જો તમે ફોનમાં આ 3 સેટિંગ કરી દેશો તો ફોનની બેટરી નહિં થઇ જાય જલદી લો, જાણો અને આજે જ કરો આ કામ

મિત્રો, હાલ દિન-પ્રતિદિન સમય આધુનિક બનતો જાય છે અને આ આધુનિક સમયમા રોટી, કપડા અને મકાનની સાથે એક અન્ય વસ્તુ પણ લોકો માટે આવશ્યક બની ચુકી છે અને તે છે મોબાઈલ. હાલ, મોબાઈલ પણ લોકોની દૈનિક જીવન જરૂરીયાત બની ચુક્યો છે. લોકો ઉઠે એટલે બ્રશ કરે કે ના કરે પરંતુ, ઉઠીને મોબાઈલ સૌથી પહેલા હાથમા લે છે અને આખો દિવસ મોબાઈલમા જ રચ્યા પચ્યા રહે છે.

image source

આ મોબાઈલ ફોનનો એક મહત્વપૂર્ણ ભાગ છે બેટરી. જો ફોનની બેટરી યોગ્ય રીતે કાર્ય કરતી હોય તો તમારો ફોન પણ યોગ્ય રીતે કાર્ય કરે છે પરંતુ, જો તમારા ફોનની બેટરીમા કોઈ પ્રોબ્લેમ સર્જાય જેમકે, આપણા ફોનની બેટરી વારંવાર ઉતરી જાય છે તો તમારુ બધું જ અગત્યનુ કાર્ય રોકાઇ જાય છે.

image source

જો આપણે કોઇ કામથી ઘરની બહાર જતા હોઇએ અને ફોનની બેટરી લો હોય તો આપણે આપણુ કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરી શકીએ નહિ. માટે જો તમે આ ફોનની લો બેટરીની સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આજે આ લેખમા અમે તમને અમુક વિશેષ ઉપાયો વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ.

image source

લો બેટરીની સમસ્યામાંથી મુક્તિ મેળવવા અને ફોનની બેટરીને લાંબો સમય ચલાવવા માટે આપણે ફોનનુ ઇન્ટરનેટ ઓફ કરી દેવુ જોઈએ. આ ઉપાય અજમાવવાથી તમારી બેટરીનુ આયુષ્ય લાંબુ થઇ જાય છે. આ સિવાય ઘણીવાર એવુ પણ થતુ હોય છે કે, ઘણીવાર આપણી જાન બહાર જ ફોનમા બેકગ્રાઉન્ડમા અમુક પ્રકારની ઍપ્સ ચાલતી હોય છે.

image source

આ એપ્સ વિના કારણે મોબાઈલ ડેટા વધારે ઉપયોગ કરે છે તેમજ તેની સાથોસાથ બેટરીને પણ વધુ પડતી ઉપયોગ કરે છે. આ પ્રકારની એપ્લીકેશનને તમારા સ્માર્ટફોનમાથી તુરંત અનઇન્સ્ટોલ કરી દો અથવા તો તમારા ફોનના સેટિંગમા જઇને આ એપ્લીકેશનને ફોર્સ સ્ટોપ કરી દો. આ સેટિંગ કરવાથી બેટરી ત્યારે જ ખર્ચ થશે જ્યારે તમે તેને ઓપન કરશો.

image source

આ સિવાય તમારે સ્માર્ટફોનની સેટિંગમા જઇને બેટરી યુસેજ નામનો એક વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારે વ્યુ ડિટેઇલ્ડ ડેટા નામના વિકલ્પને ટેપ કરીને પસંદ કરવો પડશે જેથી, તમને ખ્યાલ આવશે કે, કઇ એપ કેટલી બેટરી યુઝ કરે છે તેની માહિતી મળી જશે.

image source

દરેક એપમા જઇને યુઝર તેની રિસ્ટ્રિક્શનને સેટ કરી શકે છે. તે સિવાય બેટરી સેવ કરવાનો એક સરળ પ્રકાર છે કે, તમે તમારા ફોનમા બેટરી સેવર ઓન કરી દો. આ વિકલ્પ યુઝર્સને જ મળે છે. માટે જો તમે પણ લો બેટરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો અજમાવો આ ટીપ્સ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ