૧૩.૦૨.૧૯ – આજનું રાશિફળ, વાંચો કેવો રહેશે તમારો આજનો દિવસ…

મેષ

તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા-પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. તમારે તમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે. બધાને આહત કરવા કરતાં કહ્યાગરા બનવું સારૂં. રૉમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ-સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા માટે તમારૂં કામ કરો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

લકી સંખ્યા: 6

 વૃષભ

તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. તમારે તમરી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. સ્વત6 રહો અને નવા મૂડીરોકાણના મોરચે તમારા નિર્ણયો જાતે લો. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરાં કાર્યો પૂરાં કરશો. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો- તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે.

લકી સંખ્યા: 5

 મિથુન

હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે. તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે. આનાથી તમને કોઈ લાભ થવાનો નથી. તમારી ટેવ બદલવી એમાં જ સાર છે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે.

લકી સંખ્યા: 4

કર્ક

તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

લકી સંખ્યા: 7

સિંહ

અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. આજે તમે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરો એવી શક્યતા છે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે.

લકી સંખ્યા: 5

કન્યા

તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

લકી સંખ્યા: 4

તુલા

તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે.

લકી સંખ્યા: 6

વૃશ્ચિક

કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે.

લકી સંખ્યા: 8

ધનુ

મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો.

લકી સંખ્યા: 5

મકર

આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે, પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. રૉમાન્સ માટે સારો દિવસ. તમે જો તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. આજે તમારા કામની સરાહના થશે.

લકી સંખ્યા: 5

કુંભ

મારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રૉમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફલતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

લકી સંખ્યા: 3

મીન

આજે તમારૂં સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે. પણ તમારી દૃઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

લકી સંખ્યા: 9

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

ફેબ્રુઆરી 13, 2019 – માર્ચ 03, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .

ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

માર્ચ 03, 2019 – એપ્રિલ 02, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 6 માં છે .

શારીરિક તથા માનસિક રીતે આ સમય તમારી માટે ખાસ અનુકુળ નથી. સ્વાસ્થ્યની લગતી સમસ્યાઓથી પીડાશો અને તેનાથી તમારી માનસિક શાંતિ છીનવાઈ જવાની શક્યતા છે. તમારા શત્રુઓ તમારા પરિવાર્‍ અને મિત્રો સામે તમારી છબિને દાગ લગાડવાનો પ્રયાસ કરી શકે છે, આથી તમને સલાહ છે કે શત્રુઓથી બની શકે એટલા દૂર રહો. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની શક્યતા હોવાથી તમારે તકેદારી રાખવી. તમારા જીવનસાથીની સ્વાસ્થ્યની સમસ્યા પણ નકારી શકાય નહીં.

એપ્રિલ 02, 2019 – એપ્રિલ 24, 2019

મંગળ તમારા ભાવ સંખ્યા 5 માં છે .

પરિવારના સભ્યની બીમારીને કારણે તમે બેચેનીનો ભોગ બનશો. પ્રવાસ ફળદાયી નહીં નીવડે, આથી ટાળવું. બિનજરૂરી ખર્ચ થશે, એ બાબતે ધ્યાન આપજો. મિત્રો તથા સહકર્મચારીઓ સાથેના વ્યવહારમાં તમારે સાવચેત રહેવું. અંદાજો કાઢવાની તથા વિવેકાધિન સત્તા કયારેક નબળી પડતી જણાશે. આગ અથવા સ્ત્રીને કારણે ઈજાની શક્યતા છે. આ સમયગાળો હૃદયવિકારની શક્યતા દર્શાવે છે, આથી સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું.

એપ્રિલ 24, 2019 – જૂન 17, 2019

રાહુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

નવા મૂડી રોકાણો તથા જોખમો સંપૂર્ણપણે ટાળવા. આ તબક્કા દરમિયાન મુશ્કેલીઓ તથા અંતરાયો આવી શકે છે. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હો તો, આ વર્ષ પ્રગતિકારક છે, પણ જો તમે સખત મહેનત કરશો અને લાંબા ગાળાનો તથા સંયમી અભિગમ રાખશો તો. સફળતાનો કોઈ શોર્ટકટ નહીં હોય. સારા પરિણામો માટે તમારે સ્થિર તથા મચી રહેવાનો ગુણધર્મ અપનાવવો પડશે. વર્ષ આગળ વધશે તેમ કાર્યસ્થળનું વાતાવરણ તાણભર્યું અને અનિયમિત થઈ શકે છે. નવા પ્રયાસો તથા વધારે પડતી પ્રવૃત્તિ આ સમયગાળામાં ટાળવી જોઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને આ સમયગાળમાં તમારા વચનો પૂરાં કરવાની પરવાનગી નહીં આપે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું તથા તાવને કારણે થતી સમસ્યાઓની ખાસ્સી શક્યતા છે.

જૂન 17, 2019 – ઑગસ્ટ 05, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .

પીડાઓ અને નિરાશા તો આવશે જ, અને તેનાથી તમે પરિસ્થિતિને હકારાત્મકતાથી લેતા તથા અને કોઈ પણ બાબતે અધવચ્ચે છોડી ન મૂકવાનું શીખશો. તમારા કાર્યસ્થળે તમારી વ્યસ્તતા સારી એવી રહેશે. અચાનક નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. વિદેશમાંના સ્રોતથી ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરી શકે છે. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી માટે આ સમય સારો નથી.

ઑગસ્ટ 05, 2019 – ઑક્ટોબર 02, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

લાંબા ગાળાના નવા સંબંધો- મિત્રતા શરૂ કરવા માટે આ યોગ્ય સમય નથી. વ્યાવસાયિક કે વ્યક્તિગત જીવનમાં કેટલાંક મહત્વનાં મુદ્દા ઊભાં થશે જે બેચેની વધારશે. નિરાશાવાદી બનવા કરતાં આશાવાદી બનવું હંમેશાં સારૂં હોય છે. પ્રેમ અને લાગણીમાં સંકોચન જોવા મળશે જેને કારણે સંતોષનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. સંતાનનો જન્મ તમારા ઘરમાં આનંદ લાવશે. નવા સંબંધોની શુભ શરૂઆતની સામાન્ય કરતાં ઓછી શક્યતા છે, વિવાદો તથા મુદ્દા ઊભા થઈ શકે છે. પવન તથા શરદીને લગતી બીમારીની શક્યતા છે. આ સમયગાળાના છેલ્લા તબક્કામાં સારૂં માનસિક સંતુલન જોવા મળશે.

ઑક્ટોબર 02, 2019 – નવેમ્બર 23, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 3 માં છે .

મુસાફરી રસપ્રદ પુરવાર થશે અને તમને સુસંગત હોય તેવી વ્યક્તિઓ સાથે આકર્ષક સંવાદ માટેનો માર્ગ મોકળો કરશે. વ્યાવસાયિક તથા ઘરની જવબદારીને તમે સમજદારીપૂર્વક સંતુલિત કરી શકશો અને જીવનના આ બંને મહત્વપૂર્ણ પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ મુશ્કેલીથી પૂર્ણ થશે પણ અંતે તે તમને સમૃદ્ધિ, કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથ મળશે. ઉપરીઓ તથા જવાબદાર તથા વગદાર પદો પરના લોકો તરફથી તમને મદદ મળશે.

નવેમ્બર 23, 2019 – ડિસેમ્બર 14, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

જો તમે નોકરી કરતા હશો તો, આ વર્ષ તમારી માટે ખૂબ જ આક્રમક રીતે શરૂ થશે. ગતિશીલતા તથા વિકાસ રહેશે. જો કે, કાર્યક્ષેત્રનું વાતાવરણ તાણયુક્ત રહેશે તથા ઉપરીઓ સાથે વિવાદો તથા તકરારો થશે. એકંદરે આ સમયગાળો ખાસ સારો નથી કેમ કે નિકટના સાથીદારો, મિત્રો અને પરિવારના સભ્યો તમારાથી અંતર રાખતા હોવાનું લાગશે. પરિવર્તનની બહુ આશા નથી તથા એની ભલામણ પણ કરવામાં આવતી નથી. અપશબ્દો બોલવાની તમારી આદત અને અભિગમને કારણે નિકટની કોઈ વ્યક્તિ કે પ્રિયપાત્ર સાથે સમસ્યા સર્જાઈ શકે છે. આથી, તમારા શબ્દો પર અંકુશ રાખવાની કોશિષ કરજો.

ડિસેમ્બર 14, 2019 – ફેબ્રુઆરી 13, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 1 માં છે .

અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.