ભારતમાં આ શહેરમાં રાત્રે જોવા મળ્યું એલિયન-ભૂત-ચૂડેલ? વીડિયો જોઈ પરસેવો છુટી જશે, ભલભલાની રાડ ફાટી ગઈ

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણાના ધબકારા વધી ગયા છે. તો ઘણા દેશો માટે આ ચોંકાવનારો કિસ્સો છે અને સંશોધનો વિષય છે. કારણ કે આ વખતે એલિયન અથવા તો ભૂત લાઈવ જોવા મળ્યું છે. કારણ કે કેમેરામાં કેદ પણ કરવામાં આવ્યું છે. જો વિગતે વાત કરીએ તો ઝારખંડમાં હજારીબાગ ચતરા રોડ પર કટકમસાંડીની પાસે છડવા ડેમ પુલના એક કથિત વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ 30 સેકન્ડના વાયરલ વીડિયોમાં એવો ખતરનાક દાવો કરવામાં આવી રહ્યો છે કે હજારીબાગમાં એલિયન જોવા મળ્યું છે.

તમે પણ જોઈ શકો છો કે આ 30 સેકન્ડના વીડિયોમાં એક અજબ પ્રકારની આકૃતિ જોવા મળી રહી છે. તેને લઈને સમગ્ર શહેર અને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં હોબાળો મચી ગયો છે કે આખરે આ શું છે અને આ રીતે કોઈ રસ્તા પર કેવી રીતે આવીને ગૂમ પણ થઈ શકે. કોઈ વીડિયોમાં દેખાતી આકૃતિને એલિયન કહી રહ્યું છે તો કોઈ આત્મા તો કોઈ ચુડેલ કહી રહ્યું છે. વીડિયો બે દિવસથી શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ હજુ કોઈ તથ્ય સામે નથી આવ્યું. માત્ર એટલી માહિતી સામે આવી રહી છે કે ઝારખંડના હજારીબાગમાં એક વિચિત્ર આકૃતિવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

હાલમાં માહોલ એવો છે કે સોશિયલ મીડિયા પર શુક્રવારે સાંજથી આ વીડિયો શેર થવાનું શરૂ થયું હતું. વીડિયો અને તેની તસવીરોને લઈને લોકો પોતાના મત પ્રમાણે આશંકા વ્યક્ત કરી રહ્યાં છે. આ વીડિયોમાં આપણે પણ જોઈ શકીએ છીએ કે સંપૂર્ણ અંધારૂ છે. પછી બાઇકની લાઇટથી રસ્તાના કિનારા પર ચાલતી વિચિત્ર આકૃતિ જોવા મળે છે. બે બાઇક સવાર ઝડપથી નિકળી જાય છે. પરંતુ અન્ય બે બાઇક સવાર લોકો આકૃતિને જોઈને રોકાય છે અને તેમાંથી એક વ્યક્તિ મોબાઇલ પર વીડિયો બનાવવાનું શરૂ કરે છે. સાથે તેનો અવાજ પણ સાંભળવા મળી રહ્યો છે, તે બોલે છે કે આ તો કોઈ ચુડેલ છે.

આ વીડિયોમાં ખાસ વાત એ છે કે એ આકૃતિ ચાલતા-ચાલતા પાછળ પણ થોડી ક્ષણ માટે જુએ છે અને પછી ચાલવાનું શરૂ કરી દે છે. અદ્દલ એલિયન જેવી જ આ આકૃતિ જ્યારે થોભે છે તો એટલી પાતળી લાગે છે જેમ કે કોઈ થર્મોકોલની સીટ હોય. પરંતુ માણસ જેવું પણ લાગતું નથી અને ભૂત જ લાગે છે. કોઈ ભૂત, કોઈ એલિયન તો કોઈ આકૃતિની સરખામણી ચુડેલ સાથે કરી રહ્યાં છે. તો કોઈ લોકો તેને બીજા ગ્રહનું પ્રાણી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ અમુક લોકો એવો પણ દાવો કરે છે કે નશેલી વ્યક્તિ હશે. તો કોઈ લોકો તેને ભૂત-પ્રેતનું નામ આપી રહ્યાં છે.

જો કે આ રીતે એડિટિંગ પણ થયું હોઈ શકે છે. કોઈ એક યુઝરે દાવો કર્યો છે કે આને ઇરાદાપૂર્વક આવી સ્પેશિયલ ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. વીડિયો વાયરલ થયા બાદ આસપાસના લોકો આ પુલ પર પહોંચીને વીડિયોમાં દેખાઈ રહેલી આકૃતિને જોવા માટે આવ્યા હતા પરંતુ તેમને તે જોવા ન મળી. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે વીડિયોમાં દેખાઈ રહેલી આકૃતિ એક મહિલાની છે જેને તેણે એક મહિના પહેલા કોઈક રસ્તા પરથી પસાર થતી વખતે જોઈ હતી. તેનું કહેવું છે કે તે મહિલા સામાન્ય મનુષ્યો કરતાં અલગ દેખાય છે. પરંતુ એક ખાસ નોંધ આપવી રહી કે આ વીડિયોની અમે પુષ્ટિ નથી કરતાં. તે સાચો છે કે ખોટો અને ક્યાંનો છે એ અંગે કોઈ નક્કર માહિતી મળી રહી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!