પિઝા ડિલીવરી બોયે સાઉથની હિરોઇન સાથે કર્યુ એવુ કામ કે.., આ કિસ્સો વાંચીને ચેતી જજો તમે પણ

પિઝા ડિલીવરી બૉયથી ચેતી જાઓ – સાઉથની હીરોઈનનો નંબર શેર કર્યો એડલ્ટ ગૃપ્સમાં

આજકાલ ઓનલાઈન વ્યવહારોને કારણે તમારો પર્સનલ ડેટા જગજાહેર થતાં જરા પણ વાર નથી લાગતી. તેનાથી તમને ઢગલાબંધ સગવડ તો મળે જ છે પણ તેની સાથે સાથે તમારે કેટલાક જોખમનો સામનો પણ કરવ પડે છે. ખાસ કરીને તમારા ફોન નંબરને લઈને તમારી સાથે ઘણી બધી છેતરપીંડીઓ પણ કરવામાં આવે છે. ખાસ કરીને જો ફોન કોઈ મહિલાનો હોય તો તો જોખમ બેગણું વધી જાય છે.

image source

સાઉથ ઇન્ડિયન અભિનેત્રી ગાયત્રી સાંઈને કદાચ તમે નામે નહીં જાણતા હોવ પણ તમને જણાવી દઈએ કે તેણીએ મણિરત્નમ દીગ્દર્શિત ફિલ્મ અંજલીમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તીરેક ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ તેનમપેટ ઓલ મહિલા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવી છે.

તેણીએ ફરિયાદ કરી છે કે ચેન્નઈના એક ડોમિનોઝ પિઝા આઉટલેટના એક ડિલીવરી એજન્ટે કથિત રૂપે વ્હોટ્સએપ પર ગાયત્રીનો નંબર એડલ્ટ ગૃપમાં શેર કરી દીધો હતો.

image source

ફરિયાદ નોંધાવ્યા બાદ એક્ટ્રેસે ટ્વિટર પર પણ પોતાની સાથે ઘટેલી આ ઘટના વિષેની વાત શેર કરતા લખ્યુ હતું કે તેનમપેટમાં એક ડોમિનોઝ પિઝા આઉટલેટના એક ડિલીવરી એજન્ટે 9 ફેબ્રુઆરીના રોજ નશાની હાલતમાં તેણીના ઘરે પિઝા પહોંચાડ્યા હતા.

image source

તેણીએ આગળ લખ્યું, ‘ડોમિનોઝ ઇન્ડિયા, એક વ્યક્તિએ ચેન્નઈમાં મારા ઘરે 9 ફેબ્રુઆરીના રોજ નશાની હાલતમાં પિઝા ડીલીવર કર્યો હતો અને મારો નંબર એડલ્ટ ગૃપ્સમાં શેર કરી દીધો, મારી ફરિયાદ હજુ સુધી તમે સાંભળી નથી કારણ કે તમારી ઓફીસે હજુ સુધી મારી સાથે વાત નથી કરી. તેણે શેર કરેલા ઘણા બધા કોલ અને વ્હોટ્સએપ મેસેજ મારા પર આવવા લાગ્યા છે, પ્લીસ બી સેફ ઓલ.’

image source

તેણીએ એક મેસેજનો સ્ક્રીનશોટ પણ અહીં શેર કર્યો છે. જે તે ડિલીવરી બોયના એક ગૃપ પર એક્ટ્રેસને નંબર શેર કર્યા બાદ તેની સાથે સંપર્ક કર્યો હતો તેનો છે. તેણીની આ ફરિયાદને ચેન્નઈ પોલીસના એડીજીબીએ ઓલ વુમન સ્ટેશનમાં ટ્રાન્સ કર્યો છે.

તેણીએ ચિંતા વ્યક્ત કરી છે કે અને આશા વ્યક્ત કરી છે કે બીજી એનલાઈન એપ્સ આપણો નંબર બીજાઓ સાથે શેર ન કરે. આપણા મોટા ભાગના ઓર્ડર્સ આજકાલ ઓનલાઈન થઈ ગયા છે. માટે આપણે ચેતતા રહેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ