ટાઈટ જીન્સની આદતથી થાય છે આ મોટી સાઈડ ઇફેક્ટ્સ

અનેક મહિલાઓ અને પુરુષોને ટાઈટ જીન્સ પહેરવાની આદત હોય છે. આ આદતને તેઓ ફેશન સિમ્બોલ માની લેતા હોય છે પણ આ જીન્સ ફેશનમાં રાખવાની સાથે તમને કમ્ફર્ટ આપે છે. આ સ્ટાઈલિશ અને કમ્ફર્ટ લૂકની સાથે તેનું ફેશન વધી રહી છે. ખાસ કરીને મહિલાઓ આ ટાઈટ જીન્સ પહેરવાનું પસંદ કરે છે. જો તમે પણ આ બોડી ફિટ જીન્સ પહેરવાનું પસંદ કરો છો તો તેના નુકસાન પણ જાણી લો તે જરૂરી છે.

image source

ટાઈટ જીન્સ પહેરવાથી તમે અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરો તે શક્ય છે. એટલું નહીં ટાઈટ જીન્સ પહેરવાના કારણે મોત પણ થઈ શકે છે. જો તમે કેટલીક નાની વાતનું ધ્યાન નહીં રાખો તો તમે મુશ્કેલ સ્થિતિનો સામનો કરો તે શક્ય છે.

image source

વિશેષજ્ઞોનું કહેવું છે કે ટાઈટ જીન્સ પહેરવાથી પગમાં લોહીનો સપ્લાય બંધ થઈ જાય છે. વિશેષજ્ઞોના મતે ટાઈટ જીન્સ પહેરવાથી તમે પગ હલાવી શકતા નથી અને નસો પણ હલી શકતી નથી અને બ્લોક થઈ જાય છે. આ સાથે તમારી નર્વ્સ કંપ્રેસ થવા લાગે છે અને મસલ્સમાં લોહીની ખામી રહે છે. તો જાણો ટાઈટ જીન્સ પહેરવાથી શરીરને અન્ય કયા નુકસાન થાય છે.

સ્કીનની સમસ્યા

image source

મોટાભાગે લોકો ઓફિસમાં કે ફરવા જતી સમયે આ પ્રકારના જીન્સ પહેરે છે. લાંબા સમય સુધી ટાઈટ જીન્સ પહેરવાથી તમારી સ્કીન પર ખરાબ અસર પડે છે કેમકે તેનું કાપડ જાડું હોય છે અને તે સ્કીન સાથે ચોંટી જાય છે. એવામાં સ્કીનને જરા પણ હવા મળતી નથી અને સ્કીનમાં ખંજવાળની સાથે સાથે રેડનેસની સમસ્યા રહે છે.

બ્લડ સર્ક્યુલેશન રોકાઈ જાય છે

લાંબા સમય સુધી ટાઈટ જીન્સ પહેરવાથી થાઈઝમાં લોહીની અવરજવર રોકાઈ જાય છે અને પગ ફૂલી જાય છે. અનેક વાર વ્યક્તિ બેહોશ થઈ જાય છે. અનેક કેસ સામે આવ્યા છે જેમાં જીન્સ કાપીને લોકોને બચાવવાની ફરજ પડી હતી.

સ્કીન કેન્સરનો રહે છે ખતરો

image source

રિસર્ચના આધારે ટાઈટ જીન્સ પહેરવાથી સ્કીન કેન્સરનો ખતરો વધે છે. એટલું નહીં લાંબા સમય સુધી ટાઈટ જીન્સ પહેરવાથી પગની નસોમાં બ્લડ ક્લોટ્સ બનવા લાગે છે અને સાથે લોહીનું સર્ક્યુલેશન ધીમું પડે છે. આ સાથે ટાઈટ જીન્સ પહેરવાથી ડીવીટીની સમસ્યા હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ