કપિલ શર્મા રિલેક્સ થઇને બેઠો સમુદ્ર કિનારે, તસવીર જોઇને તમને પણ લાગશે નવાઇ

કપિલ શર્માના વેકેશન ફોટોસ

image source

કપિલ શર્માએ વેકેશન એન્જોય કરતા ફોટો શેર કર્યા છે પણ લોકેશન વિષે કોઈ ખુલાસો કર્યો નથી. ફોટોસમાં કપિલ શર્મા રીલેક્સ કરતા નજર આવી રહ્યા છે.

કોમેડીના ઉસ્તાદ કપિલ શર્મા પોતાના વેકેશન સિક્રેટ જ રાખે છે. આ વખતે પણ કપિલ શર્માએ પોતાની રજાઓ વિષે કોઈને જણાવ્યું નથી. પણ હા વેકેશન એન્જોય કરતા ફોટોસ જરૂરથી શેર કર્યા છે પરંતુ લોકેશનનો કોઈ ખુલાસો નથી કર્યો. ફોટોસમાં કપિલ શર્મા રીલેક્સ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર એક ફોટો શેર કરી છે. આ ફોટાની સાથે કપિલ શર્માએ ભલે ને લોકેશનનો ખુલાસો નથી કર્યો પરંતુ ઈશારા દ્વારા એ જણાવ્યું છે કે તેઓ કોઈ સમુદ્ર કિનારાવાળી લોકેશન પર રીલેક્સ કરી રહ્યા છે. ખુબસુરત રિસોર્ટની બાલ્કની માંથી સમુદ્રના નીલા પાણીને નિહારતા કપિલ શર્માની આ લોંગ શોટ ફોટો ખુબ જ શાનદાર છે.

છેલ્લે ક્યારે લીધો હતો બ્રેક?

image source

કપિલ શર્માના પાછલા વેકેશનની વાત કરીએ તો કપિલ શર્માએ છેલ્લે જુલાઈ, ૨૦૧૯માં કામથી બ્રેક લીધો હતો. કપિલ શર્મા પત્ની ગીન્ની ચતર્થની સાથે બેબીમુન માટે કેનેડા ગયા હતા. આ દરમિયાન કપિલ શર્માએ કેનેડાથી કેટલીક મજેદાર ફોટોસ શેર કરી હતી. ત્યારબાદ કપિલ શર્માને ઓછી જ વાર કામથી બ્રેક લેતા જોવામાં આવ્યા છે. હા, કો-સ્ટાર્સની સાથે કપિલ શર્મા અરુણાચલ પ્રદેશ અને દુબઈની શાનદાર ટ્રીપ પર જોવામાં આવ્યા છે.

image source

કપિલ શર્માના વર્કફ્રંટની વાત કરીએ તો કપિલ શર્મા શોમાં આ વીકેંડ પર ફિલ્મ ‘બાગી-૩’ની ટીમ જોવા મળવાની છે. ફિલ્મ ‘બાગી-૩’ના પ્રમોશન કરવા માટે ટાઈગર શ્રોફ, શ્રધ્ધા કપૂર અને રીતેશ દેશમુખ કપિલ શર્માના શોમાં આવી શકે છે. એમાં કપિલ શર્માની મસ્તી ખુબજ જોવા મળશે. કપિલ શર્મા શોમાં આવનાર મેહમાનો અને શોની પરમેન્ટ ગેસ્ટની સાથે ઘણી બધી મસ્તી કરતા જોવા મળી શકે છે.

image source

આપને જણાવીએ કે કપિલ શર્મા હજી ત્રણ મહિના પહેલા જ એક દીકરીના પિતા બન્યા છે. કપિલ શર્માએ પોતાના ફેંસ માટે દીકરી અનાયરા શર્મા સાથે એક ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘અમારા જીગરના ટુકડા અનાયરા શર્માને મળો.’

 

View this post on Instagram

 

Meet our piece of heart “Anayra Sharma” ❤️ 🙏 #gratitude

A post shared by Kapil Sharma (@kapilsharma) on

આ ફોટોને શેર કરતા જ કપિલ શર્માને બોલીવુડ, ક્રિકેટ અને ટીવીના કેટલીક મોટી સેલીબ્રીટીઓએ શુભકામનાઓ આપી હતી. આમ જોઈએ તો અનાયરા શર્માનું આ પહેલું વેકેશન માતા ગીન્ની ચતર્થ અને પિતા કપિલ શર્મા સાથે માણી રહી છે.

image source

ઉપરાંત કપિલ શર્માના આ વેકેશન ટ્રીપમાં કપિલ શર્માને દીકરી અનાયરા સાથે વધારે સમય વિતાવવા મળી શકશે. કપિલ શર્મા એન્જોય ધ ફેમીલી ટાઇમ….

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ