પીઠ અને ગરદનમાં સતત દુખાવો થવો, કોમ્પ્યુટર પર કામ કરનાર માટે ખાસ…

શું તમારે નિયમિત કોમ્પ્યુટર કે લેપટોપ સામે બેસી રહેવાનું કામ છે? સતત આ કામ કરવાને કારણે તમારી ગરદન અને પીઠમાં દુખાવો થવા લાગે છે. આવામાં આ તકલીફને કારણે થાકી જવું, માથામાં દુખાવો થવો, કામમાં મન લાગવું નહિ, સાંધામાં દુખાવો થવો અને તણાવમાં વધારો થવો વગેરે જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી કરોડરજ્જુમાં તકલીફ થતી હોય છે.

વધારે સમય સુધી એકની એક જગ્યાએ બેસી રહેવું એ આની પાછળનું મુખ્ય કારણ છે. જો તમને સતત આ તકલીફ હોય તો તમારે કામની વચ્ચે વચ્ચે થોડીવાર માટે ઉભા થવું અને થોડું ચાલવું, તમારે દર બે કલાકે થોડીવાર માટે ઉભું થવું જોઈએ. ઘણીવાર યોગ્ય જૂતા ચપ્પલ ના પહેરવાથી પણ આ દુખાવો થતો હોય છે.

સેન ફ્રાંસીસ્કો સ્ટેટ યુનિવર્સીટીના સહાયક પ્રોફેસર એરિક પેપરનું કહેવું છે કે જયારે તમારી બેસવાની સ્થિતિ સીધી હોય ત્યારે તમારા પાછળના ભાગની માંસપેશીયોએ તમારા માથાને અને ગરદનને સહારો આપે છે. સાથે સાથે જે પણ મિત્રો ઓફિસમાં કામ કરતા હોય છે અને કામના ભારણના કારણે બરોબર જમી શકતા નથી અને બહારનું ખાવાનું ખાય છે તેમના માં પણ આ તકલીફ જોવા મળે છે. તમારે તમારા ભોજનમાં કેલ્સિયમ અને વિટામીન વાળું ભોજન લેવું જોઈએ. આનાથી હાડકાં મજબુત થાય છે અને લાંબા સમય સુધી તમને પીઠના દુખાવાથી અને ગરદનના દુખાવાથી રાહત મળશે.

પીઠ દર્દ અને ગરદનમાં દર્દ થવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે આજે કોઈને પણ થોડું પણ વજન ઉચકવું ગમતું નથી. જો કે મશીન અને બીજી વસ્તુઓની મદદથી એવું કરવાની જરૂર પણ નથી પડતી. તો જો તમે પણ વજન ઉચકતા નથી તો તમને પણ આ તકલીફ થઇ શકે છે. તો હવેથી તમારે પણ થોડું થોડું વજન ઉચકવાની શરૂઆત કરવાની છે. તેનાથી તમારી પીઠમાં દર્દ અને ગરદનમાં દર્દમાં રાહત મળશે.

નિયમિત કસરત અને યોગ્ય ડાયટથી તમારી આ સમસ્યામાં સુધારો આવી શકે છે. ઘણા લોકો એવા હોય છે જેમને રાત્રે પુરતી ઊંઘ નથી આવતી પણ તમે જાણી લો કે તમારી ગરદન અને પીઠમાં દુખાવા પાછળ પુરતી ઊંઘ ના લેવી એ પણ એક કારણ હોઈ શકે છે. દિવસભર થોડી મહેનત કરવાની રાખશો તો તમે રાત્રે આરામથી ઊંઘી શકશો. જો દુખાવો વધારે પડતો હોય એટલે કે સહન ના થતું હોય તો એકવાર ડોક્ટરની મુલાકાત લેવી યોગ્ય ગણાશે.