મિત્રો, જો તમે પણ વાસ્તુમા વિશ્વાસ કરો છો તો તમારા ઘરમા મનીપ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, જે પણ જગ્યાએ આ પ્લાન્ટની સ્થાપના કરવામા આવે છે ત્યા નાણાની કમી રહેતી નથી. આ જ કારણ છે કે, આ લોકો તેને તેના ઘરે લગાવવાનુ ખુબ જ વધારે પડતુ પસંદ કરે છે.
પ્રવર્તમાન સમયના મોંઘવારીના યુગમા કોઈને પણ પોતાના નાણાંથી સંતોષ થતો નથી. જીવનમા વધુ નાણાની આવક પણ તમારા ભાગ્ય પર આધારિત છે. તમારા ભાગ્યને ચમકાવવા માટે અને નાણાકીય લાભ મેળવવા માટે પણ આ મનીપ્લાન્ટનો છોડ ખુબ જ સારો છે.

ખરેખર આ છોડ ઘરની સકારાત્મક ઉર્જાને વધારવાનું કામ કરે છે એટલે ઘરમા આ પ્લાન્ટ લગાવવો. આમ, કરવાથી તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓનો અંત આવશે. અહી તમને એક વાત જણાવી દઈએ કે, જે કોઈપણ ઘરમા વધુ પડતી ધન શક્તિ હોય છે ત્યા માતા લક્ષ્મી પણ લાંબા સમય સુધી વાસ કરેછે. આ સિવાય આ પ્લાન્ટમાંથી નીકળતી ઉર્જા તેમને તમારા ઘરે આવવા આકર્ષિત કરે છે.
આ છોડ જેટલો વધારે લાંબી એટલી મોટી ઘાત. તમારા ઘરમા સકારાત્મક ઉર્જાનું સ્તર ઉંચું છે. આનો અર્થ એ છે કે, ઘરમા આર્થિક સ્થિતિ મજબુત બનશે. આવી સ્થિતિમા હવે પ્રશ્ન ઉભો થાય છે કે, મનીપ્લાન્ટ ખૂબ જ ટૂંકા સમયમાં વધુ લીલો બની જાય છે, તે કેવી રીતે? ચાલો જાણીએ.

આજે આ લેખમા અમે તમને એક વિશેષ ઉપાય વિશે માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે સુકા છોડને પણ હર્યોભર્યો લીલોછમ બનાવી શક્પ છો. આ માટે તમારે ફક્ત એક જ ઉપાય અજમાવવાનો રહેશે જે ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ આ ઉપાય વિષે.
અહીં અમે મનીપ્લાન્ટની જમીનમાં વિશેષ વસ્તુને મિશ્રિત કરવા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે તમને રસોઈઘરમા જ જોવા મળશે. આપણે અહી જે વિશેષ વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે, ચાના પાન. આ ચા એ એવી એક વસ્તુ છે કે, જે લગભગ બધા જ ઘરોમા નિયમિત બનાવવામાં આવે છે.

સામાન્ય રીતે આપણે આ વધેલા ચા ના પાન ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ, તમે આ ભૂલ ના કરો. આ બાફેલી ચાના પાનને પાત્રમા એકત્રિત કરો. ત્યારબાદ તેને તડકામા સૂકવવા માટે રાખી દો. ત્યારબાદ તેને મનીપ્લાન્ટની જમીનમા મિક્સ કરી દો. આ ઉપાય અજમાવવાથી તમારુ મનીપ્લાન્ટ ખૂબ જ સારી રીતે વિકસિત થશે.
તમે ચાના બાફેલા પાનનો ઉપયોગ અન્ય છોડને લીલો બનાવવા માટે પણ કરી શકો છો. અહી તે એક ખાતર સમાન સાબિત થાય છે, જે તમારા છોડના વિકાસને ઝડપી બનાવે છે. તો એકવાર આ ઉપાયને અવશ્ય અજમાવો અને જુઓ ફરક.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,