તારક મહેતા..ના પોપટલાલની પત્ની ક્યારેક નિકળે છે જાહેરમાં બહાર, જોઇ લો તસવીરોમાં કેટલી રૂપાળી છે

તારક મહેતા સિરીયકલમાં પત્રકાર પોપટલાલ લગ્ન કરવા માટે અધીરા છે, પરંતુ અનેકવાર લગ્ન થતાં થતાં અટકી ગયાં હતાં. ટીવીની કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સિરિયલના દરેક કેરેક્ટર દર્શકોના દિલમાં વસેલાં છે.

પછી ભલે જેઠાલાલ હોય કે, બાપૂજી હોય કે, ભીડે અને માઘવી તો બબીતા અને ઐય્યરની જોડી હોય આ દરેક કેરેક્ટર લોકોની જિંદગીનો ભાગ બની ચૂક્યા છે, પણ આ દરેક કલાકારોમાં એક કલાકાર પોપટલાલ જે હંમેશા સિરિયલમાં પોતાના લગ્ન અંગે ચિંતિત રહે છે. દરેકની દુનિયા હલાવનારા ગોલ્ડન ક્રો એવોર્ડ વિનર વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલનું એક જ સપનું છે કે, જલદી કોઈ કુંવારી છોકરી મળી જાય જેની સાથે તે લગ્ન કરી શકે.

image soucre

સોસાયટીમાં રહેતાં દરેક સદસ્યની આ જવાબદારી છે કે, તે પોપટલાલ માટે છોકરી શોધે. જો સોસાયટીમાંથી કોઈ આ વાત ભૂલી જાય તો પત્રકાર પોપટલાલ ખુદ તેમને યાદ કરાવવાનું ભૂલતાં નથી. પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનારા કલાકારનું નામ છે શ્યામ પાઠક. તમને જાણીને નવાઈ લાગશે કે શ્યામ કલાકાર નહીં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગતાં હતાં, પણ તેમને એક્ટિંગનો એવો શોખ ચઢ્યો કે, તેમણે CAની સ્ટડી અધુરું મૂકી દીધું અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લઈ લીધું.

image soucre

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સ્ટડી દરમિયાન તેમની મુલાકાસ રેશમી સાથે થઈ. બંને એખ સાથે ક્લાસમાં સ્ટડી કરતાં હતાં. શ્યામ, રોશનીને પોતાનું દિલ આપી બેઠા અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ. પછી બંનેએ અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા હતાં. હવે તેમને બે દીકરી અને એક દીકરો છે. શ્યામ પાઠકે પોતાના કરિયરની શરૂઆત તાઇવાન ભાષાની ફિલ્મથી કરી હતી. આ પછી તેમણે ‘જશોદાબેન જયંતીલાલ જોશની જોઈન્ટ ફેમિલી’, ‘સુખ બાય ચાન્સ’ સહિતની સિરિયલમાં કામ કર્યું. જોકે, તેમને અસલી ઓળખ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’થી મળી હતી.

image soucre

વર્ષ 2007માં આવેલી ફિલ્મમાં શ્યામ પાઠક જ્વેલરી શૉપકિપર બન્યા હતા. ફડફડાટ ઈંગ્લિશ બોલનારા પોપટલાલ આ જ્વેલરી શૉપકીપરના રોલમાં ઘણા સારા લાગી રહ્યા હતા. ચાઈનીઝ ફિલ્મ ‘લસ્ટ કૉશન’ ફિલ્મમાં શ્યામ પાઠક સિવાય બૉલીવુડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર પણ નજર આવ્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં પોપટલાલને બહુ જ કંજૂસ માણસ બતાડવામાં આવ્યા છે.

image source

પોપટલાલની કંજૂસીનો અનુમાન તમે આ વાતથી લગાવી શકો છો કે તે લોકોને કૉલ નહીં, પરંતુ હંમેશા મિસ કૉલ કરે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં પોપટલાલ કરોડોની સંપત્તિના માલિક છે. સૂત્રો મુજબ પોપટલાલ પાસે લગભગ 15 કરોડની પ્રોપર્ટી છે. સાથે જ પોપટલાલ 50 લાખ રૂપિયાની મર્સિડીઝ કારના પણ માલિક છે. મળેલી મહિતી અનુસાર શ્યામ પાઠક એક એપિસોડના 60 હજાર રૂપિયા લે છે.

image source

એક ઈન્ટરવ્યૂમાં પોપટલાલે જણાવ્યું હતું કે હાં મારા લગ્ન થઈ ગયા છે અને હું મારા પરિવાર સાથે ઘણો ખુશ છું. શૉમાં હંમેશા કેન્સલ હૈ… કેન્સલ…હૈ બોલતા જોવા મળતા પોપટલાલ શૉમાં બધા સાથે લડતા અને ઝઘડતા જોવા મળ્યા છે, પરંતુ અસલ જીવનમાં તે ઘણા શાંત છે. એ સિવાય પોપટલાલ એટલે શ્યામ પાઠક જસુબેન જયંતીલાલ જોશી કી જોઈન્ટ ફૅમિલી અને સુખ બાય ચાન્સ જેવા શૉમાં પણ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ