કાકા પાર્ટીમાં પોતાની ધુનમાં ડાન્સ કરી રહ્યા હતા અને કાકીએ એન્ટ્રી મારી, કાકા ધોતી સંભાળીને એવા ભાગ્યા કે….

તાજેતરમા સોશિયલ મીડિયા પર એક ખુબ જ રમૂજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વિશે વાત કરીએ તો તેમા એક વૃદ્ધ કાકા પૂરા ઉત્સાહ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન એક ઘટના બને છે જે હાલમા ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ ડાન્સ દરમિયાન તેની સાથે કંઈક એવું બન્યું હતું કે તે ભાગી ગયા હતા. આ વીડિયો જોવામા ખૂબ રમૂજી છે.

કેટલાક લોકોને ઠુમકા લગાવાનોનો એટલો શોખ હોય છે કે તેઓ ડાન્સની મજામાં બધું ભૂલી જાય છે અને સંપૂર્ણ ઉત્સાહથી ડાન્સ કરવાનું શરૂ કરે છે. ડાન્સના શોખમા તેઓ ન તો ઉંમર જુએ છે અને ન તો સ્થાન. બસ મોકો મળતા જ ઠુમકા લગાવા લાગે છે. આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં ઉમેર્યુ હતુ કે, “જોખમ વૃદ્ધાવસ્થા સુધી રહે છે.”

આ વીડિઓમાં તમને મળશે કે ખુબ જોશથી કે થોડા લોકો નાચી રહ્યા છે. આ જ સમયે વૃદ્ધ વ્યક્તિ પણ લોકોમાં ભારે ઉત્સાહથી ઠુમકા લગાવી રહ્યો હોય છે. આ વૃદ્ધ વ્યક્તિ જોતા તમને એવું લાગશે કે જાણે તેઓ બધું ભૂલી ગયા હોય અને ડાન્સમા જ ડૂબી ગયા હોય. પરંતુ તે જ સમયે એક વૃદ્ધ મહિલા લાકડી લઈને ત્યાં આવી પહોચે છે અને વૃદ્ધ કાકાની પાછળ દોડીને કાકાને દોડાવી મુકે છે. આ સાથે જ વૃદ્ધ પુરુષ જ્યાં નાચતા હોય છે તે ત્યાંથી ભાગે છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 26 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોને આ વીડિયોમા વૃદ્ધ કાકાના ઠુમકા ખૂબ જ પસંદ આવે છે. લોકો પણ આ ઉમરે કાકાનો આવો ડાન્સનો શોખ જોઇને મજા લઈ રહ્યા છે. આ વીડિયોના વાયરલ થવા અંગે વાત કરીએ તો અત્યાર સુધીમા આ વીડિયોંને ઘણી લાઈક્સ પણ આવી રહી છે.

આ વીડિયો જોઈને બધા કહી રહ્યા છે કે ભલે ઉમર ગમે તેટલી હોય પણ પતિ હંમેશાં તેની પત્નીથી ડરતો હોય છે. વૃદ્ધ વ્યક્તિ જેવો તેની પત્નીને જોવે છે કે એકદમ સ્પીડથી ત્યાથી ભાગે છે જે જોવા જેવુ છે. લોકો આ વીડિયો પર જોરદાર કમેન્ટસ પણ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!