પ્રેગનેન્સીના ત્રીજા, છઠ્ઠા અને નવમા મહિનામાં રાખશો આ સાવધાની, તો પાછળથી નહિં થાય કોઇ પ્રોબ્લેમ અને બાળક રહેશે સેફ

ગર્ભાવસ્થાના ત્રીજા, છઠ્ઠા અને નવમા મહિનામાં આ સાવધાની રાખવી છે જરૂરી

ગર્ભાવસ્થા સ્ત્રીઓ માટે એવી સ્થિતિ છે જેમાં મહિલાઓને પોતાની જાતની વધારે કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. જેથી સ્ત્રી સ્વસ્થ હોય અને સ્વસ્થ બાળકને જન્મ આપી શકે. વધારે કેર કરવાની સલાહ આપવાનું અન્ય કારણ એ પણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે.

image source

આ બદલાવના કારણે સ્ત્રીને શારીરિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાઓના કારણે સ્ત્રીના સ્વાસ્થ્ય અને બાળકના વિકાસને અસર ન થાય તે માટે ગર્ભાવસ્થાના ત્રણ તબક્કામાં સ્ત્રીઓ વધારે કાળજી લેવી જોઈએ. ગર્ભાવસ્થાના ત્રીજા, છઠ્ઠા અને નવમા મહિનામાં મહિલાઓને વધુ કાળજી રાખવાની હોય છે. આ કાળજી કઈ કઈ છે જાણીએ તેની વિગતો.

ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો

image source

ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો સ્ત્રી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ સમયગાળા દરમિયાન સ્ત્રીના શરીરમાં બદલાવ શરૂ થાય છે. જેના કારણે તેમને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તે જ સમયે બાળકનો વિકાસ પણ શરૂ થાય છે તેથી સાવધાની પણ રાખવી જરૂરી છે.

આવી સ્થિતિમાં સ્ત્રી દ્વારા થોડી બેદરકારી દાખવે તો શિશુ અને માતા બંનેને નુકસાન થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કસુવાવડ થવાનું જોખમ પણ વધારે છે. આવી સ્થિતિમાં કેવી કાળજી લેવી જાણી લો.

image source

ગર્ભાવસ્થાના ત્રીજા મહિનામાં આ સાવચેતી રાખો

  • – નિયમિત ડોક્ટરી તપાસ કરાવો.
  • – જંક ફૂડ, કાચા ઇંડા, નોન-વેજ, સી ફૂડ, પપૈયા, અનાનાસ વગેરે ખાવાથી બચવું જોઈએ.
  • – વધારે પડતી ગરમ વસ્તુઓનું સેવન ન કરવું.
  • – પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ.
  • – પુરતો આરામ કરવો.
  • – કસરત ન કરવી જોઈએ.
  • – મુસાફરી કરવાનું ટાળો.
  • – ભારે વસ્તુ ઉપાડવી કે ખસેડવી નહીં.
  • – સ્ટ્રેસ ન લેવો, ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
  • – કેફીન અને અન્ય દવાઓનું સેવન ન કરવું.
  • – ડોક્ટરની સલાહ વિના કોઈપણ દવા લેવી નહીં.
  • – શારીરિક સંબંધો બનાવવાનું ટાળો.
image source

ગર્ભાવસ્થાનો છઠ્ઠો મહિનો

ગર્ભાવસ્થાના બીજા ક્વાર્ટરનો આ મહિનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ સમયે સ્ત્રીનું વજન પણ ઝડપથી વધે છે અને પેટનો ભાગ વધવાથી સ્ત્રીઓને થોડી મુશ્કેલી પણ પડી શકે છે. આ મહિનામાં બાળકના શરીરના અવયવો ઝડપથી વિકસિત થતા હોય છે. તેથી તમારે તમારી વિશેષ કાળજી લેવી જોઈએ.

image source

ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં આ સાવચેતી રાખવી જોઈએ

  • – સ્ટ્રેસ ન કરો.
  • – બેસતી વખતે, સૂતી વખતે ખાસ ધ્યાન રાખવું.
  • – હળવા વ્યાયામ કરો.
  • – પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો.
  • – આહારમાં લીલા શાકભાજી, ઇંડા, આખા અનાજ, ફળ વગેરેનો સમાવેશ કરો.
  • – પેટ ઉપર ભાર આવે કે નમવું પડે તેવા કામ ન કરો.
  • – દાદર ચડ, ઉતર ન કરવા.
  • – એકલા ન રહો
  • – ઘરે પાળતુ પ્રાણી હોય તો તેનું કામ કરવાનું ટાળો.
image source

ગર્ભાવસ્થાનો નવમો મહિનો

ગર્ભાવસ્થાના આ મહિનામાં સગર્ભા સ્ત્રીની પ્રતીક્ષા લગભગ સમાપ્ત થઈ ગઈ હોય છે. પરંતુ મહિલાએ ખુશી સાથે આ સમય દરમિયાન તેના સ્વાસ્થ્યને અવગણવું જોઈએ નહીં. કારણ કે વજન વધવાના કારણે અને ડિલિવરીનો સમય નજીક આવ્યો હોવાથી વધારે કાળજી જરૂરી છે.

image source

ગર્ભાવસ્થાના નવમા મહિનામાં આ સાવચેતી રાખો

  • – આ મહિનામાં ખોરાક યોગ્ય રીતે લેવો
  • – ગર્ભસ્થ બાળકની ગતિવિધિઓનું ધ્યાન રાખવું, તમને લાગે છે કે તમારું બાળક હલનચલન કરતું નથી તો ડોક્ટરને તુરંત જાણ કરો.
  • – ડિલિવરી વિશે વધારે વિચારશો નહીં.
  • – નોરમલ ડિલિવરી માટે શરીરને સ્ટ્રેસ ન આપો.
  • – ડિલિવરી માટે જરૂરી વસ્તુઓ સાથેની એક બેગ તૈયાર કરી લો.
  • – આ માસ દરમિયાન ક્યાંય પણ એકલા જવાનું ટાળવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ