પિરિયડ્સની ડેટ આગળ વધારવાની દવા લેવાથી સ્વાસ્થ્ય પર પડે છે તેની વિપરિત અસર

પિરિયડ્સની ડેટ લંબાવા માટે ઘણા લોકો દવાનું સેવન કરે છે તો ઘણા લોકો પિરિયડ્સ દરમિયાન થતી પરેશાનીથી બચવા માટે પણ દવાનું સેવન કરે છે.

image source

શું આ દવાઓની સાઈડ ઇફેક્ટ થાય છે? આજે અમે તમને જણાવીશું એવા જ સવાલોના જવાબો જે તમે પિરિયડ્સ દરમિયાન કરી બેસો છો અનેક ભૂલો..

પિરિયડ્સ દરમિયાન થતી પરેશાનીથી બચવા માટે ઘણી મહિલાઓ પિરિયડ્સ ટાળવા માટેની દવાનું સેવન કરે છે, શું આ દવાઓની કોઈ પણ આડઅસર થાય છે? પિરિયડ્સ શરૂ થાય ત્યારે છોકરીઓના મનમાં હજારો સવાલ ઉદભવે છે જેમ કે પિરિયડ્સ વખતે કેવી ચરી પાળવી જોઇએ?

image source

પિરિયડ્સ દરમિયાન શું ખાવું જોઇએ અને શું ના ખાવું જોઇએ? પિરિયડ્સ કેટલા દિવસના હોય છે?પિરિયડ્સ આવવાની દવા અથવા પિરિયડ્સ ના આવે તો શું કરવું જોઇએ, પિરિયડ્સ દરમિયાન દુખાવો કેમ થાય છે? વગેરે વગેરે….

માસિક ધર્મ એક એવી સ્થિતિ છે જે કોઈ પણ મહિલા માટે એક ચિંતાનો વિષયથી ઓછું નથી. કોઈ પણ ફંકશન દરમિયાન પિરિયડ્સ આવવા એ મહિલા માટે સૌથી અઘરું હોય છે. આવા સમયે મહિલાઓ પિરિયડ્સ ટાળવા માટે દવાનું સેવન કરે છે. આ દવાની તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે એ આજે અમે તમને જણાવીશું.

શું માસિક ધર્મનું ચક્ર દવાથી પ્રભાવિત થાય છે?

image source

પિરિયડ્સની સાઇકલ જેને માસિક ધર્મ ચક્ર પણ કહેવામા આવે છે એને ટાળવા માટે દવાઓનું સેવન કરીએ છીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. પિરિયડ્સને વહેલા કરવા માટે પણ વારે વારે દવાઓ લેવી એ ભવિષ્યમાં આવતા માસિક ધર્મ ચક્ર અને પ્રજનન સ્વાસ્થને પ્રભાવિત કરી શકે છે. થોડાક દિવસો સુધી પિરિયડ્સ થોડા મોડા આવવા તમારા માસિક ધર્મ ચક્ર પર એની ખરાબ અસરનું કારણ બની શકે છે.

બ્લડિંગ વધુ થવા લાગે છે?

image source

પિરિયડ્સ ટાળવા માટેની દવા લેવા પર મેડિસિન સ્વાસ્થ્યને થતાં નુકશાનમાં આગળના પિરિયડ્સ વખતે ખૂબ બ્લડિંગ પણ થઈ શકે છે. આવું ઘણા મહિનાઓ સુધી પણ થઈ શકે છે, જો તમને પણ આ સંબધિત કોઈ પણ મુશ્કેલી હોય તો તરત જ તમારા ડોકટરનો સંપર્ક કરવો જોઇયે.

પિરિયડ્સની ડેટ આગળ વધારવા માટે લેવામાં આવતી મેડિસિનની સાઈડ ઇફેક્ટ

-વધુ પડતું બ્લડિંગ થઈ શકે છે.

-તમે આખો દિવસ થાકેલા હોય એવું લાગ્યા કરે.

image source

-તમારું પેટ ખરાબ થઈ શકે છે.

-આને કારણે પેટમાં દુખાવો અને ઊબકા-ઉલ્ટી જેવુ પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ