93 વર્ષના આ દાદીમાં જીવે છે કંઇક એવી લાઇફ કે, સોશિયલ મીડિયામાં તેમની છે ખૂબ બોલબાલા, PHOTOS

દાદીમાં એટલે ઘરના એક એવા વ્યક્તિ છે અનુભવનું ભાથું લઈને બેઠા હોય, ઘરમાં નવી વહુ આવે કે દીકરાના દીકરાનો જન્મ થાય ત્યારે સૌથી પહેલા દાદીમાં જ યાદ આવે. એ સિવાય પણ બાળકોને વાર્તા કહેતા કહેતા સુવડાવવાના હોય, બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવાનું હોય અને જ્યારે બાળકોની મમ્મી ઘરમાં ન હોય ત્યારે બાળકોને સાચવવાના હોય ત્યારે પણ દાદીનો કોઈ વિકલ્પ નથી.

image source

આ આર્ટીકલ વાંચનારા પૈકી ઘણા લોકોએ પોતપોતાની દાદીઓ પાસે જય સોનેરી સમય વિતાવ્યો હશે તે નજર સમક્ષ જ દોડવા લાગશે. આ લખનાર પણ અત્યારે આવો જ કંઈક અનુભવ અનુભવી રહ્યો છે.

image source

દાદી એટલે દાદી. દાદી ની તોલે કોઈ ના આવે. ક્યારેક મમ્મી પપ્પા આપણને ખિજાઈ જતા ત્યારે આપણે તેની ફરિયાદ હાઇકોર્ટમાં એટલે કે દાદી પાસે જઈને જ કરતા. દાદી પણ આપણને ખુશ કરવા માટે મમ્મી પપ્પાને મીઠું મીઠું ખિજાઈ જતા. અને આપણે એવું સમજતા કે દાદીએ મમ્મી પપ્પા નો વારો કાઢી નાખ્યો. એ સમય જ અલગ હતો.

image source
image source

તમને થશે કે આ આર્ટીકલ નું હેડિંગ તો કંઈક અલગ જ વાંચ્યું હતું અને અહીં વાંચવા પણ બીજું મળી રહ્યું છે. પણ એવું નથી. વાત અમે દાદી વિશેની જ લાવ્યા છીએ. ચાલો ત્યારે આપણે જુવાન દાદી વિશે વાત કરીએ.

image source
image source

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવી સોશિયલ સાઇટ્સ પર અત્યારે 93 વર્ષિય એક દાદી ના ફોટાઓ ખૂબ વાયરલ થઇ રહ્યા છે. આ તસ્વીરોમાં 93 વર્ષીય આ દાદી જેનું નામ પોલીન છે તેઓ પોતાના 27 વર્ષીય પૌત્ર સાથે પોતાનું ઘડપણ ભૂલી બાળકો જેવી ગમ્મત કરી રહ્યા છે.

image source
image source

ફોટા જોઈને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. પરંતુ આ ફોટાઓ દ્વારા પોલીન દાદી એવો મેસેજ આપી રહ્યા છે કે વૃદ્ધ થઈ જવા પછી જિંદગી પૂરી નથી થઈ જતી. ઉમર ભલે વધી જતી હોય પરંતુ જીવન જીવવા માટે અંદરથી યુવાન હોવું તમને સતત પ્રેરણા આપતું રહે છે.

image source
image source

પોલીન દાદી પોતાના પૌત્ર સાથે અવનવી ફની હરકતો કરતા હોય તેવું વ્યવસ્થિત ફોટોશૂટ પણ કરાવ્યું છે અને આ ફોટોશૂટને સોશિયલ મીડિયા સાઇટ પર પબ્લિશ કર્યું હતું જે જોતજોતામાં ખૂબ વાયરલ થયું.

image source
image source

તમે એ જાણીને પણ નવાઈ લાગશે કે દાદી પૌત્રની આ જોડીને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. તેમના ફેસબુક અકાઉન્ટ પર 9 મિલિયન, બે મિલિયન ઉપરાંત ઇન્સ્ટાગ્રામ ફોલોવર અને યુટ્યુબ પર આશરે નવ લાખ લોકો તેને ફોલો કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ