જો એક સેકન્ડ મોડું થયું હોત તો કાકા જીવતા રહે એમાં શંકા હતી

સોશીયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આપણે ઘણું નવું નવું અને અજીબ જોવા મળતું હોય છે. અવાર નવાર વીડિયો અને ફોટો આપણી સામે આવતા રહે છે. પણ અમુક વીડિયો આપણે જીવનમાં ઘણું શીખવી જતા હોય છે તો અમુક વીડિયો માત્ર હસી મજાક માટે હોય છે.

ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક 60 વર્ષના કાકાની મૂર્ખતા જોવા મળી રહી છે. જીવનમાં ઘણી વખત એવું થતું હોય છે કે ઘણી વખત એવું થતુ હોય કે કોઈને મદદ કરવા જઈએ અને આપણે જ મુશ્કેલીમાં મુકાઈ જતાં હોઈએ. કંઈક આવું જ જોવા મળ્યું હતું એક રેલવે સ્ટેશન પર. હવે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

જો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો 60 વર્ષના એક કાકા ટ્રેનના પાટા પર ફસાઈ ગયા અને ટ્રેન આવી ગઈ, એને બચાવવાના ચક્કરમાં એક પોલીસ કોન્સટેબલ મુશ્કેલીમાં મુકાઈ જવાનો હતો. પણ નસીબના જોગે બન્ને બચી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાકાનું ચપ્પલ રેલવેના પાટામાં ફસાઈ ગયું અને એને લેવાની લાલચમાં કાકા પાટાની બીજી તરફ જતા રહે છે. પછી ટ્રેન આવતી જોઈને તે ફરીથી પ્લેટફોર્મ પર ચઢવા આવે છે અને આ કામમાં પોલીસ તેની મદદ કરે છે. ટ્રેન આવી જ ગઈ હતી અને કાકા માંડ-માંડ બચી ગયા, પણ વીડિયોમાં જોવા મળે છે કે પોલીસે આ કાકાને એક લાફો ચોડી દીધો છે. એમાં કાકા અને પોલીસ બંને પ્લેટફોર્મ પર પડેલા જોવા મળી રહ્યા છે.

હવે આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. કાકા અને પોલીસને જોઈને લોકો કહી રહ્યા છે કે હજુ એક લાફો ઝીંકવની જરૂર છે. કારણ કે એક ચપ્પલ માટે થઈને આવી મુર્ખતા ક્યારેક ખુબ ભારે પડી શકે છે અને જીવ પણ જઈ શકે છે. ત્યારે હવે લોકો આ વીડિયો શેર કરીને સૂચના આપી રહ્યા છે કે આ રીતે બીજા કોઈએ મૂર્ખતા કરવી નહી અને રેલવે પર જાઓ ત્યારે ખાસ તકેદારી પણ રાખવી જોઈએ.

આ કાકાએ મૂર્ખતા કરી પણ આ સાથે જ એક શખ્સ કોરોના સમયમાં ખૂબ ચર્ચામાં આવ્યો હતો. એની જો વાત કરીએ તો કોરોનાની મહામારીમાં અનેક લોકો એવા છે જે રાત દિવસ જાતપાત કાંઇ પણ જોયા વગર માત્ર માનવતા મહેકાવી રહ્યા છે. કોરોનામાં પરેશાન લોકોની સતત મદદ કરી રહ્યા છે. રાજ્યમાં ચોથા લોકડાઉનની શરૂઆત થઇ ચુકી છે.

જેમાં મોટા પ્રમાણમાં શ્રમજીવીઓને તેમનાં વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. તેવામાં આ શ્રમજીવીઓ રેલવે સ્ટેશ પર ખુબ જ પરેશાન થતા હોય છે. કેટલાક ઘણુ લાંબુ અંતર ચાલીને આવેલા હોય છે. કેટલાક વિવિધ પરવાનગીઓની દોડાદોડીમાં થાકેલા હોય છે. તેવામાં આ બળબળતા ઉનાળામાં માણસની પ્રાથમિક જરૂરિયાત હોય છે પાણી.

જે સ્ટેશન પર સરેરાશ રોજની 10 ટ્રેન ઉપડતી હોય આ ઉપરાંત સેંકડો સરકારી કર્મચારીઓની આવન જાવન હોય તેવા રેલવે સ્ટેશન પર પાણીની પરબ ખોલીને બેઠો છે એક વ્યક્તિ. ટ્રેનમાં પાણી પહોંચાડવાની એજન્સીમાં કામ કરતા આ સાદ્દીક ભાઇ નામનો વ્યક્તિને પોતાને રોજા હોય છે એટલે પોતે તો પાણી નથી પી શકતા પણ પસાર થતા તમામ યાત્રીઓની પ્યાસ તે જરૂર બુઝાવે છે.

દરિયાપુરનાં રહેવાસી સાદ્દીકભાઇએ કહ્યું કે, આવી ગરમીમાં રોજા હોવાને કારણે તરસ તો મને પણ કુબ જ લાગે છે પણ હું પાણી નથી પી શકતો પરંતુ જે લોકોખુબ જ પરેશાન થઇને રેલવે સ્ટેશન આવ્યા છે તેઓ પાણી પીવે તો મને ઘણુ પુન્ય મળશે. સાદ્દીકભાઇ રોજની 15 હજાર જેટલી બોટલનું લોડિંગ અનલોડિંગનું કામ કરે છે. સામાન્ય પગારની નોકરી કરતા સાદ્દીકભાઇ હાલ પાણીની બોટલ પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. જોકે આ નોકરીની સાથે તેઓ સતત શ્રમીકોની સેવા પણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ