બધાને અંધારામાં રાખીને 56 વર્ષના બ્રિટિશ PM બોરિસ જોનસન 33 વર્ષની GF સાથે લગ્નના તાંતણે બંધાઈ ગયા

આપણા આ પહેલાં પણ ઘણા એવા કિસ્સા જોયા છે કે જેમાં પતિ પત્ની વચ્ચે ઉમરમાં ઘણો તફાવત હોય છે. જેમ કે પ્રખ્યાત કપલ પ્રિયંકા અને નિક જોનાસ. જો કે વિદેશમાં તો આ રીતે લગ્ન કરવાનો ટ્રેન્ડ રહેલો છે. આપણે એવા પણ કપલ જોયા છે કે જેમાં પતિની પહેલી પત્નીના બાળક કરતાં પણ એમની ત્રીજી પત્ની નાની હોય. પરંતુ હાલમાં આ વાતને લઈ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન ચર્ચામાં છે. કારણ કે તેમણે શનિવારના વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં પોતાની ગર્લફ્રેન્ડ કૈરી સાયમન્ડ્સની સાથે લગ્ન કરી લીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

image source

મળતી વિહગત પ્રમાણે જો વાત કરવામાં આવે તો 56 વર્ષની ઉંમરમાં ત્રીજીવાર તેમના લગ્નને લઇને બ્રિટનમાં હોબાળો મચી ગયો છે. પીએમ બોરિસ અને તેમની મંગેતર કૈરી સાયમન્ડ્સની ઉંમરમાં 23 વર્ષનો ગેપ છે. આ લગ્નને લઇને જોનસનના ડાઉનિંગ સ્ટ્રીટ કાર્યાલયના એક પ્રવક્તાએ મીડિયા રિપોર્ટ પર કંઈ પણ બોલવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પોતાની ફિયાન્સે કેરી સિમોન્ડ્સ સાથે ઘડિયાં લગ્ન લઈ બધાને આંચકો આપ્યો હતો. મોટી વાત તો એ છે કે આટલા મોટા હોદા પર હોવા છતાં લગ્નની કોઈ આગોતરી જાહેરાત કરવામાં અવી નહોતી.

image source

વડા પ્રધાન કચેરીના વરિષ્ઠ અધિકારીઓને પણ આ વિશે કશી ખબર ન હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે. મહેમાનો પણ આખરી ઘડી સુધી અંધારામાં હતા. તેમને પણ છેલ્લી ઘડીએ આમંત્રણ પાઠવીને શનિવારની બપોર સુધી મધ્ય લંડનમાં આવેલા રોમન કેથલિક ચર્ચમાં હાજર થઈ જવાનું કહેવામાં આવ્યું હતું. લગ્નમાં કેટલા મહેમાનો હાજર હતા તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ હાલમાં કોરોનાના કારણે બ્રિટનમાં પ્રતિબંધ છે અને લગ્નમાં ૩૦થી વધુ વ્યક્તિ ભેગી કરી શકવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને શનિવારના વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં પોતાની ગર્લફ્રેન્ડ કૈરી સાયમન્ડ્સની સાથે લગ્ન કરી લીધા હોવાના સમાચાર હાલમાં વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે.

image source

કોઈને કંઈ જ ખબર નહોતી અને અચાનક જ વડા પ્રધાન કાર્યાલયે રવિવારે જાહેર કર્યું હતું કે વડા પ્રધાન અને કુમારી સીમન્ડ્સ ગઈ કાલે બપોરે વેસ્ટમિન્સ્ટર ચર્ચ ખાતે એક નાનકડી ઉજવણી દ્વારા લગ્નના બંધનમાં જોડાઈ ગયા છે. આ સાંભળીને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. શનિવારે બપોરના ૧-૩૦ વાગ્યે અચાનક વેસ્ટમિન્સ્ટર ચર્ચ બંધ કરી દેવામાં આવ્યું હતું. ૨-૦૦ વાગ્યે કેરી સિમન્ડ્સ લોન્ગ વ્હાઈટ ડ્રેસમાં લિમોસીનમાં આવી હતી. તેણે ચહેરા પર વેઈલ (જાળી) લગાવી નહોતી. ત્યારપછી ગણતરીની મિનિટોમાં તો લગ્નવિધિ પૂરી પણ કરી દેવામાં આવી હતી. જોનસનની ઉંમર 56 વર્ષની છે અને કેરી સિમન્ડ્સ હાલમાં 33 વર્ષની જ છે.

image source

જો કે બ્રિટનના PM બોરિસ જોનસનનું અંગત જીવન શરૂઆતથી જ ગૂંચવણ ભર્યું રહ્યું છે. બ્રિટનના ટેબ્લોઈડ મીડિયાએ જોનસનને બોન્કિંગ બોરિસ કહીને બોલાવતું રહ્યું છે કારણ કે બ્રિટનમાં એનો અર્થ કાછડીછૂટો થાય છે. બોરિસને લગ્નેતર સબંધો રાખવાના આરોપસર કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી પણ આ પહેલાં હાંકી કાઢવામાં આવ્યા હતા. અગાઉ બે વખત બોરિસ જોનસનના છૂટાછેડા થઈ ચૂક્યા છે એ વાત પણ જગજાહેર છે. બોરિસ જોનસનના છેલ્લાં લગ્ન મારિયા વ્હીલર નામની ધારાશાસ્ત્રી સાથે થયાં હતાં. બંનેનાં ચાર સંતાન પણ જન્મ્યાં હતાં. પછી ૨૦૧૮ના સપ્ટેમ્બરમાં બંનેએ છૂટાછેડા લીધા હતા. જ્યારે હવે આ ત્રીજા લગ્ન ચર્ચામાં આવ્યા છે.

image source

જો વાત કરીએ આ જર્નીની તો 2019માં બોરિસ જોનસન વડા પ્રધાન બન્યા ત્યારથી બંને ડાઉનિંગ સ્ટ્રીટના નિવાસસ્થાને લિવ-ઈનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષે બંનેએ જાહેર કર્યું હતું કે બંનેએ સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં તેમનું સંતાન જન્મ લેવાનું છે એ વાત પણ સામે આવી હતી. એપ્રિલ ૨૦૨૦માં તેમના પુત્ર વિલ્ફ્રેડ લોરી નિકોલસ જોનસનનો જન્મ થયો. આ મહિનાની શરૂઆતમાં અખબારોમાં અહેવાલ પ્રગટ થયા હતા કે બંનેના લગ્ન માટેના આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે અને લગ્નની તારીખ જુલાઈ 2022ની નાંખવામાં આવી છે. પરંતુ હવે આ બધા દાવા ખોટા પડ્યા છે અને લગ્ન થઈ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!