર્ભમા રહેલો બાળક સારી રીતે વિકસી શકશે. જો કે, આ સ્થિતિમા મહિલાઓએ પોતાના આહારમા વિશેષ સાવચેતી રાખવી જોઈએ. એ વાત સાચી છે કે, ગર્ભાવસ્થામા શાકભાજી અને ફળોનો તેમના આહારમાં સમાવેશ કરવો જોઈએ.

image source

એવા ઘણા ફળો છે કે, જે ગર્ભવતી સ્ત્રીએ ખાવાનું ટાળવું જોઈએ અથવા માત્ર ડોક્ટરની સલાહથી જ તેના આહારમાં સામેલ કરવું જોઈએ નહીતર તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે. તમારે જાણવું જોઈએ કે ગર્ભાવસ્થામાં કયા ફળો ખાવા જોઈએ અને કયા ફળો ખાવાથી બચવું જોઈએ.

અનાનસ :

image source

આ એક એવું ફળ જે સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ આપે છે પરંતુ, ગર્ભવતી મહિલાઓએ તેને ખાવાનું ટાળવું જોઈએ. તેના વધુ સેવનથી ગર્ભવતી સ્ત્રીને ઝાડા અને પેટની સમસ્યા થઈ શકે છે.

દ્રાક્ષ :

image source

આ એક એવું ફળ છે કે, જે પેટમાં ગરમી ઉત્પન્ન કરે છે. તે માતા અને બાળક બંને માટે ફાયદાકારક નથી. તેની ગરમ પ્રકૃતિ સ્ત્રીના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

પપૈયુ :

image source

આ ફળમા લોટેક્સ નામનો પદાર્થ જોવા મળે છે, જે ગર્ભાશયને સંકોચે છે. આ ફળનુ સેવન માતા અને બાળક બંને માટે જોખમી બની શકે છે.

કેરી :

image source

ગર્ભવતી સ્ત્રીના આહારમાં કેરીનો સમાવેશ ક્યારેય પણ ના કરવો જોઈએ. આ એટલા માટે કારણકે,તેની પ્રકૃતિ ગરમ હોય છે. ગર્ભવતી સ્ત્રી માટે તે ખાવું હાનિકારક સાબિત થઇ શકે છે. જો તમે તમારા આહારમાં કોઈ ફળો અથવા શાકભાજીનો સમાવેશ કરો છો તો એકવાર તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લો.

કારેલા :

image source

આ સબ્જી ઘણા પોષકતત્વોથી સજ્જ છે પરંતુ, કારેલાના બીજમાં અમુક એવા તત્વો જોવા મળે છે, જે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તેથી, તમારા ડોક્ટરની સલાહ પર તેને તમારા આહારમાં પણ સામેલ કરવુ.

આ વસ્તુઓનુ કરો સેવન :

image source

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ સ્ટ્રોબેરી, જામફળ, ચેરી, નાસપતી, કીવી, તરબૂચ અને નારંગી તેમજ એવોકાડો વગેરે જેવા ફળોનુ સેવન કરી શકો છો પરંતુ, તેમને ખાતા પહેલા તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે જ ગર્ભવતી મહિલાઓએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તે જે પણ ફળ કે શાકભાજી ખાય છે, તેને પહેલા સારી રીતે ધોવું જોઈએ નહીતરહાનિકારક પદાર્થો અને જીવાણુઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત