કબજીયાતથી લઇને આટલી બધી સમસ્યાઓને દૂર કરે છે એક સફરજન, રોજ કરો તમે પણ સેવન

મિત્રો, આપણામાંથી લગભગ મોટાભાગના લોકોએ આ કહેવત તો સાંભળી જ હશે કે, ‘એન એપલ અ ડે, કિપસ ધ ડૉક્ટર અવે’ એટલે કે દરરોજ સફરજન ખાવાથી તમને તમામ પ્રકારના રોગો સામે રક્ષણ મળી શકે છે. વિવિધ પ્રકારના પોષકતત્ત્વોથી ભરપૂર સફરજનનું સેવન એ તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે અને તમારી પાચન પ્રક્રિયાને મજબુત બનાવે છે. આ ઉપરાંત નિયમિત સફરજનનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત બનાવે છે.

image source

સ્વાદમાં મીઠું અને લાલ સફરજન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમા કુદરતી ગ્લુકોઝ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને ઝડપી ઊર્જા આપે છે. તે ફેફસાંને ઓક્સિજન પૂરો પાડવામાં મદદ કરે છે. એટલા માટે સવારના નાસ્તામાં સફરજન ખાવું હિતાવહ છે જેથી દિવસ માટે ઊર્જા મળી શકે.

image source

સફરજનમાં જોવા મળતા પેકિન શરીરમાં ગ્લિટ્રોનિક એસિડની ઉણપને દૂર કરે છે. તે ઇન્સ્યુલિનનો ઉપયોગ ઘટાડે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેનું સેવન કરી શકે છે. જો લોહીમાં હિમોગ્લોબિનની અછત હોય તો સફરજન ખૂબ જ ઉપયોગી છે. એપલમાં પુષ્કળ આયર્ન છે. જો તમે દિવસમાં ૨-૩ સફરજન ખાઓ છો, તો તે આખો દિવસ આયર્નની ઉણપને પહોંચી વળે છે.

image source

સફરજનમાં પુષ્કળ માત્રામા ફાઇબર હોય છે, જે પાચનમાં મદદ કરે છે. જો સફરજનને તેની છાલ સાથે ખાવામાં આવે તો તે કબજિયાતને પણ ઠીક કરે છે. દરરોજ એક સફરજન ખાઓ, તે તમારા પેટને તંદુરસ્ત રાખશે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ ચ્ચીએ કે, શરીરના એક ખુબ જ અગત્યનુ અંગ લીવરનું એક મોટું કામ એ છે કે, તે શરીરની આંતરિક સફાઈ જાળવી રાખે છે. આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થો યકૃતને સાફ કરે છે. સફરજન ખાવું સારું છે કારણ કે તેને ખાવાથી લીવર મજબૂત બને છે.

image source

આ ઉપરાંત સફરજનમા સમાવિષ્ટ ફાઈબર તમારા દાંતને પણ તંદુરસ્ત રાખે. તેનુ સેવન બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. સફરજનના નિયમિત સેવનથી તમારા દાંત પાયરિયાથી મુક્ત રહે છે. આ ફળમા પુષ્કળ માત્રામાં કેલ્શિયમમાં જોવા મળે છે. તેના કારણે દરરોજ સફરજનનું સેવન કરવાથી અથવા તેનો રસ પીવાથી હાડકાં મજબૂત બને છે. જે વ્યક્તિનાં હાડકાં મજબૂત હોય છે તેને ઓછો થાક લાગે છે.

image source

અસ્થમાના દર્દીઓ માટે પણ સફરજન અથવા સફરજનના રસનુ સેવન ફાયદાકારક સાબિત થઇ શકે છે. વિવિધ સંશોધનો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, સફરજન એ અસ્થમાના હુમલાને અટકાવવામા ખુબ જ અસરકારક સાબિત થાય છે. તેમા જોવા મળતા ફ્લેવોનોઇડ્સ ફેફસાને મજબૂત બનાવે છે. સંશોધનમાં એ પણ સાબિત થયુ છે કે, જે લોકો દરરોજ સફરજનનો રસ પીવે છે તેમને ફેફસાંની બહુ ઓછી બીમારીઓ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત