શું તમે જોઇ ખુદ PM મોદીએ શેર કરેલી આ તસવીર?

વિદ્યાર્થીનીએ PMની એવી તસ્વીર બનાવી, કે મોદી સાહેબ શેર કરતા પોતાને રોકી ન શક્યા

image source

વૈશ્વિક કોરોના વાયરસની મહામારીમાં જ્યારે આખુય ભારત એક સાથે મળીને લડી રહ્યું છે. ત્યારે કોરોના સામે ચાલતી આ લડાઈના સમયમાં એક વિદ્યાર્થીનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું પેન્સિલ સ્કેચ બનાવ્યું છે. આ ઉપહારમાં મળેલ સ્કેચને પીએમ મોદી સાહેબે ખાસ સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર સાથે વહેચ્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો.

image source

દીપ નામના એક ટવીટર એકાઉન્ટ માંથી પીએમ મોદીના સ્કેચને શેર કરતા લખ્યું કે મારી ૧૨માં ધોરણની વિદ્યાર્થીની શ્વેતા કોન્દુરુંએ મોદીજીનો સ્કેચ બનાવ્યો છે. એણે (શ્વેતાએ) આ સ્કેચને શેર કરીને મને મોદી સાહેબ સુધી પહોચાડવાનું કહ્યું હતું. શ્વેતાએ કહ્યું હતું કે – “ભારતની કોરોના સામેની જંગે મને આ પેન્સિલ સ્કેચ બનાવવા માટે પ્રેરણા આપી છે અને પ્રધાનમંત્રીજી પ્રત્યે અભાર વ્યક્ત કરવાનો અવસર પણ આપ્યો છે.”

પીએમ મોદીએ વિદ્યાર્થીની શ્વેતા દ્વારા બનાવાયેલા પેન્સિલ સ્કેચને સોશિયલ મીડિયા ઉપર શેર કરતા એ શેર કરનાર અને વિદ્યાર્થીનીનો અભાર પણ વ્યક્ત કર્યો. પીએમ મોદીએ લખ્યું કે – “કૃપા કરી આ રચનાત્મકતા અને પ્રેમ બદલ શ્વેતાને અભિનંદન પાઠવશો. તેમ જ એની મુલ્યવાન શુભેચ્છાઓ અપાર શક્તિના સ્ત્રોત સમાન છે.”

image source

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના પોજીટીવ કેસના આંકડાઓ ૨૮,૩૮૦ સુધી પહોચી ગયો છે. કોવીડ-19 થી ઠીક થનાર દર્દીઓની સંખ્યા ૬,૩૬૨ અને મૃત્યુ આંકનો આંકડો ૮૮૬ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ