લીલા વટાણામાંથી આ રીતે ઘરે જ બનાવો ફેસપેક, સ્કિન પર એટલો ગ્લો આવશે કે નહિં કરાવવું પડે ફેશિયલ

મિત્રો, લીલા વટાણા એ શિયાળાની ઋતુનુ સૌથી લોકપ્રિય શાકભાજી છે. તે બજારમા ખુબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે અને આપણા સ્વાસ્થ્યને પુષ્કળ લાભો પણ આપે છે પરંતુ, શું તમે જાણો છો કે તમારી ત્વચા માટે લીલા વટાણાનો ઉપયોગ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.

image source

આ ફેસપેક તમારી ત્વચાને રીફાઇન કરવામા મદદ કરી શકે છે. એટલુ જ નહી તે ત્વચાને અંદરથી સાફ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. આ ઋતુ દરમિયાન ત્વચાને ખાસ કાળજીની જરૂર પડે છે કારણકે, ઠંડા પવનોને કારણે ત્વચા તેનો ભેજ ગુમાવે છે અને વધુ પડતી શુષ્ક બની જાય છે.

image source

જો તમે લીલા વટાણામા કેટલાક ઘરેલુ ઉત્પાદનો ઉમેરીને ફેસપેક તૈયાર કરો તો તે ત્વચાનો ભેજ જાળવી શકે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે, લીલા વટાણાનો ઉપયોગ કરીને કેવી રીતે ફેસપેક બનાવી શકાય છે, જે તમારી ત્વચાને ચમકદાર અને આકર્ષક બનાવી શકે છે.

image source

લીલા વટાણામા પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટો હોય છે, તેથી તેનાથી બનાવવામાં આવેલા ફેસપેક ત્વચા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીલા વટાણાનો ફેસપેક ત્વચાને ચમકદાર બનાવવાની સાથે સાથે તેને મોઇશ્ચરાઇઝ કરે છે.

સામગ્રી :

image source

બાફેલા લીલા વટાણા : ૧ બાઉલ, મધ : ૧ ચમચી, દહી : ૧ ચમચી, હળદર પાવડર : ૧ ચમચી, એલોવેરા જેલ : ૧ ચમચી, લીંબુ : ૧/૨ ચમચી, ચંદન પાવડર : ૧/૨ ચમચી

કેવી રીતે તૈયાર કરવો?

સૌથી પહેલા બાફેલા લીલા વટાણાને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ એક બાઉલમા બાફેલા લીલા વટાણાની પેસ્ટ કાઢી લો અને ત્યારબાદ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. આ ફેસપેક ઉપયોગ કરવા માટે તૈયાર છે.

કેવી રીતે વાપરવુ?

image source

આ ઉપરાંત આ પેસ્ટનો તમારા ચહેરા પર ઉપયોગ કરતા પહેલા ચહેરાને ઠંડા ક્લીન્સર અથવા કાચા દૂધથી સાફ કરો. ત્યારબાદ આ ફેસપેકને તમારા ચહેરા અને ગરદન પર પણ લગાવો. ત્યારબાદ આ ફેસપેકને તમારા ચહેરા પર ૧૫ મિનિટ સુધી મૂકવા દો. ત્યારબાદ જ્યારે ફેસપેકને હળવા હાથે સૂકવી લેવામા આવે ત્યારે હાથને ગોળાકાર આકારમા ફેરવીને ચહેરાને સાફ કરો.

image source

ગરમ-ગરમ પાણીથી ચહેરાને સારી રીતે ધોઈ લો. ચહેરો ધોવાને બદલે તમે ગરમ પાણીમાં ડૂબતા ટુવાલથી ચહેરો પણ લૂછી શકો છો. અઠવાડિયામાં બે વાર આ ફેસપેકનો કરવો. આ ફેસપેકનો ઉપયોગ શિયાળાની ઋતુમા તમારી ત્વચાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. તો એકવાર આ ઉપાયને અવશ્યપણે અજમાવો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત