ડુંગળી ખાધા પછી તમારા મોંમાંથી આવતી વાસને તરત જ દૂર કરવા અપનાવો આ ઉપાય, નહિં કરવું પડે બીજું કંઇ

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા આપણી રોજબરોજની જીવનશૈલી એટલી અસ્ત-વ્યસ્ત થઇ ગઈ છે કે આપણે ગમે તે ગમે એ વસ્તુ ખાઈ લેતા હોઈએ છીએ એટલે કે અનિયમિત જીવનશૈલીની સાથે આપણી ખાવાની આદત પણ અનિયમિત બની ગઈ છે અને આ સમસ્યાના કારણે આપણે અનેકવિધ જીવલેણ બીમારીઓનો સામનો પણ કરવો પડે છે. તો ચાલો આજે આ અનિયમિત જીવનશૈલીના કારણે થતી એક સમસ્યા વિશે આપણે માહિતી મેળવીશુ.

image source

આપણે જ્યારે પણ કોઇ ખાવાની વસ્તુ બનાવીએ છીએ અથવા તો બહાર કોઈપણ ખાવાની વસ્તુ મંગાવીએ છીએ તો તેમા ડુંગળીનો ઉપયોગ અવશ્યપણે કરીએ છીએ કારણકે, ડુંગળીનો ઉપયોગ એ આપણા ભોજનનો સ્વાદ વધારી દે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. ડુંગળીનો સૌથી વધુ ઉપયોગ તો સબ્જી બનાવવા માટે થાય છે અને ઘણા લોકો તો કાચી ડુંગળીનુ સલાડ બનાવીને પણ ભોજન સાથે ખાવાનુ પસંદ કરતા હોય છે.

image source

જો કે, તમને સૌ ને આ અંગે તો ખ્યાલ જ હશે કે, ડુંગળી ખાવાથી તમારા મોઢામાંથી દુર્ગંધ પણ આવે છે અને તેના કારણે જ્યારે પણ ડુંગળીનુ સેવન કર્યા બાદ બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોવ ત્યારે મોઢામાંથી એક વિચિત્ર પ્રકારની ગંધ આવે છે, જેના કારણે અન્ય વ્યક્તિ સાથે વાત કરવામા ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે.

image source

આ સિવાય ડુંગળીનુ સેવન કરવાથી ઘણીવાર કાર્યસ્થળે પણ આપણે શરમજનક સ્થિતિના શિકાર બનતા હોઈએ છીએ, જેના લીધે ઘણા લોકો ડુંગળીનુ સેવન કરવાનુ ટાળતા હોય છે. જો તમે ડુંગળી ખાવાના શોખીન હોવ પરંતુ, તેનુ સેવન કર્યા બાદ મોઢામાંથી આવતી વિચિત્ર ગંધના કારણે તેનુ સેવન ટાળતા હોવ તો આજે આ લેખમા અમે તમને અમુક એવા વિશેષ ઉપાયો વિશે જણાવીશુ, જેની મદદથી તમે સરળતાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો, તો ચાલો જાણીએ ક્યા છે આ ઉપાય?

ફુદીનો :

image source

તમારા મોઢામાથી આવતી વિચિત્ર ગંધને દુર કરવા માટે ફુદીનો એકદમ શ્રેષ્ઠ ઉપાય છો. જો તમે ડુંગળીનુ સેવન કરીને ત્યારબાદ તેના ૩-૪ પર્ણોનુ સેવન કરી લો છો તો તમારા મોઢામાંથી ક્યારેય પણ દુર્ગંધ નહિ આવે.

રાઇ :

image source

મોઢામાંથી આવતી વિચિત્ર ગંધને દૂર કરવા માટે રાઇનુ સેવન પણ લાભદાયી સાબિત થઇ શકે છે. જ્યારે પણ તમે ડુંગળીનુ સેવન કરો છો ત્યારે તેના સેવન પછી થોડી રાઇ ચાવીને બહાર કાઢી લો, જેથી આ સમસ્યામાંથી તમને રાહત મળશે.

ગાજર :

image source

જો તમને કાચી ડુંગળીનુ સલાડ બનાવીને ખાવાની ઈચ્છા હોય તો તેને એકલી ના ખાવ, તેની સાથે ગાજર પણ ઉમેરો. જો તમે ડુંગળી અને ગાજરનુ એકસાથે સેવન કરશો તો તમારા મોઢામાંથી કોઈપણ પ્રકારની વિચિત્ર ગંધ આવશે નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત