જાણો ક્યાં દિવસે અર્પણ કરવુ જોઈએ પીપળાના ઝાડ પર જળ, તમારી ભુલ બનાવી શકે છે તમને પાયમાલ

મિત્રો, આપણા હિન્દુ ધર્મમા પીપળાનુ અત્યંત વિશેષ મહત્વ છે. આપણા પૌરાણિક શાસ્ત્રોમા પણ આ વૃક્ષને વિશેષ સ્થાન આપવામા આવ્યુ છે. આ વૃક્ષને પરમ પૂજનીય અને આદરણીય માનવામા આવે છે કારણકે, આ વૃક્ષના દરેક ભાગમા ઈશ્વરનો વાસ થાય છે. એવુ કહેવામા આવે છે કે, આ વૃક્ષ એ વિશ્વવૃક્ષ છે, તેમા સાક્ષાત પ્રભુ શ્રી હરીનો વાસ થાય છે અને આ કારણોસર તેને હરીવૃક્ષ તરીકે પણ ઓળખવામા આવે છે.

image source

આપણા હિંદુ ધર્મના એક પૌરાણિક ગ્રંથ શ્રીમદ્ ભાગવત ગીતામા પ્રભુ શ્રીકૃષ્ણ એ સ્વયમ કહેલુ છે કે, ‘ આ પીપળના વૃક્ષમા સદાય હુ સદાય વાસ કરીશ’. આ ઉપરાંત અમુક પૌરાણિક માન્યતાઓ મુજબ પીપળાના મૂળમા પ્રભુ શ્રી બ્રહ્મા વાસ કરે છે, આ વૃક્ષના થડ અથવા મધ્ય ભાગમા પ્રભુ શ્રી નારાયણ અને આ વૃક્ષના અગ્ર ભાગમા મહાદેવનો વાસ થાય છે.

image source

આ સિવાય અન્ય એક પૌરાણિક શાસ્ત્ર સ્કંદ પુરાણમા એવો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, પ્રભુ શ્રીનારાયણ એ પીપળાના મૂળ, થડ, મધ્ય ભાગ, ડાળીઓ, પાંદડા, ફળો સર્વસ્વમા સમાવિષ્ટ છે. આ સિવાય અથર્વવેદ અને છાન્દોગ્યોપનિષદમા પણ પીપળાના વૃક્ષ નીચે દેવતાઓના સ્વર્ગનુ વર્ણન કરવામા આવે છે.

image source

આ તમામ તથ્યોના આધાર પર એવુ માનવામા આવે છે કે, જે કોઈપણ વ્યક્તિ વિધી-વિધાન મુજબ પીપળના વૃક્ષનુ પૂજન કરે છે, તેમની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જો કોઈ વ્યક્તિ શાસ્ત્રોમા દર્શાવવામા આવેલા નીતિ-નિયમો મુજબ પીપળના વૃક્ષનુ પૂજન નથી કરતા તો તેમણે આજીવન કષ્ટ અને પીડાઓનો સામનો કરવો પડે છે તથા તેમના જીવનમા દુ:ખનો પહાડ તૂટી શકે છે.

image source

આ ઉપરાંત એવુ માનવામા આવે છે કે, જો કોઈ વ્યક્તિ શનિવારના દિવસે પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનુ પઠન કરે અથવા તો શનિવારની રાત્રે પીપળના ઝાડ નીચે દીવડો પ્રગટાવવામા આવે તો તે માનવીના જીવનમા અઢળક ખુશીઓ આવશે અને આ વ્યક્તિને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થશે.

image source

આ સિવાય જો શનિવારના દિવસે પીપળના ઝાડને જળ અર્પણ કરવામા આવે તો તે ખૂબ જ શુભ માનવામા આવે છે. શનિવારના દિવસે આ કાર્ય કરવાથી તમને તમારા ઈચ્છિત ફળની પ્રાપ્તિ થઇ શકે છે પરંતુ, જો કોઈ વ્યક્તિ રવિવારના દિવસે પીપળના ઝાડ પર પાણી અર્પણ કરે છે, તો તેના જીવનમા કંગાળી આવી જાય છે. તેથી, ક્યારેય ભૂલથી પણ રવિવારના દિવસે પીપળના ઝાડ પર પાણી અર્પણ કરવુ જોઈએ નહી.

image source

આ સિવાય જો તમે શનિવારના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને ત્યારબાદ પીપળાના વૃક્ષ નીચે બેસીને ધ્યાન ધરો અને ત્યારબાદ વિધિવત પૂજન-અર્ચન કરો તો તમારા અધૂરા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઇ જાય છે તથા તમારા આવકના સ્ત્રોતમા પણ વૃદ્ધિ થાય છે, જેથી તમારી આર્થિક સ્થિતિ પ્રબળ બને.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ