પતિ પત્નીના બગડી ગયેલા સંબંધોને આ ટિપ્સ ફોલો કરીને ફરી સુધારી શકો છો…

આજકાલ અનેક લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે ઘણા લોકો ઇન્ટરનેટનો જરૂરિયાત કરતા પણ વધારે ઉપયોગ કરતા હોય છે. સોશિયલ મીડિયાનુ બધુ કામ ઇન્ટરનેટ વગર ઠપ્પ થઇ જાય છે. ઇન્ટરનેટના જેટલા ફાયદા છે તેટલુ જ તે નુકસાનકારક પણ છે. આ નુકસાન પાછળ ઇન્ટરનેટ નહિં પરંતુ વ્યક્તિ પોતે જ જવાબદાર હોય છે.

આ વાત એકદમ સાચી છે કે, જો તમે કારણ વગર ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે નુકસાનકારક છે. સોશિયલ મીડિયાની સૌથી ખરાબ અસર બાળકો પર પડે છે. આનુ એક માત્ર કારણ એ છે કે, સોશિયલ મીડિયા પર અમુક પ્રકારના વિડીયો એવા હોય છે જેની સૌથી ખરાબ અસર બાળકના માનસિક વિકાસ પર પડે છે.

આ સાથે જ તમને જણાવવાનુ કે, જેટલી ખરાબ અસર સોશિયલ મીડિયાની બાળક પર પડે તેટલી ખરાબ અસર પતિ-પત્નીના સંબંધો પર પણ પડતી હોય છે.

એક અહેવાલ અનુસાર લગ્ન પછી પતિ-પત્ની બેમાંથી એક સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છો તો તેનાથી સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. ઘણા બધા કિસ્સાઓ તમને એવા ધ્યાનમાં હશે કે, સોશિયલ મીડિયાના વધુ ઉપયોગથી કપલના છૂટાછેડા થઇ ગયા હોય. આ બધી બાબતો થવા પાછળનુ કારણ એ છે કે, આખો દિવસ પતિ ઘરની બહાર એટલે કે,

પોતાના બિઝનેસમાં કે પછી જોબમાં સમય આપે છે જ્યારે ઘરે આવીને કોઇ વાતચીત ના કરે અને માત્ર ઇન્ટરનેટનો જ ઉપયોગ કરે જેથી કરીને પતિ-પત્ની વચ્ચે ઝઘડાનો દોર શરૂ થઇ જાય છે. આમ લગ્ન પછી તમારા સંબંધો પણ જો ઇન્ટરનેટ એટલે કે સોશિયલ મીડિયાને કારણે બગડ્યા હોય તો આ ટિપ્સ ફોલો કરીને તમે તમારા સંબંધોને ફરી સુધારી શકો છો.

ડિનર કરો અને પછી સાથે ચાલવા જાવો

અનેક કપલને એવી આદત હોય છે કે, તેઓ ડિનર કર્યા પછી બેડરૂમમાં જઇને તરત જ ઇન્ટરનેટનો યુઝ કરવા લાગે છે જેથી કરીને એકબીજાની સાથે મન ખુલીને વાતો કરી શકતા નથી. જો તમને પણ આવી ટેવ છે તો આ આદત બદલો અને ડિનર કર્યા પછી સાથે ચાલવા જાવો. સાથે ચાલવાથી વાતો પણ થઇ જશે અને મુડ ફ્રેશ પણ થઇ જશે.

કોફી અથવા ચા

ઓફિસથી આવ્યા પછી અનેક કપલ મોબાઇલ પર પોતાનો સમય વેસ્ટ કરતા હોય છે. આ માટે જરૂરી છે કે, જ્યારે તમે ઓફિસથી ઘરે આવો ત્યારે તમારો મોબાઇલ ફોન જ સ્વીચ ઓફ કરી દો. આમ, જ્યારે તમે ઓફિસથી આવો ત્યારે કોફી અથવા ચા બનાવો અને બંન્ને જણા સાથે બેસીને પીઓ અને મસ્ત મજાની આખા દિવસની વાતો કરો.

ઓનલાઇન શોપિંગ

દિવસેને દિવસે ઓનલાઇન શોપિંગનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ઓનલાઇન શોપિંગનુ પ્રમાણ વધવાને કારણે પતિ-પત્ની બહાર સાથે ખરીદી કરવા જઇ શકતા નથી. આમ, જો તમને પણ ઓનલાઇન શોપિંગ કરવાનો શોખ છે તો તેમાં કંઇ ખોટુ નથી પરંતુ ઓનલાઇન શોપિંગ કરવા બેસો ત્યારે તમારી પત્નીને પણ બોલાવો અને બંન્ને સાથે શોપિંગ કરો જેથી કરીને તે ખુશ પણ થશે અને તમને બંન્ને એકસાથે સમય પસાર કરવા પણ મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ