આ વસ્તુનું સેવન ટાળવું, તમે પણ મેળવી શકો છો માસિક સમયે થતી પીડા માંથી છુટકારો..

મિત્રો, સ્ત્રીઓ એ આપણા સમાજનો એક અભિન્ન અંગ ગણાય છે. તેમણે આખા દિવસ દરમિયાન અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેમની સૌથી મોટી મુશ્કેલી તો દર મહિને થતો માસિકસ્રાવ છે. માસિકના સમયકાળ દરમિયાન સામાન્ય રીતે સ્ત્રીઓએ અનેકવિધ પ્રકારની જુદી-જુદી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેમા વિશેષ ફરિયાદ રહેતી હોય છે પેટ અને કમરદર્દની. આજે આ લેખમા અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશુ કે, જેનુ સેવન માસિકની સમસ્યા દરમિયાન ટાળવુ, તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?

સોલ્ટી ફૂડ :

image source

જ્યારે સ્ત્રીઓ માસિકમા હોય ત્યારે તેમણે વધુ પડતુ સોલ્ટી ફૂડ ખાવાનુ ટાળવુ જોઇએ જેમકે, ચીપ્સ. કારણકે, આ બધી વસ્તુઓમા પુષ્કળ માત્રામા સોડિયમ સમાવિષ્ટ હોય છે, જે માસિકના સમયકાળ દરમિયાન મૂડ સ્વિંગના લક્ષણોને વધારી શકે છે અને સાથે જ પેટમા અસહ્ય પીડા ઉદ્ભવવા પાછળ જવાબદાર કારણ બની શકે છે.

રિફાઇન્ડ લોટ :

image source

જો તમને પીઝા, પાસ્તા, વ્હાઈટ બ્રેડ અને પરાઠાનુ સેવન કરવુ વધારે પડતુ પસંદ હોય છે, તો પણ માસિકની સમસ્યા દરમિયાન આ પ્રકારનુ ભોજનનુ સેવન કરવુ જોઈએ નહિ કારણકે, માસિકની સમસ્યા દરમિયાન મેંદાના સેવનના કારણે પેટમા કબજિયાત અને ગેસની સમસ્યા થઈ શકે છે, તમારે જેનાથી અપચાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે તેથી, શક્ય બને તો માસિક દરમિયાન સફેદ ચોખા અને મેંદા જેવી વસ્તુઓનુ સેવન ટાળવુ જોઈએ.

વધુ પડતી મીઠાશ ધરાવતી વસ્તુઓ :

image source

માસિક દરમિયાન વધુ પડતી મીઠાશ ધરાવતી વસ્તુઓનુ સેવન કરવાથી પેટમાં ખેંચાણની સ્થિતિ સર્જાય છે અને તેના કારણે પેટમા અસહ્ય પીડા પણ થાય છે, જેથી આપણે વધારે પડતો થાકનો પણ અનુભવ કરીએ છીએ. તેથી, માસિક ના સમયકાળ દરમિયાન ખાંડ અને તેના દ્વારા બનેલી વસ્તુઓનુ સેવન ટાળવુ જોઈએ.

તળેલુ ભોજન :

image source

આ ઉપરાંત માસિકની સમસ્યા દરમિયાન ડીપ-ફ્રાઇડ ભોજન જેમકે, ભજીયા, પકોડા અને ફ્રેન્ચ ફ્રાઈસ જેવા ભોજનનુ પણ શક્ય બને તો સેવન ટાળવુ જોઈએ. આ ઉપરાંત નોનવેજ, ડેરી ઉત્પાદનો તેમજ ભારે ભોજનનુ સેવન પણ ટાળવુ જોઈએ. તે તમારા શરીરમા ચરબીનુ પ્રમાણ વધારે છે. માસિકની સમસ્યા દરમિયાન વધુ પડતા ચરબીયુક્ત ભોજનનુ સેવન કરવાથી તમને ખેંચાણ, પીઠનો દુ:ખાવો વગેરે જેવી મુશ્કેલીઓ ઉભી થાય છે.

કોફી અને ચા :

image source

આ બંને વસ્તુઓમા પુષ્કળ માત્રામા કેફીન સમાવિષ્ટ હોય છે. તેના વધુ પડતા સેવનથી શરીરમા ખેંચાણ અને નબળાઈનો અનુભવ પણ થઇ શકે છે. માસિકની સમસ્યા દરમિયાન દૂધથી બનેલી વસ્તુઓનુ સેવન પણ મર્યાદિત માત્રામા કરવુ જોઈએ.

આલ્કોહોલ :

અમુક અભ્યાસો એવુ સૂચવે છે કે, વધુ પડતુ આલ્કોહોલનુ સેવન એ આપણા શરીરમા એસ્ટ્રોજનનુ પ્રમાણ પણ વધારે છે અને શરીરમા એસ્ટ્રોજનનુ પ્રમાણ વધતા તે આપણને ગંભીર બીમારી તરફ પણ દોરી જાય છે.

ઠંડા પીણા :

image source

માસિકના સમયકાળ દરમિયાન શક્ય બને તો ઠંડા પીણાનુ સેવન ટાળો કારણકે, તેમા પુષ્કળ માત્રામા સુગર ઉમેરવામાં આવે છે અને સુગરના વધુ પડતા સેવનથી પેટમાં ખેંચાણની સમસ્યા પણ અવશ્યપણે ઉદ્ભવી શકે છે, જે તમારી માસિકની પીડામા પણ વધારો કરે છે.

પ્રોસેસ્ડ ફૂડ :

image source

જો તમે આખા દિવસ દરમિયાન દરેક ભોજન સાથે અથાણાનુ પણ સેવન કરો છો તો તેને બંધ કરો કારણકે, માસિકની સમસ્યા દરમિયાન અથાણા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પાપડ, તૈયાર ભોજન વગેરે જેવા પ્રોસેસ્ડ ફૂડનુ સેવન કરવાથી હોર્મોન્સમા વધઘટ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત