ના હોય! શું તમે આ કાર લેવાનું વિચારતા હતા? જો ‘હા’ તો વાંચી લો એન્જીનમાં શું થઇ હતી મસમોટી ભૂલ

દેશની ત્રીજી સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તાજેતરમાં જ જાહેરાત કરી બતી કે તે પોતાની એસયુવી Thar (થાર) ના 1577 યુનિટ્સને રિકોલ કરી રહી છે એટલે કે તેને પરત લઈ રહી છે. નવી થાર એસયુવીના ડીઝલ એન્જીનના ખરાબ સ્પેરપાર્ટ બદલવા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું કે તે થારના ડીઝલ વેરીએન્ટના એ 1577 યુનિટ્સના સક્રિય નિરીક્ષણ અને સ્પેરપાર્ટને બદલવાનું કામ કરશે જેનું નિર્માણ સાત સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર 2020 દરમિયાન થયું હતું.

image source

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા શેરબજારોને જણાવ્યું હતું કે એક ખાસ સમયમાં આપૂર્તિકર્તાના સંયંત્રમાં એક મશીનનું સેટિંગ ફેરફાર થઈ જવાથી ડીઝલ એન્જીનના અમુક એન્જીનની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે એમ હતી. કંપનીએ વધુમાં જણાવ્યું કે ગુણવત્તાના માપદંડોને ધ્યાનમાં રાખીને કંપનીએ નિરીક્ષણ અને સુધાર કરવાની પહેલ કરી છે. રિકોલ કરવામાં આવેલી થારના બધા યુનિટ્સનું નિઃશુલ્ક જરૂરી સમારકામ કરવામાં આવશે. કંપનીના ઓથોરાઈઝ ડીલરશીપ કારનું નિરીક્ષણ કરશે અને તેમાં ખોટ જણાશે તો તેને ઠીક કરી આપશે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે પ્રભાવિત થારના ગ્રાહકોને કંપની દ્વારા વ્યક્તિગત રૂપે સંપર્ક કરવામાં આવશે.

થારનું એન્જીન

image source

નવી થાર એસયુવીને 2 વેરીએન્ટ AX અને LX સાથે રજૂ કરાઈ છે. અને ગ્રાહકોના એક મોટા વર્ગને આકર્ષવા માટે તેમાં ઘણા બધા પાવરટ્રેન ગિયરબોક્સના વિકલ્પ અપાયા છે. પ્રથમ વખત મહિન્દ્રા થારમાં પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 2.0 લીટર યુનિટ છે જે 152 bhp નો પાવર જનરેટ કરે છે જ્યારે 2.2 લીટર ડીઝલ યુનિટ 132 bhp નો પાવર જનરેટ કરે છે. થારની સાઈઝને જોતા તેમાં મળતા પાવરટ્રેન ઘણા શક્તિશાળી ગણી શકાય.

image source

બન્ને એન્જીનમાં AX વેરીએન્ટ સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગેઅરબોક્સ મળે છે જ્યારે LX વેરીએન્ટમાં બન્ને એન્જીન વિકલ્પ સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગેઅરબોક્સ પણ મળે છે. જો કે પેટ્રોલ LX વેરીએન્ટમાં કોઈ મેન્યુઅલ ગેઅરબોક્સ નથી આપવામાં આવ્યું. ઓફ રોડિંગ ડ્રાઇવની જરૂરતના કારણે મહિન્દ્રા 4×4 ડ્રાઇવટ્રેન અને ઓછા રેન્જ વાળા ગેઅરબોક્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવી રહ્યા છે.

ફીચર્સ

image source

નવી મહિન્દ્રા થારની ગુણવત્તા અને ડિઝાઇન પહેલાના મોડલ કરતા અનેક ગણી સારી છે. તેમાં એ બધું છે જે એક શહેરી એસયુવીમાં ગ્રાહકો ઈચ્છે છે. તેની થીમ સિલ્વર એકસેન્ટ સાથે ઓલ બ્લેક છે. તેના ફિટિંગ અને ફિનિશથી લઈને તેના ઇકવીપમેન્ટ અને ડિઝાઇન સુધી ગ્રાહકોને એક શહેરી એસયુવી તરીકે પસંદ પડે તેવી છે. તેમાં 6 સીટર અને 4 સીટર લેઆઉટ મળે છે અને એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, નેવિગેશન અને ક્રુઝ કન્ટ્રોલ સાથે 7.0 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેન્મમેન્ટ સિસ્ટમ જેવા ફીચર્સ પણ મળે છે.

કિંમત

image source

મહિન્દ્રા થાર એસયુવીને AX ટ્રીમ્સ માટે 9.80 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત સાથે અને ડીઝલ હાર્ડ ટોપ LX ટ્રીમ્સ માટે 13.75 લાખ રૂપિયાની એક્સ શોરૂમની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ