ફક્ત ભારતમાં જ નહીં, વિશ્વમાં અહીં પણ થયા છે અજબ ગજબ વિરોધ પ્રદર્શનો, જે જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!

ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં સમયાંતરે અલગ અલગ મુદ્દાઓ પર પ્રદર્શનો થતા હોય છે. જેમાં રશિયાથી લઈને ફ્રાન્સ અને મ્યાનમાર સુધીના દેશોનો સમાવેશ થાય છે. દરેક દેશોમાં દેખાવકારો પોતાની માંગણીઓને વ્યાજબી ગણી સરકારને પોતાની માંગણી સંતોષવા માટે વિરોધ કરે છે. રશિયામાં હાલ વળી સ્થાનિક પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ પુતીનના વિરોધી નેતા એલેક્સિ નવલનીને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. તો ભારતમાં હાલ ખેડૂતો કૃષિ કાનૂનો રદ્દ કરવાની પોતાની માંગણી સાથે વિરોધ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ વિશ્વમાં અનેક દેશોમાં અલગ અલગ પ્રકારના વિરોધ પ્રદર્શનો થયા છે જે પૈકી અમુક વિરોધ પ્રદર્શનો વિશે અહીં આપણે વાત કરીશું.

image source

વર્ષ 2010 મ થાઈલેન્ડના તત્કાલીન સરકારના વિરોધમાં રોડ પર ઉતરેલા પ્રદર્શનકારીઓએ વિરોધ કરવા એક અનોખો રસ્તો અKપનાવ્યો હતો. પ્રધાનમંત્રી અભિસિત વજ્જાજીવાના વિરોધમાં દેખાવકારોએ બેન્કોકના રસ્તા પર લોહીથી ભરેલી બોટલો ગોઠવી દીધી હતી. આ માટે લગભગ 50,000 દેખાવકારોએ રક્તદાન કર્યું અને 300 લીટર લોહી એકઠું કર્યું હતું. આ લોહી ભરેલી બોટલોને પ્રધાનમંત્રી કાર્યાલય અને રસ્તા પર રેઢી મૂકી દેવામાં આવી હતી.

image source

પશુ પક્ષીઓની રક્ષા માટે સમયાંતરે મુદ્દો ઉછળતો રહે છે અને આ સંબંધિત કામ કરનાર એક સંસ્થા છે પેટા. આ સંસ્થા પોતાના કેમ્પઈનમાં નવીન પ્રકારના દેખાવ કરવા માટે પ્રખ્યાત છે. અનેક વખત આ સંસ્થાના દેખાવકારો વૃક્ષો પર ચઢી જાય છે અને ત્યાં જ મહિનાઓ સુધી રહે છે જેથી લોકોમાં જાગૃતિ ફેલાવી શકે.

image source

પરંપરાગત વિચારધારા ધરાવતા દેશ જાપાનમાં હાલ એક અજબ ગજબ ફેશન ટ્રેન્ડિંગમાં છે. અહીંના રસ્તાઓ પર મહિલાઓ લોહીના ડાઘા વાળા કપડાં, આંખો નીચે કાળા ઘેરા અને ગળામાં લોહી ભરેલી સિરિન્જ લટકાવે છે. એટલું જ નહીં તેના કપડાઓમાં એમ લખેલું હોય છે કે હું મરવા ઈચ્છું છું. જાપાનમાં ટ્રેન્ડિંગ એવી આ ફેશનનું નામ યામી કવઇ છે અને તે ડીપ્રેશન અને આત્મહત્યા સાથે જોડાયેલી છે. યામી કવઇ ટર્મની શરૂઆત વર્ષ 2015 માં થઈ હતી પરંતુ જાપાનમાં તેની લોકપ્રિયતા હવે વધી છે.

image source

ફિલિપાઈન્સ ઘણા સમયથી અજબ ગજબ પ્રકારના વિરોધ પ્રદર્શન કરવા માટે ચર્ચામાં રહેલો દેશ છે આ દેશમાં પ્રદર્શનકારો બેસીને કે એક જગ્યાએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નથી નોંધાવતા. પરંતુ આખા દેશમાં અલગ અલગ જગ્યાઓએ વહેંચાઈ જઈને વિરોધ કરે છે. આવા જ એક વિરોધ પ્રદર્શનમાં દેખાવકારોએ પોતાના માથે કાળા રંગની ટોપી પહેરીને વિરોધ કર્યો હતો. આ કાળા રંગની મંકી કેપ હતી જેમાં ફક્ત દેખાવકારોની આંખો જ દેખાતી. તેઓનો આ વિરોધ એક ફિલ્મને લઈને હતો જે ઇસ્લામ ધર્મ વિરોધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ