કોરોના વાયરસનો નવો સ્ટ્રેન કેટલો ખતરનાક, ક્યાંથી થઇ શરૂઆત, વેક્સિન કારગર સાબિત થશે કે નહી…. જાણો તમારાં દરેક પ્રશ્નોના જવાબ અહિંયા

બ્રિટનમાં કોરોના વાયરસના હજી વધારે સંક્રામક સ્ટ્રેન મળ્યા પછી ત્યાં સંક્રમણ ઝડપથી ફેલાયું છે. દુનિયાના અન્ય દેશો હવે આ સ્ટ્રેનથી બચાવના જુગાડમાં લાગ્યા છે. એના માટે બ્રિટનથી આવનાર ફ્લાઈટ્સને અટકાવવા સહિત કેટલાક પ્રકારના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. નવા સ્ટ્રેનને લઈને લોકોના મનમાં બધા પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે.

image source

બ્રિટનમાં કોરોના વાયરસ બે નવા અને અત્યંત વધારે સંક્રામક સ્ટ્રેન મળી આવ્યા પછી ભૂકંપ જેવી સ્થિતિ છે. બધા દેશોએ તાત્કાલિક ધોરણે બ્રિટનથી આવતી ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. નવા સ્ટ્રેન સૌથી પહેલા બ્રિટનમાં કેટલાક દિવસ પહેલા જ મળી આવ્યા હતા. અંતે શું છે આ નવા સ્ટ્રેન, કેટલા ખતરનાક છે, હજી ક્યાં ક્યાં દેશોમાં ફેલાઈ રહ્યા છે, વેક્સિન આની પર અસર કરશે કે નહી… ચાલો જાણીએ આવા જ બધા પ્રશ્નોના જવાબ.

-કોરોના વાયરસના આ નવા સ્ટ્રેન શું છે?

image source

-કોરોના વાયરસના આ નવા વેરીયન્ટ (B. 1. 1. 7) વિષે હજી સુધી વૈજ્ઞાનિકોને વધારે જાણકારીઓ મળી છે નહી. એના જીનોમ સંરચના પર હજી રીસર્ચ ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિક હજી આ જાણકારી પ્રાપ્ત કરવામાં લાગ્યા છે કે, એમાં મ્યુટેશનથી વાયરલ હજી વધારે ખતરનાક થઈ રહ્યો છે કે નબળો અને શું નવા સ્ટ્રેન તપાસમાં યોગ્ય રીતે પકડી શકાય છે કે નહી.

-કેટલા સંક્રામક છે કોરોનાના નવા સ્ટ્રેન?

image source

-નવા સ્ટ્રેન ખુબ જ સંક્રામક છે. એણે પ્રભાવિત વિસ્તારોમાં કોરોના વાયરસના કેસોમાં ૩૦૦%નો વધારો કર્યો છે. એટલે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામાન્ય સ્ટ્રેનની તુલનાએ ત્રણ ગણો વધારે સંક્રામક છે.

-શું RT- PCR ટેસ્ટથી નવા વેરીયન્ટની જાણકારી મેળવી શકાય છે?

imAGE SOURCE

-તમામ લેબ્સને પોતાના ઉપકરણોને અપડેટ કરવાની જરૂરિયાત છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ એના માટે જરૂરી સૂચનો પણ લાગુ કર્યા છે.

-કેટલો ખતરનાક છે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન?

IMAGE SOURCE

-કોરોના વાયરસનો નવો સ્ટ્રેન કેટલો ખતરનાક છે, આ હજી સ્પષ્ટ નથી. આમ પણ વધારે સંક્રામક હોવાના કારણે ખતરનાક તો છે જ, કેમ કે આ લોકોના સંક્રમિત થવાની આશંકા વધારે છે. આ વેરીયન્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં જ ૨૩ વાર મ્યુટેશન થયું છે જે ઘણું આશ્ચર્ય કરનાર છે.

-કઈ પરિસ્થિતિઓમાં બન્યો હશે નવો સ્ટ્રેન?

-વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નવો સ્ટ્રેન કોઈ ગંભીર રીતે બીમાર કોરોના વાયરસના દર્દીમાં બન્યો હોઈ શકે છે જેને પ્લાઝમા થેરપીની સાથે સાથે રેમેડીસિવિર દવા આપવામાં આવી રહી હોય.

-ક્યાંથી શરુ થયો નવો સ્ટ્રેન?

IMAGE SOURCE

-નવો સ્ટ્રેન સૌથી પહેલા કઈ જગ્યાએથી શરુ થયો આ ખબર નથી પડી. હા, પહેલી વાર યુકેમાં એના વિષે જાણકારી મળી.

-અત્યાર સુધી નવો સ્ટ્રેન ક્યાં ક્યાં ફેલાઈ રહ્યો છે.?

-અત્યાર સુધી નવો સ્ટ્રેન બ્રિટન દેશ સહિત નેધરલેંડ, ડેન્માર્ક, ઈટલી અને ઓસ્ટ્રેલીયામાં મળી આવ્યો છે.

image source

-શું આ ભારતમાં હાજર છે.?

-અધિકારીક રીતે હજી સુધી કોરોના વાયરસના નવા સ્ટ્રેન ભારતમાં નથી મળી આવ્યા. જો કે, આ ભારતમાં ઘુસી આવ્યો હશે કેમ કે, બ્રિટનમાં આ સપ્ટેમ્બર મહિનાથી ફેલાઈ રહ્યો હતો.

-શું આ કોરોના વાયરસનો એક જ નવો સ્ટ્રેન છે?

IMAGE SOURCE

-નહી. એના કરતા પણ વધારે ઝડપથી ફેલાવનાર એક નવો વેરીયન્ટ સાઉથ આફ્રિકામાં મળ્યો છે. આ બંને સ્ટ્રેન એકબીજાથી અલગ છે.

-કોરોના વાયરસની બની રહેલ વેક્સિન શું નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ કરગર હશે?

-હજી આ સ્પષ્ટ છે નહી. જો કે, વૈજ્ઞાનિકોને આશા છે કે, હજી જે વેક્સિન્સને બનાવવામાં આવી રહી છે, તે નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ કારગત થશે.

image source

-શું આપણે હજી વધારે વેક્સિન બનાવવાની જરૂરિયાત પડશે?

-વાયરસ જેવી રીતે મ્યુટેટ થઈ રહ્યા છે, તેને જોતા નવા વેરીયનટ્સ સામે લડવા હજી વધારે વેક્સિન બનાવવાની જરૂરિયાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ