કેનેડા જવાનું વિચારી રહ્યા છો કે પછી કેનેડા પહોચી ગયા છો? આ ટીપ્સ તમને થશે મદદરૂપ…

જો તમે કેનેડા જવાના છો અથવા ત્યાં જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો, તો આ કેટલીક સુપર ટીપ અચૂક યાદ રાખજો.

કેનેડા જવા વાળા અથવા, તે વિશે પ્લાન કરનારા લોકોના મગજમાં ઘણી દુવિધા હોય છે કે ત્યાં જઈને શું કરવું અથવા શું ન કરવું! આથી આજે અમે, તે માટેની સુપર ટીપ લાવ્યા છીએ.

જાણો શું છે એ…

૧. કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે તેની કિંમતને રૂપિયામાં ન ગણવી. આમ કરવાથી તમારા મગજમાં ફક્ત નકામો તણાવ જ વધશે. શરૂઆતના સમયમાં તો ખાસ.

૨. તમારા દેશના માણસો અથવા નજીકના લોકો સાથે જ રહેવું, એવું મગજમાં ન રાખવું.

તમારા શહેરના તેમજ નજીકના લોકો તમારો સાથ વધારે સારી રીતે નિભાવી શકે, તેમજ તમને સારી રીતે સમજી પણ શકે, આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. આમ છતાં તેવું મગજમાં બાંધીને ન ચાલવું. કારણ કે ત્યાંના લોકો અથવા બીજા કોઈ પણ ઈમિગ્રન્ટ્સ તમને સાચી સલાહ આપી શકે છે. જો કે જે લોકોને કેનેડાથી સંતોષ ન હોય, એવા લોકોથી દુર રહેવું કારણ કે તેઓ તમારા મગજમાં નકારાત્મક વિચારો પેદા કરી શકે છે.

૩. કેનેડાની સંસ્કૃતિ વિશે જાણો.

ગુગલ કરીને કેનેડાની સંસ્કૃતિ વિશે વાંચવું, ફક્ત એટલું જ કરવાથી તમને કઈ ખબર નહિ પડે. કોઈ પણ દેશની સંસ્કૃતિ ગુગલ બતાવી તો શકશે, પણ અનુભવ નહિ કરાવી શકે. કેનેડા જઈને, ત્યાના લોકો તમારી જોડે કઈ રીતે વાત કરે છે, માન કઈ રીતે આપે છે, તેઓના હાવભાવ, વાત કરવાનો અવાજ દરેક વસ્તુ તમને કઈકનું કઈક શીખવાડતી જશે.

એ દેશમાં તમારે રહેવાનું છે, આથી તેની સંસ્કૃતિ સમજવા અને એ રીતે વર્તવા પ્રયત્ન કરો.

૪. દરેક વસ્તુને જોવાનો નજરીયો બદલવો.

તમારા દેશમાં કોઈક કામ કરવાની એક રીત હોય અને આ દેશમાં એ કામ કોઈક બીજી જ રીતે…તો તે બન્ને વચ્ચેનો તફાવત સમજીને નવી રીતને સ્વીકારો. જો આમ નહિ કરો, તો તમે બધા કરતા અલગ પડી જશો. પશ્ચિમી લોકો તમારી જોડે ભેદભાવ અથવા ખરાબ વ્યવહાર કરતા હોય તેવું પણ લાગશે.

૫. વાતચીત કરવાની રીત

જોબ ઈન્ટરવ્યું મોટા ભાગે મોબાઈલ ઉપર લેવાતો હોય છે અને એ વાતચીત દરમિયાન તમારી વાત કરવાની રીત અથવા અંગ્રેજી બોલવાની ઢબમાં જો તેઓને કોઈ પણ ખામી દેખાય, તો તેઓ તમારા ઉપર વિશ્વાસ નહિ કરે અને નવા ઈમિગ્રન્ટસ આ જ કારણે ઈન્ટરવ્યુંમાં ફેલ થતા હોય છે. તમારી કમ્યુનિકેશન સ્કીલ ઉપર ખાસ ધ્યાન આપવું.

૬.  તકલીફો માટે તૈયાર રહેવું.

નોકરી બદલતી વખતે, નવા લોકો જોડે, નવા કામ સાથે સેટ થતા આપણા દેશમાં પણ ઘણો સમય લાગે છે તો પછી બીજા દેશમાં જઈ, ત્યાની નવી સંસ્કૃતિમાં નવા લોકો જોડે સેટ થવું અને એ પણ ઘર વગર…શરૂઆતમાં અઘરું સાબિત થાય છે. આથી તકલીફો માટે તૈયાર રહેવું.

 લેખન સંકલન : યશ મોદી