પેટની ગડબડો માટે અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર…

પેટની ગડબડો માટે અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર

ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ આંતરડાનો એક રોગ છે. જેમાં અચાનક બેઠા બેઠા જ એકદમથી આંતરડાંમાં પીડા થાય છે અને ઝાડો આવવાનો અનુભવ થાય છે. ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમના રોગીને વારંવાર ઝાડો લાગે છે, તેનું પેટ ફૂલી જાય છે, કબજીયાત રહે છે અને હંમેશા પેટના દુઃખાવાથી ત્રસ્ત રહે છે.

આ બીમારી લાંબો સમય ચાલતી રહે છે. ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ રોગમાં લાંબા સમય સુધી ઝાડા થાય છે, રોજ 5-6 વાર ઝાડો થાય છે, ગેસ ખુબ નીકળે છે.

આ રોગ મોટાભાગે ચિંતાના કારણે થાય છે અથવા તો કંઈ પણ આડું અવળું ખાવાથી થાય છે. માટે તેની સારવાર કરતાં પહેલાં વ્યક્તિએ ચિંતાથી દૂર થવું જોઈએ અને વ્યવસ્થિત આહાર લેવો જોઈએ. અને માત્ર પચે તેવો જ ખોરાક લેવો જોઈએ.

તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે તમને અચાનક ચિંતા થવા લાગે છે અથવા ટેન્શન થાય છે ત્યારે તમારા પેટમાં પીડા થાય છે અને તમારે બાથરૂમ જવું પડે છે. તાણ અને ચિંતાને દૂર કરવા માટે ધ્યાન, પ્રાણાયામ અને યોગનો આશરો લેવો જોઈએ.

ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમના ઘરગથ્થુ ઉપાય.

ધાણા

  • 1. એક ચમચી આખા ધાણા, એક ચમચી બુરુ ખાંડ બન્ને ચાવીને ખાવું અને છેલ્લે પાણીથી ગળી જવું. ઝાડામાં રાહત થાય છે.
  • 2. રાત્રે ધાણા પાણીમાં પલાળી સવારે પાણી ગાળી બુરુ ખાંડ અથવા સાકર ભેળવી રોજ પીવું. આ પ્રયોગ ઘણાબધા લોકો પર સફળતા પૂર્વક અજમાવવામાં આવ્યો છે.


બેલ, ધાણા, સાકર, વરિયાળી

અમીબેબાયસિસ, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, વારંવાર ઝાડો થવો, ચૂંક આવવી, પેચિશ, વિગેરે પાચન તંત્રના રોગ, રોગ નવો હોય કે જુનો તેમાં નિચે જણાવેલા પ્રયોગો ખુબ જ કારગર છે.

વાટેલા ધાણા, સાકર, વરિયાળી બેલ (બેલગિરીનું ફળ)નું ચુરણ આ બધાને 100-100 ગ્રામના પ્રમાણમાં મિક્સ કરો. હવે તેમાં 25 ગ્રામ વાટેલી સૂંઠ મિક્સ કરો આ મિશ્રણને જમવાના એક કલાક પહેલાં ચાર વાર 2-2 ચમચી ફાંકી લેવું.

હળદર

આ રોગમાં હળદર પણ ખુબ લાભકારક છે. ભોજનના એક કલાક પહેલાં અથવા એક કલાક પછી અરધી ચમચી વાટેલી હળદર ઠંડા પાણી સાથે ફાંકી લેવી. આંતરડાના રોગોમાં હળદર ખુબ લાભદાયક છે.

ઇસબગુલ

ઇસબગુલ ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમમાં ખુબ જ લાભપ્રદ છે. ઇસબગુલ ફાયબરનો ખુબ સારો સ્રોત છે. તે મળને બાંધી રાખે છે. અને આ રોગમાં તો આ રામબાણ છે. ભોજનના 15 મિનિટ પહેલાં એક ચમચી ઇસબગોલની છાલ ઠન્ડા પાણી સાથે લેવી.

ઘરે બનાવો ચૂર્ણ

સૂંઠ, નાગરમોથા, અતીસ અને ગિલોય આ બધું આયુર્વેદની દુકાનમાંથી મળી જશે. આ બધાને સમાન પ્રમાણમાં લઈ ચૂરણ બનાવી લો. પછી 10ગ્રામ ચૂરણ લઈ 400એમએલ પાણીમાં નાખી ઉકાળી લો પછી જ્યારે 100એમએલ પાણી બચી જાય એટલે ઉતારી ચાળી લેવું. તેનો સવાર સાંજ ખાલી પેટે ઉપયોગ કરવો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ