પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી છૂટકારો મેળવવા પેટના નીચેના ભાગમાં કરો તલના તેલની માલિશ, સાથે જાણો બીજા ઉપાયો પણ

મિત્રો, પુરુષો કરતા સ્ત્રીઓનુ જીવન વધારે મુશ્કેલ હોય છે. દર મહિને અસહ્ય પીરિયડ્સની પીડા મહિલાઓને ઘણી વખત અસ્વસ્થ બનાવે છે. જો તમે પણ એક સ્ત્રી છો, તો આજનો આ ખાસ લેખ માત્ર તમારા માટે જ છે. હકીકતમાં આપણા દેશમા એવી ઘણી મહિલાઓ છે, જે માસિકની પીડાથી બચવા માટે અનેકવિધ પ્રકારના પેઈન કિલર્સનો સહારો લે છે, જે જરાપણ યોગ્ય નથી.

image source

આ દવાઓ થોડા સમય માટે સ્ત્રીની માસિકની પીડાને ઘટાડશે પરંતુ, આગળ જતા તેની અનેકવિધ આડઅસરો તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. આ દવાઓની આડઅસરોના કારણે મહિલાઓને ગર્ભપાત જેવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમે તમારા માસિકની પીડા ઘટાડવા માંગો છો, તો આજે આ લેખમા અમે તમારા માટે એવા અસરકારક ઘરગથ્થુ નુસખા લઈને આવ્યા છીએ, જેને અજમાવવાથી તમે માસિકના દિવસો દરમિયાન પણ સામાન્ય જીવન વિતાવી શકો છો. તો ચાલો જાણીએ.

image soucre

તમે તમારા રસોઈઘરમા વાનગીઓનો સ્વાદ વધારવા માટે તેજ્પતાનો ઘણી વખત ઉપયોગ કર્યો હશે પરંતુ, તમારામાથી ખુબ જ ઓછા લોકો જાણે છે કે, તે ભોજનનો સ્વાદ વધારવા ઉપરાંત તમારી અનેકવિધ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરી શકે છે. હા, ઘણી મહિલાઓ માસિકના સમયકાળ દરમિયાન દુ:ખાવામા રાહત આપવા માટે તેનો ઉપયોગ કરી શકે છે અને તેનાથી તેને કોઈપણ પ્રકારની આડઅસરો થતી નથી.

image source

તમને આ વાત વાંચવામા થોડી વિચિત્ર લાગી શકે છે પરંતુ, તમને જણાવી દઈએ કે, માસિકના દુ:ખાવાથી રાહત મેળવવા માટે હોટ બેગ્સનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં માસિક દરમિયાન તમને પેટમાં ઘણો દુખાવો થાય છે, જેથી તમે આ દુ:ખાવાને ઘટાડવા માટે હોટબેગનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે પેટના ભાગ પર એક ગરમ બેગ મૂકવું પડે છે જ્યાં તમને દુખાવો થતો હોય.

image source

આ સિવાય પેટના નીચેના ભાગમાં તલનુ તેલ માલિશ કરવાથી માસિકના દુ:ખાવામા તમને રાહત મળે છે. તેમા લિનોલિક એસિડ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી પદાર્થો અને એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો ભરપૂર માત્રામા સમાવિષ્ટ હોય છે, જે તમને માસિક સમયકાળ દરમિયાન થતા દુખાવામાં રાહત આપે છે.

image source

ખુલ્લા પગે ચાલવાથી આવા સમયે પીડા દૂર થાય છે. હકીકતમાં, તે તમારા લોહીના પરિભ્રમણને અસર કરે છે અને રિલેક્સ હોય તેવા હોર્મોન્સને સક્રિય કરે છે. આ ઉપરાંત યોગ પણ માસિકની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય સૂકા આદુ અને મરીની ચા પીવાથી પણ માસિકનો દુ:ખાવો ઓછો થશે. તેનાથી પીરિયડ્સની અનિયમિતતામા પણ ફરક પડશે. માસિકના દિવસોમાં જીરાનુ પાણી કે ચા પીવામા આવે તો તેનાથી પણ માસિકની સમસ્યામા રાહત મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત