ચીસ – વરસતા વરસાદમાં તેને ગાડીમાં ઊંઘ આવી ગઈ અને પછી ગાડી ઉભી રહી વેરાન જગ્યા પર…

ચીસ

સુરત ની લોબાન ઇન્ટરનેશનલ કમ્પની ની ઓફીસ અત્યારે કર્મચારીઓ ની દોડધામ થી ધમધમી રહી હોય છે.આજે લોબાન ઇન્ટ.પ્રાઈ.લી. કમ્પની નો ૨૫ મા વર્ષ માં મંગલ પ્રવેશ થઈ રહ્યો હતો.સિલ્વર જ્યુબિલી ફંકશન ની તૈયારી જોર શોર થી ચાલી રહી હોય છે.એક ભવ્ય કાર્યક્રમ દ્વારા કમ્પની ના નિષ્ઠાવાન સ્ટાફ કર્મચારી ઓ ને સન્માનિત કરવામાં આવી રહ્યા હોય છે.

મેહુલ દેસાઈ લોબાન ઇન્ટરનેશનલ કમ્પની ના બોસ પણ આ કાર્યક્રમ માં હાજર હોય છે.મેહુલ ની મેહનત અને આવડત ના જોરે કાપડ મેન્યુફેક્ચરિંગ કરતી આ કમ્પની ટૂંક સમય માં ભારત ભર માં ટોપ ના સ્થાને પહોંચી ગઈ હોય છે.એક પછી એક અલગ અલગ એવોર્ડ વડે કમ્પની ના સ્ટાફ ને સન્માનિત કરવામાં આવી રહ્યો હોય છે.દર વર્ષે કમ્પની આ રીતે ફંકશન ગોઠવતી જેમાં સૌને એક એવોર્ડ માં રસ વધારે પડતો જેનું નામ હતું “બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર”.આ એવોર્ડ સૌથી પ્રતિષ્ટિત ગણાતો.

છેલ્લે સ્ટેજ પર થી એનાઉન્સમેન્ટ થયું.”ધીસ યર બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર”એવોર્ડ ગોઝ ટૂ મીસ સીમા ત્રિવેદી.એનાઉન્સમેન્ટ થતા જ તાળીઓના ગળગળાટ થી પૂરો હોલ ગુંજી ઉઠ્યો.બધા ની નજર આ એવોર્ડ લેવા સ્ટેજ પર આવેલી યુવતી પર સ્થિર થઈ ગઈ.સફેદ રંગ ની સાડી માં લગભગ ૨૪-૨૫ વરસ ની એ યુવતી જાણે કે સ્વર્ગ ની અપ્સરા સમાન લાગી રહી હતી.એની સ્માઈલ કોઈને પણ ઘાયલ કરી દેવા કાફી હતી.હજુ તો એ સીમા ગયા વર્ષે જ કમ્પની માં જોઈન્ટ થઈ હતી પણ પોતાના કામ અને આવડત ના લીધે ટૂંક સમય માં સૌની માનીતી બની ગઈ.

image source

કમ્પની ના બોસ મેહુલ દેસાઈ એ પોતાના હાથે સીમા ને એવોર્ડ અને ૨૫,૦૦૦ રૂપિયા નો ચેક આપ્યો.એમનો આભાર માની સીમા સ્ટેજ પર થી નીચે ઉતરીને પોતાના સ્થાને બેસી ગઈ.આજે એ બહુ ખુશ જણાતી હતી કેમકે આ ચેક એમાઉન્ટ થી એ પોતાના નાના ભાઈ ની આ સેમેસ્ટર ની ફી ભરી શકશે..!!

સીમા એના કુટુંબ માં કમાનારી એક જ વ્યક્તી હતી.પીતા યોગેન્દ્ર ત્રિવેદી કેન્સર ની બીમારી સામે લડતા લડતા નાની ઉંમરે મૃત્યુ પામ્યા.માતા કૈલાશ બેને સીમા ને સારું ભણાવી ગણાવી લાડ કોડ થી મોટી કરી.જ્યારે સીમા ની નોકરી લાગી ગઈ અને ઘર માં ખુશીઓ પાછી આવતી જણાઈ એવામાં કૈલાશ બેન ને લકવો પડ્યો.સીમા ને એક નાનો ભાઈ પણ હતો ધ્રુવ,અત્યારે એ ૧૧ સાયન્સ માં હતો.પોતાની માની બીમારી અને નાના ભાઈ ના ભણતર ના ખર્ચ માટે સીમા પુરી નિષ્ઠા અને ફરજ થી પોતાની નોકરી કરતી જેના ફળસ્વરૂપે એને આજે આ એવોર્ડ અને ઇનામ પ્રાપ્ત થયું હતું.

image source

સીમા નું ઘર સુરત શહેર થી લગભગ ૨૫ કિમિ ની અંતરે આવેલા મરોલી ગામ માં હતું.સીમા રોજ બસ માં કે ટેક્ષી માં ઘર થી ઓફીસ સુધી ઉપડાઉન કરતી હતી.ચોમાસા ની સિઝન હોવાથી અત્યારે વરસાદ ફૂલ સ્પીડ માં વરસી રહ્યો હતો.સુરત થી મરોલી જતી બસ ખોટકાઈ જતાં આજે સીમા ને ટેક્ષી કે કોઈ પ્રાઇવેટ સાધન માં જવું પડે એમ હતું.લોબાન ઇન્ટરનેશનલ કમ્પની ની ઓફીસ નીચે ઉભી ઉભી સીમા અને એની ફ્રેન્ડ સોનુ ક્યારનાય કોઈ સાધન ની રાહ જોતા હતા.લગભગ અડધો કલાક થયો હોવા છતાં કોઈ પ્રાઇવેટ વાહન મળ્યું નહોતું.

ઓફીસ નો મોટાભાગ નો સ્ટાફ અત્યારે પોતપોતાના ઘરે જવા નીકળી ગયો હતો.સોનુ પેઇંગ ગેસ્ટ તરીકે સુરત થી મરોલી જતા વચ્ચે આવતા સચીન કરી ને આવેલા વિસ્તાર માં રહેતી હતી.સાંજે એ બન્ને જણા એકસાથે જ ઘરે જવા નીકળતાં. “સોનુ,આજે લાગતું નથી ઘરે જવા માટે કોઈ વાહન મળે. “ચિંતા ના સુર માં સીમા એ કીધું. “હા યાર અડધા કલાક ઉપર સમય થઇ ગયો,પણ દૂર દૂર સુધી વાહન ની હેડલાઈટ પણ નથી દેખાતી.હજુ વરસતા વરસાદ માં પલળતા પલળતા મોડે સુધી ઉભું રહેવું જ પડશે.”સોનુ એ કહ્યું.

image source

થોડી વાર માં એમને એક કાર આવતી દેખાઈ કાર ને જોઈ બંને જણા હરકત માં આવ્યા અને હાથ નો ઈશારો કરી કાર ને ઉભી રાખવા સૂચન કર્યું. વરસાદ ખૂબ વરસી રહ્યો હતો એટલે ચાર હાથ દૂર પણ જોઈ શકાય એવું નહોતું.અચાનક કાર એમની જોડે થી પસાર થઈ ને નીકળી ગઈ.એને આગળ જતી જોઈ સીમા અને સોનુ ના ચેહરા પર ઘોર નિરાશા ફરી વળી.

પણ એમના માટે એક સુખદ આંચકા રૂપ ઘટના બની જ્યારે કાર આગળ જઇ થોભી અને રિવર્સ માં પાછળ આવી ને ઉભી રહી જ્યાં સીમા અને સોનુ ઉભા હતા.કાર બંને ની પાસે આવી ઉભી રહી ત્યારે એ બંને ને ખબર પડી કે આ કાર તો કમ્પની ના બોસ મેહુલ દેસાઈ ની છે. મેહુલ દેસાઈ કાર નો કાચ ખોલી ને બહાર જોયું તો સીમા અને સોનુ ઉભા હતા.તરત જ એમને કહ્યું “અરે તમે બંને હજુ સુધી,ઘરે નથી જવાનું?

image source

“સર,આજે વરસાદ ને લીધે કોઈ પ્રાઇવેટ વેહિકલ મળ્યું નથી.અમે બંને કલાક થી રાહ જોઈએ છીએ.”સીમા એ ચીંતા મિશ્રિત સ્વરે કીધું. થોડું વિચાર્યા બાદ મેહુલ એ કહ્યું”જોવો અત્યારે રાત પડવા આવી છે અને કોઈ પ્રાઇવેટ સાધન મળવાની શક્યતા નહિવત છે..માટે તમને બંને ને કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમને તમારા ઘર સુધી મુકતો આવું.”મેહુલે કહ્યું. “પણ સર તમારે તો ઉમરેઠ જવાનું અને હું સચીન રહું છું અને સીમા છેક મરોલી,માટે રસ્તો તમારે બહુ ઉલટો પડશે.તમારે ખોટી તકલીફ લેવી પડશે”સોનુ એ કહ્યું.

“અરે એમાં તકલીફ થોડી હોય,તમે મારો સ્ટાફ છો તો તમારી તકલીફ માં મદદ કરવી એ બોસ તરીકે મારી ફરજ ગણો તો ફરજ અને ધર્મ ગણો તો ધર્મ છે.મેહુલ એ કહ્યું. મેહુલ ની વાત નો કોઈ વિરોધ ના કરી શક્યું અને સીમા અને સોનુ બંને કાર ની પાછળ ની સીટ પર બેસી ગયા. સચીન માં સોનુ ના ઘર જોડે સોનુ ને ઉતારી મેહુલે કાર ને મરોલી ના રસ્તા પર દોડાવી મૂકી.થોડું ડ્રાઇવ કર્યા બાદ મેહુલે કાર ના મીરર માંથી પાછળ ની સીટ તરફ નજર કરી તો સીમા ની આંખો બંધ હતી અને એ સુઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું.

image source

સીમા ને જોઈને મેહુલ ના ચેહરા પર વિજયસુચક સ્મિત ફરી વળ્યું.આજે એની ઘણા સમય થી જોયેલી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી હતી.જ્યારે મેહુલે સીમા ને ફંકશન માં જોઈ ત્યાર થી જ એની દાઢ સળવળી ગઈ હતી.મેહુલ ની નિયત આમ પણ સારી નહોતી.પિતાજી ની અપાર દોલત નો લાભ ઉઠાવી મેહુલે કોલેજ ટાઈમ થી જ ઘણી છોકરીઓ જોડે શારીરિક સંબંધ બાંધ્યા હતા.લગ્ન પછી એ એની આ ટેવ બદલાઈ નહોતી.ઇન્ટરવ્યૂ માં આવતી છોકરી ને દેખાવ ના જોરે એપોઇન્ટ કરતો.

સીમા ને પણ એ ઘણા સમય થી ભોગવવા માંગતો હતો પણ સીમા એને થોડી પણ મચક આપતી નહોતી.આજે સામે ચાલીને હરણી સિંહ ના હાથ માં ફસાઈ ગઈ હોય એવી દશા અત્યારે સીમા ની હતી.દિવસ ભર ના થાક અને ઠંડી ના લીધે એની આંખ ક્યારે લાગી ગઈ એની સીમા ને જાણ જ ન રહી.

image source

મેહુલે કાર ને મેઈન રોડ થી ઉતારી ને બાજુ માં આવેલી કાચી સડક તરફ દોડાવી મૂકી.અત્યારે એની નજર પાછળ બેસેલી સીમા ના માંસલ દેહ પર મંડાયેલી હતી.એના ઉન્નત ઉરોજ ને મેહુલ આંખો થી જાણે મન માં ઉતારી લેવાના પ્રયાસ માં હતો.વરસાદ ને લીધે ભીંજાયેલા ડ્રેસ માં એના આખા શરીર ને જોવામાં મેહુલ ને વિકૃત આનંદ આવી રહ્યો હતો.અત્યાર સુધી ઘણી છોકરીઓ નું એને શારીરિક શોષણ કરી ને પોતાનો શોખ પૂરો કર્યો હતો.

થોડે દૂર ગયા બાદ એને ગાડી ને એક જગ્યા એ ઉભી રાખી અત્યારે કોઈના પણ ત્યાં આવવાની શક્યતા હતી જ નહીં.કાર ઉભી રાખી ને મેહુલ ધીરે રહી ને પાછળ ની સીટ માં આવ્યો અને સીમા ની નજીક આવીને બેસી ગયો.એને ધીરે ધીરે પોતાના હાથ ને સીમા ના નાજુક શરીર પર ફેરવવા નો ચાલુ કરી દીધો.

image source

અચાનક મેહુલ ની આ હરકત થી સીમા ની આંખ ખુલી ગઈ પહેલાં તો સીમા ને શું થઈ રહ્યું છે એ સમજાયું જ નહીં પણ જ્યારે એને મેહુલ ની વાસના ભરી આંખો સામે જોયું ત્યારે એની સમજ માં બધું આવી ગયું અને એ જોર થી ચીસો પાડવા લાગી”સર,તમે આ શું કરી રહ્યા છો,પ્લીઝ મને છોડી દો” સીમા બચાવો બચાવો ની બુમો પાડતી રહી પણ મેહુલ પર એની કોઈ અસર જ ના જણાઈ એને તો કોઈપણ ભોગે આજે સીમા ના તન ને લૂંટી લેવો હતો.સીમા ની ચીસો એ વેરાન વગડા માં ઘણા સમય સુધી ગુંજતી રહી પણ ત્યાં કોઈ હતું નહીં જે એની એ ચીસો ને સાંભળે.વરસતા વરસાદ માં એનું સર્વસ્વ લૂંટાઈ ગયું.

આખરે સીમા ના દેહ ને ચૂંથી લીધા બાદ પેન્ટ ની ઝીપ ને બંધ કરતા કરતા મેહુલ ઉભો થયો અને સીમા ના કપડાં એના મોંઢા ઉપર ફેંકતા કહ્યું”જે થયું એને ભૂલી જા, મેં આજે જે કર્યું છે એને એક સપનું સમજી ભુલી જજે.તે કોઈની સામે આ વિશે એક હરફ પણ ઉચ્ચાર્યો છે તો મારું તો કોઈ કંઈ નહીં કરી શકે પણ હું મારી ઓળખાણ નો ઉપયોગ કરી તને આખા શહેર માં બદનામ કરી દઈશ.તારી ભલાઈ એમાં જ છે ઘરે જઈ શાંતિ થી સુઈ જજે અને કાલ થી રાબેતા મુજબ નોકરી પર આવવાનું ચાલુ કરી દેજે.

image source

સીમા એ રડતા રડતા કપડાં પેહરી લીધા આજે એની આબરૂ તો લૂંટાઈ જ હતી પણ સાથે સાથે એની આત્મા અને એક મહિલા તરીકે એની અસ્મિતા સાથે ચેડાં થયા હતા.બોલ્યા વગર એને બોસ ની ધમકી થી ડરીને ચુપચાપ બધું ભૂલી જવું મુનાસીબ સમજ્યું.કેમકે નાના ભાઈ અને બીમાર મા ની જવાબદારી એના પર હોવાથી એ પોલીસ ના લફડા માં પડવા માંગતી નહોતી.કેમકે એને ખબર હતી કે મેહુલ ની પહોંચ સામે એનું કંઈપણ ચાલવાનું નથી.

*********************************

આ વાત ને ૧૫ દિવસ જેટલો સમય વીતી ગયો હતો.સુરત ની બહાર હાઇવે ની સાઈડ માં આવેલા એક ખુલ્લા મેદાન માં એક બિનવારસી હાલત માં એક કાર મળી આવી,જેમાં કોઈ પુરુષ ની લાશ હતી.એક ભાઈ ની નજર આ કાર પર પડતા એને તાત્કાલિક પોલીસ સ્ટેશન માં કોલ લગાવ્યો.થોડીવાર માં એક જીપ આવીને ઉભી રહી જેમાંથી મૂછો પર હાથ ફેરવતા ફેરવતા એસીપી અર્જુન નીચે ઉતર્યા,અત્યારે અર્જુન નો પડછાયો બની ગયેલ કોન્સ્ટેબલ નાયક પણ એની જોડે હતો.

image source

“સાહેબ આ તો મેહુલ દેસાઈ છે,લોબાન ઇન્ટરનેશનલ કમ્પની નો બોસ”નાયકે લાશ ને જોતાવેંત જ કહ્યું. “નાયક તું મેહુલ ના ઘરે ઇન્ફોર્મ કરી દે ત્યાં સુધી હું બધું ચેક કરી લઉં”અર્જુને કહ્યું. અર્જુને કાર ખોલીને ધીરે ધીરે નાની નાની વસ્તુઓ ચેક કરી.મેહુલ ના ડાબા હાથ માં બ્લેડ ના ધા કરેલા હતા.હાથ ના કટમાંથી લોહી વહીને નીચે ગાડીમાં જ જમા થયું હતું.પહેલી નજરે તો આ એક સીધો સાદો આત્મહત્યા નો કેસ લાગી રહ્યો હતો.

અર્જુને કાર માંથી નીચે ઉતરીને કાર ની ફરતે એક ચક્કર લગાવ્યું પણ કોઈપણ પ્રકાર ની સંદિગ્ધ વસ્તુ હાથ ના લાગી નાયક ને જોડે બોલાવી અર્જુને કહ્યું”તું ગાડી ના અંદર ના ફોટોગ્રાફ લઈ લે અને લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વ્યવસ્થા કર” “ઓકે સર..મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી મેહુલ ના ઘર નો નમ્બર શોધી અને ઘરે કોલ કરી આ ઘટના વિશે જાણ કરવાનું કહી દીધું છે”નાયકે કહ્યું. થોડીવાર માં તો ફોટોગ્રાફર આવી ગયો,ગાડી અને લાશ ના ફોટા લેવાઈ ગયા.લાશ નું પોસ્ટમોર્ટમ પણ થઈ ગયું જેમાં લોહી વહી જવાના લીધે મેહુલ નું મોત થયું હોવાનું બહાર આવ્યું.આ સિવાય મેહુલ ના લોહી માં મોટી માત્રા માં આલ્કોહોલ મળી આવ્યું.

image source

પોલીસ ને પ્રાથમિક તપાસ માં એવી ખબર પડી કે મેહુલ ની પત્ની કામિની ને એના લગ્નેતર સંબંધો વિશે ખબર પડી ગઈ હતી.જેના લીધે મેહુલ અને કામિની વચ્ચે રોજ રોજ ના ઝગડા થતા હતા.આ રોજ રોજ ની કકળાટ થી ત્રાસીને મેહુલે સુસાઇડ કર્યું હોવું જોઇએ એવું પોલીસ તપાસ માં તારણ આવ્યું. અર્જુન અત્યારે પોલીસ સ્ટેશન ની કેબીન માં બેઠો બેઠો મેહુલ ની લાશ ના ફોટા જોતા બોલ્યો “મેહુલ ની મોત થી એની પત્ની ને કોઈપણ પ્રકાર નો ફરક પડ્યો નથી”

“હા સાહેબ આવા વ્યભિચારી માણસ ની આવી જ દશા થવી જોઈએ..આ કેસ ની ફાઇલ ક્લોઝ કરી દઈએ..આમ પણ આ સુસાઇડ નો સીધો અને સરળ કેસ છે”સામે બેસેલા નાયકે કહ્યું. “નાયક તને લાગે છે એવો સીધો ને સરળ આત્મહત્યા નો કેસ નથી.. મને લાગે છે ત્યાં સુધી કંઈક તો એવું છે જે આપણી નજરમાંથી છૂટી ગયું છે.”અર્જુને એક ફોટા તરફ જોતા જોતા કહ્યું.

image source

“આ કેસ માં હવે એવું તો શું છે જે તમને વિચિત્ર લાગે છે,જે મારી નજર માં નથી આવ્યું?”નાયકે કહ્યું. નાયક ની વાત સાંભળી અર્જુને હસતા હસતા કહ્યું “એટલે જ નાયક હું એસીપી છું અને તું કોન્સ્ટેબલ” “પણ સાહેબ મને કહો તો ખરા તમને શું ખબર પડી જે મને ના સમજાયું”નાયકે કહ્યું. “આ ફોટો ને જો એમાં મેહુલ ના હાથ પર ના બ્લેડ કટ દેખાય છે..”અર્જુને પોતાના હાથ માં રહેલો ફોટો બતાવતા કહ્યું. “હા તો આમાં નવું શું છે?”માથા માં ખણતાં ખણતાં નાયકે પૂછ્યું. “મેહુલ ડાબોડી હતો અને એના ડાબા હાથ માં કટ પણ છે..!!”અર્જુને કહ્યું.

“એના પર થી શું સાબીત થાય છે?”નાયકે કહ્યું. “સાંભળ નાયક તું પોતે જ વિચાર તું સુસાઇડ કરે તો તું કયા હાથ પર કટ કરે..તું જમણેરી છે એટલે તું જમણા હાથ થી ડાબા હાથ પર કટ કરે..તો એ મુજબ મેહુલ ડાબોડી છે તો એના જમણા હાથ પર બ્લેડ ના ઘા કરેલા હોવા જોઈએ પણ એવું નથી”અર્જુને ડિટેઇલ માં કહ્યું. “વાહ સર વાહ..તમે તો જાસૂસ પણ છો..આ બધી વાત તો મારા ધ્યાન માં આવી જ નહીં”નાયકે અર્જુન ના વખાણ કરતા કહ્યું.

image source

“આ સિવાય પણ એક બીજી વાત છે એવું ધારી પણ લઈએ કે મેહુલે જમણા હાથ થી ડાબા હાથ પર ઘા કર્યા હોય તો તો કટ ડાબી થી જમણી તરફ જોઈએ એનો મતલબ ડાબી તરફ કટ મોટો અને જેમ જેમ જમણી તરફ બ્લેડ કટ આવે એમ એમ નાનો થતો હોવો જોઈએ.પણ અહીં કટ જમણા થી ડાબી તરફ છે”અર્જુને ફોટો માં બતાવતા કહ્યું.

“હા સર,એકદમ સાચી વાત..તો આ આત્મહત્યા નથી પણ મર્ડર છે..પ્લાન કરીને કરવામાં આવેલું મર્ડર..જે લાગે એક આત્મહત્યા જેવું”નાયકે આંખો મોટી કરતા કહ્યું. “હા નાયક આ મર્ડર છે..ખૂબ ચીવટ થી કરેલ પ્રીપ્લાન મર્ડર..તું એક કામ કર આપણા બધા ખબરી ને એક્ટિવ કરી દે..મેહુલ ના બિઝનેસ પ્રતિસ્પર્ધી,ઓફીસ નો સ્ટાફ,ફેમિલી મેમ્બર અને મિત્રો બધા ના મેહુલ જોડે ના સંબંધો ની તપાસ કરાવ.. પરામદિવસ સાંજ સુધી મને રજેરજ ની ડિટેઇલ જોઈએ”અર્જુને કહ્યું.

image source

“ઑકે, સર જેવું આપે કહ્યું એમજ થશે..૨ દિવસ માં બધી ડિટેઇલ તમને મળી જશે..હવે મને રજા આપો..”નાયકે કહ્યું..અર્જુન ની રજા લઈ નાયક પોતાના કામે લાગી ગયો. ૨ દિવસ માં ખબરી દ્વારા અર્જુન ના કહ્યા મુજબ મેહુલ ની આસપાસ ના બધા લોકો વિશે ની માહિતી મેળવવામાં આવી હતી જે અત્યારે અર્જુન ના ટેબલ પર હતી. અર્જુને બધી ડિટેઇલ ચેક કરી પણ એની નજર માં એવું કંઈ ના આવ્યું જેના પર શક ઉપજે.અચાનક એક વસ્તુ એ અર્જુન નું ધ્યાન ખેંચ્યું અને ફટાફટ એ ઉભો થયો અને કેબિનમાંથી બહાર નીકળી નાયક ને જીપ કાઢવા કહ્યું.

થોડીવાર માં અર્જુન ના કહ્યા મુજબ જીપ અત્યારે લોબાન ઇન્ટરનેશનલ તરફ આગળ વધી રહી હતી પણ અચાનક આજે રવિવાર હોવાનું યાદ આવતા લોબાન ઇન્ટરનેશનલ ની ઓફીસ બંધ હશે એમ વિચારી અર્જુને નાયક ને જીપ મરોલી લઈ જવા માટે કહ્યું. “સર મરોલી તરફ કેમ..એવું તો શું હાથ લાગ્યું છે?”નાયકે પૂછ્યું. “જો નાયક ખબરીઓ દ્વારા જે માહિતી લાવવામાં આવી એમાં કંઈ પણ નવું ના લાગ્યું પણ એક વસ્તુ એ મારું ધ્યાન ખેંચ્યું.જેનો જવાબ મને મરોલી જ મળશે”અર્જુને કહ્યું.

image source

થોડીવાર માં જીપ મરોલી ગામ ની અંદર હતી.ગામ માં પૂછપરછ કરી ને અર્જુને જીપ ને સીમા ના ઘર જોડે લાવી ને ઉભી કરાવી દીધી.નીચે ઉતરી એને સીમા ના ઘર ના બારણું ખખડાવ્યું.થોડીવાર માં એક ૧૬-૧૭ વરસ ના છોકરા એ બારણું ખોલી ને અર્જુન સામે જોયું અને પૂછયું”સાહેબ કોનું કામ છે?” “સીમા ત્રિવેદી અહીં જ રહે છે..?અર્જુને પૂછ્યું.

“હા સાહેબ એ મારા મોટા દીદી છે હું હમણાં જ બોલાવું.આટલું કહી એને જોર જોર થી દીદી દીદી એવી બુમો પાડી.”એ છોકરા એ કહ્યું જે સીમા નો નાનો ભાઈ ધ્રુવ હતો. થોડીવાર માં એક ૨૫ વરસ ની ઉંમર ની યુવતી બહાર આવી અને બોલી “કેમ બુમાબુમ કરે છે?” “દીદી આ પોલીસ ઇન્સ્પેક્ટર તમને બોલાવે છે”ધ્રુવ એ કહ્યું અને પછી એ પોતાના રૂમ માં વાંચવા ચાલ્યો ગયો.

image source

પોલીસ ને જોઈ સીમા ના શરીર માં એક ધ્રુજારી આવી ગઈ.એના કપાળે પરસેવો વળી ગયો એની આંખે અંધારા આવી ગયા. મહાપરાણે થોડી સ્વસ્થતા મેળવી ને એને અર્જુન ને કહ્યું” ભાઈ તમને પ્રોબ્લેમ ના હોય તો શું આપણે ઉપર ના માળે બેસી ને વાત કરી શકીએ?”સીમા એ કહ્યું. “મને કોઈ પ્રોબ્લેમ નથી..ચાલો તમે કહો ત્યાં જઈને વાત કરીએ”અર્જુને કહ્યું. સીમા પગથિયાં ચડી ને ઉપર ની તરફ આવેલા રૂમ માં ગઈ.અર્જુન અને નાયક પણ એની પાછળ પાછળ ઉપર ચડ્યા..જતા જતા અર્જુન ની નજર પથારી માં પડેલા કૈલાશ બેન તરફ પડી.

ઉપર ના માળે જઇ સીમા એ અર્જુન અને નાયક ને બેસવા ખુરશી આપી અને પોતે પણ સામે એક ખુરશી માં સ્થાન ગ્રહણ કર્યું અને બોલી”સર નીચે મારા ભાઈ અને બીમાર મમ્મી છે એટલે મેં અહીં તમારી જોડે વાતચીત કરવું મુનાસીબ સમજ્યું.” “તો મીસ સીમા મારુ નામ એસીપી અર્જુન છે અને મારા જોડે આ છે હેડ કોન્સ્ટેબલ નાયક.તમને એતો ખબર હશે કે તમારા બોસ મેહુલ દેસાઈ એ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે.અમે એ કેસ નું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે.”અર્જુને કહ્યું.અત્યારે એની આંખ માં કરડાકી દેખાઈ રહી હતી. “હા સર મને ખબર છે કે અમારા બોસ એ સુસાઇડ કર્યું છે.ભગવાન એમના આત્મા ને શાંતિ આપે”સીમા એ કહ્યું.

image source

“એની આત્મા ને શાંતિ મળશે કે નહીં એતો ખબર નહીં પણ તમારી આત્મા ને શાંતિ જરૂર મળી ગઈ હશે”અર્જુને કડક અવાજે કહ્યું. “તમે કહેવા શું માંગો છો,એ મારા બોસ હતા તો આ ઘટના થી હું પણ દુઃખી જ છું”સીમા એ કહ્યું. “મીસ સીમા,મને બધું પસંદ છે પણ જૂઠું પસંદ નથી..મારી તમને સલાહ છે મારી આગળ ખોટું બોલવાની કોશિશ ના કરતા..તમે સમજી જ ગયા હશો કે હું કઈ દિશા માં વાત કરી રહ્યો છું”અર્જુને સીમા ની આંખો માં આંખ મિલાવી ને કહ્યું.

અર્જુન ની વાત સાંભળી સીમા ની હિંમત જાણે ઉડી ગઈ અને એની આંખ માંથી આંસુ ની ધાર વહેવા માંડી.. સીમા ને થોડો સમય રડવા દીધા પછી અર્જુને કહ્યું “તો મીસ સીમા બધું નાટક પતી ગયું હોય તો હવે આપ જણાવશો કે આપે કઈ રીતે મિસ્ટર મેહુલ નું મર્ડર કર્યું.?

image source

અર્જુને કઈ રીતે ફોટા પર થી આ ઘટના સુસાઇડ નહીં પણ મર્ડર છે એ વાત પણ સીમા ને કરી.આ ઉપરાંત થોડા દિવસ થી એના અને મેહુલ ના વધી રહેલા સંબંધ અને સીમા નું અચાનક પ્રમોશન ,ઉપર થી મેહુલના બેસણા માં એની ગેરહાજરી એ અર્જુન ના શક ના દાયરા માં સીમા ને લાવી ને ઉભી કરી દીધી એ પણ જણાવ્યું”

“સાહેબ હું તમને બધું કહીશ કે મેં મેહુલ ની હત્યા કેમ કરી પણ એ પહેલાં મેં એની હત્યા કેમ કરી એ વિશે જણાવી દઉં.. ત્યારબાદ મેહુલ દ્વારા કઈ રીતે એનો બળાત્કાર કરી ધમકી આપવામાં આવી એની વાત કરી.આ બોલતાં બોલતાં સીમા ની આંખ માં આંસુ ઉભરી આવ્યા.અર્જુને ઉભા થઇ માટલાં માંથી પાણી નો ગ્લાસ ભરી સીમા ને આપ્યું.

image source

પાણી પીધા બાદ સીમા એ આગળ બોલવાનું ચાલુ કર્યું”પછી અર્જુન ભાઈ બીજા દિવસે ઓફીસ માં રજા હતી એટલે હું ઘરે જ રહી.બીમારી નું નાટક કરી આખો દિવસ મારા રૂમ માં ભરાઈ રહી.રડવું હતું પણ કોઈ નહોતું મારા આંસુ લુછવા વાળું,ચીસો પાડવી હતી પણ કોઈ નહોતું એને સાંભળવા વાળું.

થોડી વાર અટક્યા પછી સીમા એ આગળ બોલવાનું શરૂ કર્યું..”સાહેબ મારા ઘર ની બધી જવાબદારી મારા પર છે એટલે આત્મહત્યા નો વિચાર આવ્યો પણ એવું કરી ન શકી.વધારા માં એ નીચ માણસ ની ધમકી એ મને ડરાવી મૂકી હતી.કાયદા અને પોલીસ પર ભરોસો નહોતો કેમકે આવા કેસ માં સૌથી વધુ તકલીફ કોઈને થાય તો એ છે આવી ઘટના નો ભોગ બનનાર વ્યક્તિ.ગુનેગાર તો છૂટી જાય છે પણ સમાજ સૌથી વધુ હેરાન બળાત્કાર પીડિત અને એના પરિવાર ને કરે છે……!

image source

અર્જુન અને નાયક અત્યારે સીમા ના શબ્દો સાંભળી રહ્યા હતા.એની વાતે સચ્ચાઈ હતી.આ સમાજ ની માનસિકતા અને આપણા પોલીસતંત્ર પ્રત્યે લોકોની ઉદાસીનતા સીમા ના શબ્દો પર થી સ્પષ્ટ હતી. “મેં નક્કી કર્યું કે હવે એ રાત ની ઘટના વિશે ભુલીને નોકરી ચાલુ તો કરી લીધી પણ પ્રથમ દિવસે જ્યારે એ હરામી માણસ મારી નજરો સામે આવ્યો ત્યારે હું અંદર સુધી સમસમી ગઈ.દોડીને બાથરૂમ માં ગઈ અને ત્યાં જઈ રડી પણ લીધું.પણ એ દિવસે મેં વિચારી લીધું કે મારે આગળ શું કરવાનું છે….!!!!”

“ધીરે ધીરે હું મેહુલ ની નજીક જવા નો પ્રયત્ન કરવા લાગી.એને એવું મહેસુસ કરાવ્યું કે મને એ રાત ની ઘટના ની કોઈ ફરક પડ્યો નથી.ઘણીવાર કેબીન માં બોલાવી મેહુલ મારા જોડે ગંદી હરકતો કરતો પણ હું બધું મૂંગા મોં એ સહી ગઈ.થોડા દિવસ બાદ મેં મેહુલ ની સામે ફરી થી એકલતા માં મળવા માટે ની ઈચ્છા જાહેર કરી.મારી વાત સાંભળી એતો રાજી થઈ ગયો અને મને ક્લાર્ક માંથી મેનેજર ની પોસ્ટ પર પ્રમોશન આપી દીધું.”

image source

“થોડા દિવસ પછી હું એ નીચ માણસ સાથે એની મરજી મુજબ ની જગ્યા એ ગઈ.મારા એક મિત્ર જોડે મંગાવેલી દારૂ ની બોટલ હું મારા જોડેલઈ ગઈ હતી.અમે જ્યાં કાર મળી આવી ત્યાં સુધી કાર માં ગયા.પછી મેં મેહુલ ને આખી બોટલ દારૂ પ્રેમ થી આગ્રહ કરી પીવડાવી દીધો.દારૂ પીધા પછી મેહુલ અર્ધબેભાન થઈ ગયો એટલે મેં એની કલાઈ પર બ્લેડ ના કટ મારી ને એની હત્યા કરી દીધી….!!!”

“પછી તે તારા ફિંગરપ્રિન્ટ ને સમજી વિચારી ને મિટાવી દીધા.મેહુલ ના ઘર માં પણ એના અન્ય સ્ત્રીઓ સાથે ના સંબંધો વિશે તે જ જણાવ્યું હતું એ વાત મને મેહુલ ના ઘર ના લેન્ડલાઈન નમ્બર ના કોલ ડીટેઇલ પર થી મળી..તારા કોલ પછી જ મેહુલ ના ઘરે ઝગડા ચાલુ થઈ ગયા જેવું તું ઇચ્છતી હતી..એના પર થી એવું લાગે કે આ એક ઘર કંકાસ થી કંટાળી કરેલી આત્મહત્યા છે..પેરફેક્ટ પ્લાનિંગ”અર્જુને મોઢા પર સ્માઈલ સાથે કહ્યું.

image source

“હા સર એમ જ થયું હતું.મને ખબર હતી કે એક ના એક દિવસ તો હું પકડાઈ જ જઈશ..પણ હું શું કરું આમ ચૂપચાપ રહી ને મારી તાકાત નહોતી જીંદગી પસાર કરવાની.મારી એ રાત ની ચીસો નો બદલો લેવો એ જ મારી જિંદગી નો ઉદ્દેશ બની ગયો હતો..લો સાહેબ મને એરેસ્ટ કરી લો..હું જ છું તમારી ગુનેગાર”સીમા એ પોતાનો હાથ લંબાવતા કહ્યું. “જો સીમા ગુનો કર્યો હોય તો એની સજા તો મળવી જ જોઈએ..મેહુલ ને એના કર્મો ની સજા મળી ગઈ છે..હા તે અપનાવેલો રસ્તો ખોટો જરૂર હતો પણ હું એમતો ના જ કહી શકું કે તે કર્યું એ ખોટું હતું.”અર્જુને સ્મિત સાથે કહ્યું.

“એનો મતલબ કે તમને મારા આ ગુના સામે કોઈ વાંધો નથી.”સીમા એ અર્જુન ની વાત સાંભળી આશ્ચર્ય સાથે કહ્યું. “જો સીમા તે મને ભાઈ કીધો છે તો એક ભાઈ તરીકે મારી ફરજ બને છે તારી રક્ષા કરવી..એતો હું કરી ન શક્યો.અને હવે જો તારી આપવીતી સાંભળ્યા પછી તારી ધરપકડ કરવાનું વિચારું તો મારા માં અને એ મેહુલ માં શું ફરક.તું મારી નાની બહેન છે આ કેસ ની ફાઇલ આજે જ ક્લોઝ થઈ જશે.”અર્જુને કહ્યું.

image source

“અર્જુન ભાઈ તમારો આ ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું.તમે બધું જાણતા હોવાં છતાં મારી મનોવ્યથા ને સમજી ને મને નિર્દોષ છોડી દીધી”સીમા એ હાથ જોડતા કહ્યું. અર્જુને સીમા ના હાથ પોતાના હાથ વડે સ્પર્શ કર્યા અને કહ્યું”જો બેન એમાં મેં કોઈ ઉપકાર કર્યો નથી,પણ જો તને એવું લાગતું હોય તો તારા આ મોટાભાઈ ને મસાલા વાળી ચા પીવડાવી શકે છે. અર્જુન ની વાત સાંભળી સીમા ની આંખ માં હરખ ના આંસુ આવી ગયા અને એ બોલી”હા કેમ નહીં ચા ની સાથે સમોસા પણ ખવડાવીશ”.

ચા પીધા પછી અર્જુન અને નાયક પાછા સુરત જવા નીકળી ગયા,રસ્તા માં નાયકે અર્જુન ની સામે જોતા કહ્યું “સાહેબ તમે જે રીતે એક સુસાઇડ ને ખુન સાબિત કર્યું અને એના ખુની ની ઓળખાણ કરી એ જોઈ મારા મન માં તમારી ચાલાકી માટે માન ઉપજી આવ્યું પણ તમે જે રીતે નાની બેન સમજી એ છોકરી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના કરી એ જોઈ તમારા ઉદાર દિલ માટે બમણું માન પેદા થઈ ગયું છે.!!” અર્જુને હસતા હસતા કહ્યું”ચલ હવે બહુ થયું …મેહુલ સુસાઇડ કેસ ની ફાઇલ ક્લોઝ” “ઓલ રાઈટ સર”નાયકે પોતાના આગવા અંદાજ માં કીધું અને જીપ ને દોડાવી મૂકી સુરત તરફ..

સમાપ્ત

સ્ત્રી ના માટે એની ઈજ્જત જ બધુ છે જો એની ઈજ્જત ને કંઈપણ થાય તો એ જ્યોતિ માંથી જ્વાળા બની જાય.પોતાની અસ્મિતા લૂંટવાની ચીસ કોઈ ભલે ના સાંભળે પણ એ એનો બદલો સમય આવે જરૂર લે છે.સિસ્ટમ માં અર્જુન જેવા ઓફિસર પણ છે જે દિલ અને દિમાગ બંને વચ્ચે સમન્વય જાળવી રાખે છે.આ ટૂંકી વાર્તા અંગે આપનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવવા વિનંતી.ઈચ્છા રાખું સૌને આ વાર્તા પસંદ આવી હશે. નજીક માં આપ સૌ માટે લાવી રહ્યો છું હોરર સસ્પેન્સ થ્રિલર “ડેવીલ-એક શૈતાની આત્મા”.

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ