એકદમ ફિટ ખેલાડીઓ પણ હાર્ટ-અટેક અને બ્લોકેજનો બને છે શિકાર, જાણો હૃદયરોગથી કેવી રીતે બચીને જીવશો

મિત્રો, હાલ ૨ જાન્યુઆરીના રોજ બી.સી.સી.આઈ. ના અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને હળવો એવો હૃદયનો હુમલો આવ્યો હતો. તેમના હૃદયની ત્રણ નળીઓમા બ્લોકેજ મળી આવતા તેણે એન્જિઓપ્લાસ્ટી કરાવવુ પડ્યુ હતુ. આ અગાઉ ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન કપિલ દેવ અને ડાન્સર રેમો ડિસાઝાને પણ આ સમસ્યા થઇ હતી.

image source

આ બધા જ એવા લોકો છે કે, જે ફિટનેસને પોતાના જીવનમા પહેલી પ્રાયોરીટી આપે છે તો પછી આવા લોકો હૃદય સાથે સંકળાયેલી બીમારીઓનો શિકાર કેવી રીતે બની શકે છે? બસ આ જ પ્રશ્નનો જવાબ આજે આ લેખમા આપણે મેળવીશુ, તો ચાલો જાણીએ શું છે આ પાછળનું વાસ્તવિક તથ્ય?

image source

આ લોકો ફીટ અને તંદુરસ્ત હોય છે એવી આપણી માન્યતા છે પરંતુ, આ લોકો પણ અંતે તો માણસ જ છે ને? આ લોકોને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે જેમકે, હૃદયમા બ્લોકેજ થવા પાછળ બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, કોલેસ્ટેરોલ, વ્યસન અને તે સિવાય તેમની તણાવથી ભરેલુ જીવન પણ હોય શકે છે.

image source

આ સિવાય હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ થવામા આનુવંશિક પરિબળ પણ જવાબદાર સાબિત થઇ શકે છે. જો તમારી ફેમીલીમા કોઈને આ સમસ્યા હોય તો તમને પણ વારસામા આ સમસ્યા મળી શકે છે. આ સિવાય તમારી જીવનશૈલી પણ આ માટે જવાબદાર સાબિત થઇ શકે છે.

image source

કોઈપણ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ વ્યક્તિ હોય કે કોઈ એક્ટિવ વ્યક્તિ હોય તેમના લોહીની અંદર ચરબી જમા થવાની પ્રક્રિયા નિરંતર ચાલુ જ રહેતી હોય છે. આ સમસ્યા લગભગ ૩૫-૪૦ વર્ષની ઉંમર થાય તે પછી ધીમે-ધીમે વધતી જાય છે. જો કે હૃદયનુ બ્લોકેજ જાણવા માટે એન્જિયોગ્રાફી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

image source

જ્યારે તમે ટ્રેડમીલ તપાસ કરાવો ત્યારે તમારા હૃદયના ધબકારા, તમારુ બ્લડપ્રેશર અને તમારુ ઈ.સી.જી. આ ત્રણેય વસ્તુઓ ચેક થતી હોય છે અને તેના પરથી ખ્યાલ આવે છે કે, તમારા હૃદયની કાર્યક્ષમતા કેટલી છે અને તમારુ હૃદય નબળું છે કે નહી? ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી કરવી કે કેમ તેનો નિર્ણય લઈ શકાય છે.

image soucre

જો એકવાર નળી ૭૦ કે ૮૦ ટકા કરતા વધુ બ્લોક થઇ હોય અને તમારુ હૃદય પણ વધારે નબળુ હોય તો તમે બ્લોકેજની સારવાર અલગ-અલગ રીતે કરી શકો છો. જો તમે દાક્તરની સલાહ મુજબ દવાઓ લો તો બ્લોકેજને આગળ વધતા અટકાવી શકો છો. આ સિવાય જો બ્લોકેજ ઓછુ હોય હોય તો સ્ટેન્ટ પણ મૂકી શકાય છે પરંતુ, મલ્ટીપલ બ્લોકેજ એકસાથે ખોલી શકાય નહિ એટલે તે સમયે બાયપાસ સર્જરી કરવી પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત