લગ્ન થાય એ પહેલાં એકવાર અચુક ફરી લેજો આ રોમાંચક સ્થળોએ, નહીં તો થશે જીવનભરનો અફસોસ

ફરવા જવાની આદતની એક વિશેષતા એ છે કે કોઈપણ પરિસ્તીથી, ઉંમર, હવામાન અને સમયે ફરવા જઈ શકાય છે પરંતુ જો તમારા લગ્ન થવાના હોય તો તમારે માટે જરૂરી છે કે તમારે શક્ય તેટલી વધુ જગ્યાએ ફરી લેવું. કારણ કે લગ્ન પછીની જવાબદારી અનેક ગણી વધી જાય છે અને તે સમયે તમે એવી રીતે ખુલીને ફરવા નથી જઈ શકતા જે રીતે લગ્ન પહેલા જઈ શકો.

image source

તેમાંય ખાસ કરીને યુવાનો રોમાંચક યાત્રા કરવાના શોખીન હોય છે. એટલે તેમને લગ્ન બાદ રોમાંચક જગ્યાઓએ ફરવા ન જવાનો અફસોસ ન રહે તે માટે તેઓએ અમુક ફરવાલાયક સ્થળોએ ફરી જ લેવું જોઈએ. અહીં અમે આપને આવા જ અમુક ફરવાના સ્થળો વિશે જણાવીશું.

અંદમાન એન્ડ નિકોબાર

image source

તમે તમારા મિત્રો સાથે રોમાંચક ટ્રીપનો પ્લાન કરી રહ્યા હોય તો અંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ ફરવા જઈ આવો. અહીં તમે તમારા અનેક પ્રકારના આંતરિક ભયને પણ છોડી શકશો. તમે અહીં સ્ફુબા ડાઇવિંગ, સ્નોર્કેલીંગ, પેરાસેલિંગનો આનંદ માણી શકો છો. અહીંની જેલ નેશનલ મેમોરિયલ, પોર્ટ બ્લેયરનું રાજીવ ગાંધી વોટર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ચકલી ટાપુ, રાધાનગર બીચ, સેલ્યુલર અને મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક ઘણા જ પ્રખ્યાત સ્થળો છે.

મેઘાલય

image source

હજુ તમારા લગ્ન નથી થયા એટલે તમારા પર જવાબદારી ઓછી છે. તમે આરામથી મિત્રો સાથે લીલીછમ હરિયાળી વચ્ચે ઝરણાની સુંદરતા નિહાળતા પહાડો પર ચઢી શકો છો. જો તમને ટ્રેકિંગનો શોખ પણ હોય તો મેઘાલય તમારા માટે એક બેસ્ટ ટ્રાવેલ પોઇન્ટ છે. અહીં તમે એલીફન્ટ લેક, સ્પ્રેડ ઇગલ ફોલ, સેવન સિસ્ટર ફોલ, ઉમિયમ લેક, શિલોન્ગ વ્યુ પોઇન્ટ, ગારો હિલ્સ, ખાસી હિલ્સ વગેરે ફરવાલાયક સ્થળોએ ફરી શકો છો. મેઘલયમાં એ બધું છે જે એક પ્રવાસીની અપેક્ષા હોય છે. કુદરતી સુંદરતા અને શાંત વતાવરણનો અહીં જેવો અદભુત સંગમ શોધવો મુશ્કેલ છે.

લદ્દાખ

image source

ફરવાના શોખીન યુવાનોમાં લદ્દાખ ફેવરિટ ડેસ્ટિનેશન પોઇન્ટ છે. તમારા માટે એ બેસ્ટ છે કે લગ્ન પહેલા એકલા અથવા તો મિત્રોના સથવારે આ જગ્યાએ આંટો મારી આવો. કારણ કે જો તમારા લગ્ન થઈ ગયા ત્યારપછી લદ્દાખ આવવા માટે તમારે 10 વખત વિચારવું પડશે. લદ્દાખમાં તમે આરામથી બાઇક ભાડા પર લઈ ખારદુંગ લા પાસ, પેંગોંગ તળાવ, જનંકાર ઘાટી, હેમીસ નેશનલ પાર્ક અને સ્પીટુક ગોમ્પા જેવા સ્થળોએ જઈ શકો છો.

ઋષિકેશ

image source

ઋષિકેશ તો તમે આરામથી અથવા તો લગ્ન થઈ ગયા બાદ પણ ફરવા જઈ શકો તેવું સ્થળ છે. પરંતુ આ જગ્યાએ લગ્ન પહેલા પણ એક વખત જવું જરૂરી છે. કારણ કે લગ્ન પહેલા તમે કોઇની પણ રોકટોક વિના આરામથી યાત્રાનો રોમાંચ માણી શકશો. બંજી જમ્પિંગ, જીપ લાઇનિંગ, પેરાગ્લાઇડિંગ વગેરેની મોજ માણવા તમારે કોઈની રજા નહીં લેવી પડે. કારણ કે લગ્ન પછી કદાચ તમારી સુરક્ષાના હેતુથી તમારા સ્નેહીજનો આવા કારનામા કરવાની મનાઈ કરશે એટલા માટે આ જગ્યાએ પણ લગ્ન પહેલા એક વખત આંટો મારવા જેવું ખરું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ