આ છે મેક અપ કરવાની સાચી રીત, જાણો નહિં તો ચહેરો લાગશે સાવ ગંદો…

પરફેક્ટ મેકઅપ માટેની મહત્વની રીત

એ હકીકત છે કે મેકઅપ આપણા વ્યક્તિત્વને નિખારે છે અને સૌંદર્યમાં વધારો કરે છે.સુંદર દેખાવું સૌ કોઈને ગમે છે.કેટલાક માટે મેકઅપ થેરાપેટિક પ્રોસેસ છે.

સુંદરતા પ્રત્યે સભાન લોકો મેકઅપ ને સંપૂર્ણ મહત્વ આપે છે.મેકઅપ એક કળા છે. જો યોગ્ય રીતે મેકઅપ કરવામાં આવે તો વ્યક્તિની પર્સનાલિટીને ચાર ચાંદ લગાવે છે.

image source

પરંતુ જો મેકઅપ કરવામાં કોઈપણ ક્ષતિ રહી ગઈ હોય તો વ્યક્તિત્વમાં ઉણપ પણ દર્શાવે છે. મેકઅપ કરતા બરાબર શીખવું જરૂરી છે.એક તો એનાથી વારંવાર બ્યુટી પાર્લરમાં જવાની ઝંઝટ થી છુટકારો મળે છે અને નાના-મોટા ફંકશન ને અનુરૂપ મેકઅપ વિશેની સાચી સમજણ પણ મળે છે.

આડેધડ મેકઅપ કરવાને બદલે તેને યોગ્ય રીત સમજી મેકઅપ કરવો જોઇએકઈ પ્રકારના ચહેરાને કેવા પ્રકારનો મેકઅપ અનુકૂળ આવશે તે સમજીને મેકઅપ કરવામાં આવે તો સુંદરતા વધુ પ્રમાણમાં હાઈલાઈટ થઈ શકે છે.

image source

સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ કેવી રીતે કરવો ?

ચહેરો સાફ કરો.

image source

સૌથી પહેલાં તો મેકઅપ કર્યા પહેલા ચહેરાને સારા ફેસવોશથી ચોખ્ખો ધોઇ નાખવો. ચહેરો ચીકણો કે ધૂળ વાળો ન હોવો જોઈએ, એટલું જ નહીં ચહેરો ધોતી વખતે સ્કીન વધુ પડતી ડ્રાય ના થઈ જાયતેનું પણ ધ્યાન રાખવું. બ્લેક હેડ્સ અને ડેડ સ્કિન કાઢવા માટે સ્ક્રબ કરવું જોઈએ.

મોઈશ્ચરાઈઝર લગાવો.

image source

મોઈશ્ચરાઈઝર અને સન સ્ક્રીન લોશનના ઉપયોગ બાદ ચહેરા ઉપર કરેલો મેકઅપ સારી રીતે ટકે છે અને વધુ પ્રમાણમાં નિખાર લાવે છે.
મેકઅપ કરતા પહેલા ચહેરા ઉપર હળવે હાથે સારુ મોઇશ્ચ્યુરાઇઝર લગાવવું.

માત્ર ચહેરા પર જ નહીં પરંતુ હાથ અને પગની ચામડી ઉપર પણ મોઈશ્ચરાઈઝર લગાવો. સૂર્યના કિરણોથી ચામડીને રક્ષણ આપવા માટે ચહેરા પર સારી ગુણવત્તાનું sunscreen lotion પણ લગાવવું જોઈએ.

image source

ચામડી ની ગુણવત્તા મુજબ મોઇશ્ચ્યુરાઇઝર અને સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો. ડ્રાય સ્કિન માટે લાઇટ વેઇટ ક્રીમ નો ઉપયોગ કરવો જ્યારે એકને અને પિગમેન્ટેશનની સમસ્યા હોય તો સેલિસિલીક એસિડ ધરાવતા ક્રીમનો ઉપયોગ કરી શકાય.

ચહેરા ઉપર પ્રાઇમર લગાવો.

image source

મેકઅપ માટે અતિ મહત્વનો સ્ટેપ ચહેરાને બેઝ આપી મેકઅપ માટે તૈયાર કરવો.પ્રાઇમર ચહેરાના ખુલ્લા થયેલા છિદ્ર અને બંધ કરે છે અને એક સ્મુધ સરફેસ તૈયાર કરી ફાઉન્ડેશન અને કન્સીલર માટે ચહેરાને બેઝ પૂરો પાડે છે.

ગાલ, કપાળ, નાક અને દાઢી પર હળવી માત્રામાં પ્રાયમર લગાવી તેને સારી રીતે સ્કિન સાથે બ્લેન્ડ કરવું.તેના માટે ફાઉન્ડેશન બ્રશનો ઉપયોગ પણ કરી શકાય છે.

image source

બજારમાં ચામડી ને અનુરૂપ અલગ અલગ પ્રાઇમર ઉપલબ્ધ છે.નિસ્તેજ ત્વચા ઉપર આછા ગુલાબી કલરનું પ્રાઇમર સારી રીતે ઉઠાવ પામે છે.

કન્સીલર

image source

કન્સીલરનું કામ તેના નામ મુજબ જ ત્વચા પરના ડાઘને છુપાવવાનું છે..ચહેરા ઉપરના ડાઘ ,ડાર્ક સર્કલ, ફ્રેકલ્સ છુપાવવા માટે મેકઅપ કરતાં પહેલાં કન્સીલર નો ઉપયોગ કરવો.

ત્વચાના રંગને અનુરૂપ કન્સીલર વાપરવું જોઈએત્વચાના રંગ મુજબ ત્વચાથી એક ટોન લાઇટ હોય એવું કન્સીલર વાપરવું.કન્સીલર નો ઉપયોગ જયાં જરૂરી હોય ત્યાં જ કરવો.ક્રીમ બેજ કન્સીલર વાપરવામાં વધુ સરળતા રહેશે.

image source

કન્સીલર લગાવવા માટે કન્સીલર બ્રશ અથવા તો આંગળીનો ઉપયોગ પણ કરી શકાય છે.કન્સીલરને પણ ત્વચા સાથે બરાબર બ્લેન્ડ કરી લેવું જરૂરી છે નહીંતર મેકઅપ દરમિયાન ચહેરા પર ધબ્બા ઉપસી આવે છે.

ફાઉન્ડેશન લગાવો.

image source

કન્સીલર બાદ મહત્વનું સ્ટેપ ચહેરા ઉપર ફાઉન્ડેશન લગાવવાનું છે.

ફાઉન્ડેશન આ રંગને અનુરૂપ હોવું જોઈએ અને એને ત્વચા સાથે બરાબર મેચ કરી દેવું જરૂરી બને છે.ફાઉન્ડેશન ત્વચાને ચમક આપે છે.ગાલ, કપાળ ,દાઢી તેમજ નાક ઉપર ફાઉન્ડેશનના નાના ટપકા કરી તેને વ્યવસ્થિત રીતે ચહેરા ઉપર બ્લેન્ડ કરો.

image source

આંગળીથી અથવા તો sponge થી પણ ફાઉન્ડેશન એપ્લાય કરી શકાય છે.ગળા પર પણ ફાઉન્ડેશન લગાવવાનું ચૂકતા નહીં કારણ કે ચહેરો અને ગળું બંને એક લાઇનમાં આવે છે.જો ગળા પર પણ ફાઉન્ડેશન લગાવવામાં ના આવે તો મેકઅપ વાળો સુંદર ચહેરો અને નિસ્તેજ ગળું જુદા પડે છે,જે ચહેરાની સુંદરતાને પણ બગાડે છે.

ફાઉન્ડેશનની રંગ પસંદગી ચહેરાના રંગ અનુસાર કરવી જરૂરી છે.ચહેરાના રંગને અનુરૂપ ફાઉન્ડેશન ન મળે તો બે અલગ રંગના ફાઉન્ડેશન ને મિક્સ કરીને પણ તેનો વપરાશ કરી શકાય છે.ફાઉન્ડેશનના રંગની પસંદગી ફુલ ડે લાઇટમાં કરવી.

કોમ્પેક્ટ પાવડર.

image source

ચહેરા ઉપર યોગ્ય રીતે ફાઉન્ડેશન એપ્લાય થઈ ગયા બાદ મેકઅપ ને ફાઈનલ ટચ આપવા માટે ચહેરાને અનુરૂપ રંગના કોમ્પેક્ટનું પાતળું લેયર ચહેરા ઉપર લગાવવું.

ત્યાર બાદ હળવા રંગનું બ્લશર લગાવવું.એક સાઇડના ચીક બોર્ન થી શરૂ કરીને બીજી સાઈડના ચીક બોર્ન સુધી એક લાઈનમાં બ્લશર લગાવવું .બ્લશરનું પણ ચહેરા પર બ્લેન્ડ થવું જરૂરી છે.

image source

ચહેરા ઉપર એક વાર મેકઅપ થઈ જાય ત્યારબાદ આઈ લાઈનર અને મશ્કરા દ્વારા આંખોને પણ ઉઠાવી આપવો અને outfit પ્રમાણે કલરની પસંદગી કરી લિપસ્ટિક લગાવવી.લિપસ્ટિક પસંદ ના હોય તો લિપ ગ્લોઝ કે લિપ બામનો ઉપયોગ પણ કરી શકાય.

સેટિંગ સ્પ્રે

image source

ચહેરા પર કરેલા મેકઅપને લાંબો સમય જાળવી રાખવા માટે સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરી શકાય .સેટિંગ સ્પ્રે મેકઅપ ને લાંબો સમય જાળવી રાખે છે એટલું જ નહીં હાઈલાઈટર નું કામ પણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ