કેવડિયા ખાતે 11 જાન્યુઆરીએ શરૂ થશે ઈન્ટરસિટી ટ્રેન, ફાઈવ સ્ટાર હોટેલ જેવી મળશે સુવિધા

કેવડિયા જતા પ્રવાસીઓ માટે હવે વધુ એક સુવિધા સરકાર ઉપલબ્ધ કરાવશે. હવે ટ્રેનમાં બેઠે બેઠા પણ આ વિસ્તારમાં ભવ્ય નજારાને માણી સકશે. આ નવી ટ્રેનમાં આ બધા વ્યવસ્થા કરવામાં આવી છે.

imag source

તમને જણાવી દઈએ કે રેલવે દ્વારા શરૂ કરાતી અમદાવાદ-કેવડિયા ઈન્ટરસિટી ટ્રેનમાં આધુનિક સુવિધાયુક્ત વિસ્ટાડોમ કોચ જોડવામાં આવશે, જેમાં લગાવેલા સાઈડ ગ્લાસમાંથી પેસેન્જરો એરિયલ વ્યૂની સાથે-સાથે બેક વ્યૂ પણ જોઈ શકશે તેમજ ફોટોગ્રાફી પણ કરી શકશે. વિસ્ટાડોમ કોચ સાથે શરૂ થનારા આ ઈન્ટરસિટી એક્સપ્રેસને 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા સ્ટેશનના લોકાર્પણની સાથે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવે તેવી શક્યતા છે. આ ટ્રેન શરૂ થયા બાદ લોકોને પ્રવાસમાં અનેરો આનંદ થશે.

11 જાન્યુઆરીએ થશે લોકાર્પણ

image source

તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય દર્શનીય સ્થળો જોવા મોટી સંખ્યામાં લોકો કેવડિયા જાય છે. ત્યારે રેલવે દ્વારા કેવડિયા સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાય તે માટે વડોદરાથી ડભોઈ, ચાણોદ થઈ કેવડિયા સુધી નવી રેલવે લાઈન નખાઇ છે. તેની સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિ.મી.ના અંતરે આધુનિક સુવિધા સજ્જ કેવડિયા રેલવે સ્ટેશન તૈયાર થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ કેવડિયા સ્ટેશનનું લોકાર્પણ કરવાની સાથે અમદાવાદ-કેવડિયા ઈન્ટરસિટી એક્સપ્રેસનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અન્ય ટ્રેનો પણ કેવડિયા સુધી શરૂ કરાશે. નોંધનિય છે કે આ પહેલા અમદાવાદથી કેવડિયા વચ્ચે સી પ્લેનની સુવિધા શરૂકરવામાં આવી ચુકી છે. પીએમ મોદીએ આ સી પ્લેનની પ્રથમ સવારી કરી હતી.

કેવી મળશે સુવિધા ?

image soucre

આ ટ્રેનમાં મળતી સુવિધાની વાત કરવામાં આવે તો એલએચબી વિસ્ટાડોમ કોચ ચેન્નઈની કોચ ફેક્ટરીમાં તૈયાર કરાયાં છે. જેમાંથી એક કોચ અમદાવાદને ફાળવાશે. આરામદાયક 44 સીટ ધરાવતા આ કોચમાં સાઈડમાં, ઉપરની બાજુ અને પાછળના ભાગે લાંબા ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે. દરેક સીટ 180 ડિગ્રી સુધી ફરી શકે તેવી હોવાથી પેસેન્જરો સીટ પર બેઠાં-બેઠાં જ નજારો માણવાની સાથે ફોટોગ્રાફી પણ કરી શકાશે. વાઈફાઈ, સ્મોક ડિટેક્શન એલાર્મ, ચાર્જિંગ પોઈન્ટ, જીપીએસ સિસ્ટમ, મ્યુઝિક માટે એલઈડી સ્ક્રીનની સાથે સાઉન્ડ સિસ્ટમ, લગેજ માટેના પાર્ટિશન અને આઉટડોરની સુવિધા ધરાવતા આ કોચમાં મિનિ પેન્ટ્રી, હોટકેસ, માઈક્રોવેવ ઓવન, કોફી મશીન અને ફ્રીઝની સુવિધા પણ પેસેન્જરોને મળશે. મતલબ કે તમે કોઈ હરતી ફરતી ફાઈવ સ્ટાર હોટેલમાં હોય તેવી ફિલિંગ આવશે અને લોકોના પ્રવાસનો આનંદ બેવડાઈ જશે.

27મી ડિસેમ્બરથી ફરી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી

image source

તમને જણાવી દઈએ કે સી પ્લેન સેવા શરૂ થયાના બે બાદ બંધ કરવામાં આવી હતી. પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું હતું. ત્યાર બાદ 27મી ડિસેમ્બરથી ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગત તારીખ 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેઇન્ટેનન્સ માટે 28 નવેમ્બરથી સી પ્લેન સર્વિસ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી હતી અને તેના એરક્રાફ્ટને માલદિવ્સ પરત મોકલી દેવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ