અમેરિકા સ્થાયી થયેલા ભારતીય મૂળના મહિલાનો અજબ – ગજબ શ્વાન પ્રેમ…..!!!!

આજની સ્વાર્થી દુનિયામાં ભાઈ – ભાઈ નો વેરી બન્યો છે અને પુત્ર માતા-પિતાને ઘરડા ઘરમાં છોડતા અચકાતો નથી ત્યારે આવી મતલબી દુનિયામાં હજુ પણ અનેક એવા મિસાલ રૂપ વ્યક્તિઓ જોવા મળે છે જેઓ તેમના પરિવારજનોને તો અનહદ ચાહે જ છે પરંતુ તેમણે પાળેલા પ્રાણીને પણ હેતપૂર્વક રાખી પોતાનાથી દૂર થવા દેતા નથી. આજે આપણે આવા જ એક શ્વાનપ્રેમી મહિલાની વાત કરવી છે કે જેઓ નોકરી અર્થે અમેરિકામાં સેટલ તો થઇ ગયા પરંતુ તેમણે પાળેલા બે પપી ( શ્વાન ) ઇન્ડિયામાં હોવાથી તેમને પોતાની પાસે અમેરિકા લાવવા રાત દિવસ જોયા વગર સંઘર્ષ કર્યો છે અને બન્ને પપીને અડધા વર્ષની (૬ મહિનાની) મહેનતના અંતે પોતાની પાસે લાવવામાં સફળ થયા છે, જો કે વાત ભલે સાવ સામાન્ય લાગે પણ પેટ્સની કદર તો પેટ્સ લવર્સ જ સમજી શકે !! માણસ અને પશુ વચ્ચે અતૂટ પ્રેમના વિષયને લઈ બનેલી બૉલીવુડ ફિલ્મ “હાથી મેરે સાથી” અને “તેરી મહેરબાનીયા” જેવી ફિલ્મમાં અબોલ જાનવર અને તેના માલિક વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવ્યા છે. રિલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ પેટ લવર્સ પોતાના પાલતુ પ્રાણી માટે કઈ પણ કરી છૂટતા હોવાના અનેક કિસ્સા જોવા મળે છે. ત્યારે વાત છે ભારતીય (ગુજરાતી) મૂળના દર્શિતા પટેલ ની. આણંદના વતની દર્શિતા નોકરી અર્થે વર્ષ ૨૦૧૫ માં અમેરિકા સેટલ થઈ ગયા. પરંતુ તેમના પાળેલા બે પોમેરિયન ડોગ્સ, કે જેમના નામ માયલી ( MILEY ) અને ચબી (CHUBBY ) છે, તેમને આર્થિક સ્થિતિને કારણે પોતાની સાથે અમેરિકા લઈ જઈ ન શક્યા… આ કારણોસર તેઓ સતત પોતાના પેટ્સની ચિંતામાં ડૂબેલા રહેતા અને મનોમન નક્કી કર્યું કે કોઈપણ સંજોગોમાં બન્ને પપીને અમેરિકા શિફ્ટ કરવા છે.બસ! મનમાં એક જ ધૂન સાથે દર્શિતા એ દિવસ રાત જોયા વગર ડબલ શિફ્ટમાં કામ કરવાનનું શરૂ કર્યું અને એક પણ દિવસની છુટ્ટી લીધા વગર તનતોડ મહેનત કરી અને સતત છ મહિના સુધી એક્સ્ટ્રા વર્ક (ઓવરટાઈમ) કરી બન્ને પપીઓને અમેરિકા લાવવાના ખર્ચ માટેની વધારાની કમાણી કરી. અને, સફળતા પૂર્વક બન્ને પોમેરિયન ડોગ્સને ગત મે માસમાં (મે, ૨૦૧૭માં) પોતાની પાસે બોલાવવામાં સફળ થયા છે.સાથે તેણીએ એ વાતનું પણ ધ્યાન રાખ્યું હતું કે પપી ને બોમ્બે મુકવા જવા માટે તેની મમ્મીને તકલીફ ના પડે એટલે વધારે રૂપિયા આપી ને પોતાના ઘર આણંદથી સ્પેશિયલ કાર લઇને બોમ્બેથી ડોગ્સને અબ્રોડ મોકલનાર એજન્ટ લઇ આવ્યા. તદુપરાંત માયલી અને ચબી ને બોમ્બે ખાતે ૧૦ દિવસ રાખી ને ક્રીબ ટ્રેનીંગ અપાવી કે જેથી તેઓ ૧૯ કલાક ની લાંબી ફ્લાઈટ માં શાંતિ થી સફર કરી શકે. જ્યારે માયલી – ચબી ને આણંદ થી બોમ્બે લઇ જવા માં આવતા હતા ત્યારે જેમ દીકરીને સાસરે વળાવે તેવો લાગણી સભર દ્રશ્ય બને છે. દર્શિતાના મમ્મીએ બંને ને ચોધાર આંસુએ વિદાય આપી હતી.બોમ્બે થી નેવાર્ક ( ન્યુજર્સી ) ના એરપોર્ટ પર જ્યારે માયલી-ચબીને લેવા માટે દર્શિતા ગયી તો અદ્ભુત નજારો સર્જાયો હતો. ૨ વર્ષ બાદ પણ માયલી-ચબી દર્શિતા ને જોતા સાથે જ ઓળખી ગયા હતા અને જેવા એમને એમની ક્રીબમાંથી બહાર કાઢ્યા, બંને પોતાની પૂછડી પટપટાવતા દર્શિતાને વળગી ગયા હતા. આખું એરપોર્ટ પણ આ મિલન નિહાળીને અચંબામાં આવી ગયું હતું.જ્યારે દર્શિતાના સગાઓ અને મિત્રોને જાણ થઇ કે તે એના ડોગને અમેરિકા લઇ જવા માટે તડામાર મહેનત કરે છે તો સૌ કોઈ એ તેને કહ્યું , ” પાગલ થઇ ગયી છે? લાખો રૂપિયા નો ખરચો કરીને કોઈ આવા ગાંડપણ કરે? એના કરતાં તો તું ત્યાં જ નવા ડોગ ખરીદી લે.” વળતા જવાબ માં તેણીએ કહ્યું, ” માં-બાપ નવા ખરીદી લો છો તમે વિદેશ જઈ ને? તો પછી હું કેમ નવા ડોગ ખરીદી લવ? ૨૨ દિવસ ના હતા માયલી-ચબી, ત્યારથી તેણીએ બંને ને દત્તક લીધા છે અને પોતાના ઘર ના સભ્ય ની માફક જ બંને ને ટ્રીટ કરે છે. તેણીના આ સંઘર્ષ માં તેના પતિ નીખીલ એ ખુબ જ સાથ આપ્યો. નીખીલ એ અમેરિકામાં રહી ને ઓનલાઈન બધી જ ડીટેઈલ્સ કઢાવી. સાથે સાથે જે કઈ પણ ઈમિગ્રેશનને લગતા પેપર વર્ક કરવાના હતા એ બધા જ પેપર વર્ક સાંભળી ને કોઈ પણ જાતની તકલીફ વિના બંને ડોગને સહીસલામત અમેરિકા બોલાવી લીધા. અમેરિકા બોલાવ્યા પછી તે, માયલી-ચબી, બંનેને અમેરિકન લાઈફસ્ટાઈલ પૂરી પાડે છે. દર્શિતા અમેરિકા માં ન્યુજર્સી રાજ્યના ગ્લોસ્ટર ટાઉનશીપ માં રહે છે. ક્રિસમસના તહેવારમાં માયલી-ચબી, બંને ને મસ્ત રેન્ડીઅર બનાવ્યા. તો વળી, આપણો ભારતીય ભાઈ બહેન ના પ્રેમ નો તહેવાર રક્ષાબંધન હોઈ બંને ને રાખડી બાંધી અને માથે તિલક કર્યું. ટૂંકમાં કહીએ તો, ઘરના સભ્યની માફક જ બધા તહેવાર ઉજવે છે.અને હા અમેરિકન શિયાળો તો માયલી-ચબી ની ફેવરીટ સીઝન થઇ ગયી…. કારણકે, શિયાળામાં અમેરીકા મા બરફવર્ષા થાય અને બન્ને પપીને સ્નોમા રમવા નું ખૂબ ગમે છે. દર્શિતા અને નીખીલએ ઓગ્સ્ટ ૨૦૧૭માં તેમની ચોથી મેરેજ એનીવર્સરી ઉપર ફરીથી અમેરિકન સ્ટાઈલ માં લગ્ન કર્યા ત્યારે આ ફેમીલી ફોટો કોઈપણને Awww કેહવા માટે મજબુર કરે એટલો ક્યુટ છે. તદઉપરાંત તેણી બંનેના બર્થડે પણ કોઈ માણસ પોતાના બાળક ના ઉજવે એટલા જ ધામધૂમ થી ઉજવે છે. આણંદમાં જ્યારે તે HDFC બેંક માં જોબ કરતી હતી ત્યારે આખી બેંકના સ્ટાફને કપકેક ખવડાવી અને જ્યારે સૌ કોઈ એ પૂછ્યું કે કોની બર્થડે છે? તો સૌ કોઈ સાંભળી ને અવાક રહી ગયા કે ડોગના બર્થડે માં આખા સ્ટાફ ને કેક વહેચી.??દર્શિતાએ પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ પણ ખુબ જ ક્રિએટીવ અને ક્યુટ રીતે કર્યું હતું જેમાં એક પિક્ચર માં માયલી-ચબી ના ગળામાં બોર્ડ છે જેના ઉપર લખ્યું છે, ” AWAITING THE ARRIVAL OF OUR PARTNER IN CRIME ” જેનો મતલબ છે અમારા તોફાનમાં ભાગીદારના આવવાની આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા છે. અને બીજા ફોટા માં તેઓ એ જમીન ઉપર નીખીલ ,દર્શિતા, માયલી અને ચબી ના બર્થ યર લખ્યા છે અને વચ્ચે નાના બુટ મૂકી ને આવનારા બેબી નું બર્થયર લખ્યું છે. હવે દર્શિતાના ઘરે નાનકડો દીકરો આવી ગયો છે તો બંને માયલી અને ચબી તેની સાથે રમવામાં મશગુલ છે. નાનકડો દ્રોણ માત્ર ૨ મહિનાનો છે પણ તે પોતે પણ તેના મોમ -ડેડ ની જેમ પેટલવર બનશે.આજે દર્શિતાનો દિકરો દ્રોણ એક વર્ષનો થઇ ગયો છે અને બંને ડોગ્સ અને બાળક વચ્ચે પ્રેમ આપણે ફોટોમાં જોઈ શકીએ છે, બંને ડોગને આ કપલ પોતાના બાળકની જેમ જ રાખે છે. આજ ના આ સ્વાર્થ થી ભરેલા જમાના માં દર્શિતા અને નીખીલ ના જેવા લોકો ની વધારે જરૂર છે. અને આમના જેવા જ લોકો ઘણી વખત માણસાઈ ઉપર ભરોસો મુકાવડાવે છે. તો હવે ક્યારે પણ રસ્તા માં કોઈ જનાવર ને જોવો કે શેરી , ફળિયા અથવા સોસાયટી માં કુતરું ગાય ને જોવો તો આ સત્ય કહાની ને યાદ કરી ને તે મૂંગા જનાવર ને ભલે દત્તક ના લઇ શકો પણ ઘર માંથી કટકો રોટલી જરૂર આપજો. અને એ મૂંગા જનાવર ના પેટ ભરવા નો આનંદ લાખો રૂપિયાની તમારી વિદેશની ટુર પણ આપી નહિ શકે. ટ્રાય કરી ને જોજો. દિલમાં સંતોષ ના થાય તો તમારામાં માનવતા ઓછી છે એ વાતનો દિલમાં સ્વીકાર કરી લેજો.
લેખન સંકલન : દર્શિતા જાની (અમેરિકા)