ભારતમાં ફરતી આ ટ્રેનોમાં કયારેક કરજો મુસાફરી, રજવાડા જેવો રહેશે અનુભવ, સાથે લઇ શકશો અનેક બ્યુટી ટ્રિટમેન્ટ પણ

અનેક લોકોને ટ્રેનમાં યાત્રા કરવી બહુ પસંદ આવે છે. રેક યાત્રા કરવાનો ફાયદો એ છે કે તે મુસાફરી તમારા માટે યાદગાર રહી જાય છે. ભારતમાં એવી અનેક શાહી ટ્રેનો છે જેને ટ્રેન કહેવી ઓન અપમાન સમાન છે. કારણ કે આ ટ્રેન અસલમાં પાટા પર હરતા ફરતા મહેલ સમાન જ છે જેની સુંદરતા જોઈ તમારી આંખો આશ્ચર્યથી ખુલ્લી જ રહી જાય. વળી, આ ટ્રેનમાં યાત્રા કરનાર યાત્રીઓને પણ પોતે રજવાડા હોય તેવો અનુભવ થાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે તમને ભારતની આવી જ અમુક રજવાડી અને શાહી ટ્રેનો વિશે જણાવીશું.

પેલેસ ઓન વહીલ્સ

image source

રાજસ્થાનની સોનેરી ભૂમિની અસ્વમરણીય યાત્રા પર લઈ જાય છે પેલેસ ઓન વહીલ્સ એટલે કે પૈડાં પર ચાલતો મહેલ. 26 જાન્યુઆરી 1982 ના રોજ ભારતની આ પહેલી શાહી ટ્રેનની શરૂઆત રાજશાહી ઠાઠ સાથે યાત્રા કરવાના અંદાજથી થઈ હતી. આ ટ્રેનમાં સાત દિવસીય શાહી યાત્રા દિલ્હીથી શરૂ થાય છે અને ત્યાંથી જયપુર, રણથંભોર, ચિતોડગઢ, ઉદયપુર, જેસલમેર, જોધપુર, ભરતપુર આગ્રા થઈ પરત દિલ્હી આવીને પુરી થાય છે.
લાજવાબ ફર્નિચર, ગાલીચા, લોન્જ અને મહારાજા તથા મહારાણી નામની બે રેસ્ટોરન્ટ પણ આ ટ્રેનની અંદર જ હોય છે.

રોયલ રાજસ્થાન ઓન વહીલ્સ

image source

પેલેસ ઓન વહીલ્સની જેમ આ ટ્રેન પણ તમને રાજસ્થાનના રજવાડી ઠાઠ અને ઇતિહાસનો પરિચય કરાવે છે. જાન્યુઆરી 2009 થી આ ટ્રેનની શરૂઆત થઈ હતી. રાજસ્થાન ઓન વહીલ્સની યાત્રા પણ દિલ્હીથી શરૂ થાય છે અને 8 દિવસની યાત્રા બાદ દિલ્હીમાં જ પુરી થાય છે. આ ટ્રેનમાં 14 યાત્રી કોચ હોય છે જેના 13 કોચમાં 3 ડિલક્ષ રૂમ તથા એક કોચમાં બે અતિવિશિષ્ટ રૂમ હોય છે. દરેક સલૂન અલગ અલગ થીમ પર રુબી, પર્લ અને નીલમ વગેરે સજાવાયા હોય છે. એ સિવાય ટ્રેનમાં રેસ્ટોરન્ટ વગેરેની સુવિધા પણ હોય છે.

મહારાજા એક્સપ્રેસ

image source

મહારાજા એક્સપ્રેસને વર્ષ 2012 થી 2017 સુધી સતત વિશ્વની અગ્રણી લકઝરી ટ્રેનનો એવોર્ડ મળ્યો છે. ટ્રેનમાં નામની જેમ જ યાત્રીઓને મહારાજા જેવો અનુભવ કરાવવા માટે પ્રેસિડેન્શિયલ સૂટ, એક્સપ્રેસ સૂટ અને ડિલક્ષ કેબિન છે. મહારાજા એક્સપ્રેસનો રૂટ બહુ વિસ્તૃત છે. જેમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશના શહેરો સિવાય દક્ષિણ ભારતના પ્રસિદ્ધ સ્થાનો પણ શામેલ છે. મયુર મહેલ અને રંગ મહેલ નામની બે રેસ્ટોરન્ટ સિવાય ટ્રેનમાં બ્યુટીક અને લોન્જ વગેરે જેવી સુવિધાઓ પણ છે.

ડેક્કન ઓડિસી

image source

ડેક્કન ઓડિસીએ પોતાની યાત્રા 16 જાન્યુઆરી 2004 થી શરૂ કરી છે. ડેક્કન ઓડિસીમાં 21 લકઝરી કોચ છે જેમાં 11 યાત્રીઓ માટે છે જ્યારે બાકીના કોચ રેસ્ટોરન્ટ લોન્જ જેવી અન્ય સિવિધાઓ માટેના છે. ડેક્કન ઓડિસીનો દરેક કોચ મહારાષ્ટ્રના વિભિન્ન રાજવંશના રાજવી યુગથી પ્રેરિત છે. ફ્રી વાઇફાઇ, એર કન્ડિશન રૂમ, ડાઇનિંગ કાર, મલ્ટી કવિઝિન રેસ્ટોરન્ટ વગેરે યાત્રીઓની મુસાફરીને યાદગાર બનાવી દે છે.

image source

ટ્રેનના મહારાષ્ટ્ર સ્પલેન્ડર, ઇન્ડિયન ઓડિસી, જ્વેલસ ઓફ ડેક્કન નામના રુટ્સ ઉત્તરથી લઈને દક્ષિણ ભારતના વિભિન્ન પ્રસિદ્ધ સ્થળોની યાત્રા કરાવવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ