પેટ ખુશ તો આપણે પણ ખુશ, વાંચો પેટને તેલ મસાજથી કેવીરીતે સ્વસ્થ રાખશો…

એવું કહેવાય છે કે પેટ ખુશ તો આપણે પણ ખુશ હા આપણા શરીરના બધા જ રોગોનું મૂળ કારણ પેટ રોગ છે. જો પેટ રોગ સમસ્યા ના હોય તો સ્વાસ્થ્ય આપણું સારું રહી શકે છે. જૂના જમાનાથી પેટની સમસ્યા થી બચવા પેટની માલિશ કરવામાં આવે છે. આજે કેટલાક લોકો પેટ ના માલિશથી અજાણ છે. શું તમે જાણો છો કે માત્ર ત્રણ મિનીટ ના માલિશથી તમારા પેટના સંબંધિત બધા રોગો દૂર થઈ તમે જિંદગીભર ફિટ રહી શકો છો. તો ચાલો આપણે જાણીએ પેટની સમસ્યા દૂર કરવા કઈ રીતે પેટનું માલિશ કરો અને તેના થી થતા લાભો વિશે.

પેટ મસાજ કરવાની રીત
પેટ મસાજ કરતા પહેલા જમીન પર સાદડી મૂકો.પછી પાછળની સાઇડ સૂઈ જાવ અને તમારા હાથ માં તેલ લઇ લ્યો.અને પેટમાં ગોળાકાર ત્રણ મિનિટ સુધી મસાજ કરો.આવી જ રીતે ત્રણ મિનિટ સુધી તમે 30થી 40 વખત કરો.

પેટ માં ગેસ
જો તમે પેટ ના રોગ ની સમસ્યાથી ખૂબ જ પરેશાન છો તો આ માલીશ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખોરાક યોગ્ય રીતે પછી ના હોય તો પેટ ફૂલી જશે અને ગેસની સમસ્યા થઈ શકે છે. પરંતુ પેટના માલિશથી ગેસની સમસ્યાથી રાહત મેળવી શકો છો. અને અપચો પણ ઠીક થઈ શકે છે.

પેટના દુખાવાથી છુટકારો મેળવો
નિયમિત પણે જો ત્રણ મિનિટ સુધી પેટનું માલિશ કરવામાં આવે તો પેટને લગતી તમામ બીમારીઓથી છુટકારો મળે છે. અને પેટમાં દર્દ થાય તો માલિશ કરવાથી આ જગ્યાનું બ્લડ સર્ક્યુલેશન વધે છે.પેટના સ્નાયુઓને ગરમાવો મળે છે અને આપણે આરામ મળે છે.

પિરિયડ ના દર્દની સમસ્યા
ઘણી બધી છોકરીઓ ને પીરીયડ ના સમય દરમિયાન પેટના નીચેના ભાગમાં દર્દ થતું હોય છે. જો તે દરમિયાન કરવામાં આવે તો આ સમસ્યા થી રાહત મળે છે. પીરિયડ્સ ના સમય દરમ્યાન થતા દર્દથી બચવા તજ અથવા લવિંગ થી માલિશ કરવાથી રાહત મળે છે.
શરીરનો વજન ઘટાડવુંતમે શરીરનું વજન ઓછું કરવા માગો છો તો પેટનું મસાજ કરવું જોઈએ. પેટના મસાજથી ચયાપચય દર વધે છે અને પાચન સારું થાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

તણાવ થી છુટકારો મેળવવા માટે – પેટની સમસ્યા ની સાથે સાથે જો મસાજ કરવામાં આવે તો તણાવ પણ ઓછું થાય છે. અને મગજ શાંત થાય છે અને મગજને પણ રાહત મળે છે.
અઠવાડિયામાં ત્રણ મિનિટ માલિશ કરવામાં આવે તો પેટની લગભગ સમસ્યાથી રાહત મળે છે.