જાણો આ વિચિત્ર પરંપરા વિશે, જ્યાં મૃતકના અડધા શરીરને બાળીને પછી રાખવામાં આવે છે ઘરમાં કારણકે…

મિત્રો, આપણા વર્તમાન સમાજમા અનેકવિધ વિલક્ષણ પ્રથાઓ અસ્તિત્વમા છે. આ પ્રથાઓમા અમુક પ્રથાઓ એવી હોય છે કે, જે પૌરાણિક સમયથી ચાલી આવતી હોય છે અને તેને સૌ કોઈએ માનવી જ પડે છે પરંતુ, આ પૌરાણિક સમયની અમુક પ્રથાઓ એટલી વિચિત્ર હોય છે કે, વર્તમાન સમયમા આ પ્રથાઓ સ્વીકારવી અશકય છે.

image source

આપણા દેશમા અનેકવિધ પ્રકારના સંપ્રદાય વસવાટ કરે છે, તેમાંની એક પ્રજાતિ છે આદિવાસીઓ. આ પ્રજાતિનુ એક એવુ વિશ્વ છે કે, જે સદંતર અલગ છે અને તેમની રહેવાની રીત સદંતર વિચિત્ર હોય છે. આદિજાતિઓના સમુદાયો આજે પણ તેમની પ્રાચીન પરંપરાઓ નુ પાલન કરે છે અને તે તેમના પૂર્વજો દ્વારા પૂરેપૂરી આસ્થા સાથે બનાવેલા રિવાજો ને અનુસરે છે.

image source

આ આદિવાસી પ્રજાતિમા કોઈ મૃત વ્યક્તિની લાશની શબ-સંસ્કાર કરવાની વિચિત્ર પરંપરા છે. અહીં, જ્યારે કોઈપણ વ્યક્તિનુ મૃત્યુ થાય છે ત્યારે અહી આ મૃતદેહ ને દફનાવવા ને બદલે સળગાવી દેવામા આવે છે પરંતુ, અહી આશ્ચર્યજનક એ વાત છે કે આ પછી બળી ગયેલી લાશ ને ફરીથી અગ્નિમાંથી બહાર કાઢીને તેને એક સંદૂકમા મમી ની જેમ સાચવવામા આવે છે. આ પરંપરા ને તમે ઈજીપ્ત ની પરંપરા સાથે સરખાવી શકો છો પરંતુ, આવી પરંપરા શા માટે બનાવવામા આવી તે વિશેનુ રહસ્ય ખુબ જ કપરુ છે.

image source

પપુઆ ન્યુ ગિનીયા વિસ્તારમા દાની નામની એક આદિજાતિ કે, જેમા મૃતક નો મૃતદેહ અડધો બાળી નાખે છે અને વર્ષો સુધી તેને મમી બનાવીને સાચવી રાખવામા આવે છે, તે તેમના ઘરે રાખવામા આવે છે. આ પાછળ નુ કારણ મૃત્યુ પછી તેના પરિવાર ના સભ્યો ને શ્રદ્ધાંજલિ આપવાનુ છે.

image source

જો કે હાલ આ આદિજાતિઓમા પણ પરિવર્તન જોવા મળે છે. આ જાતિઓ પણ હાલ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે અને આ આદિવાસી સમાજમા પણ હાલ પરિવર્તન આવી રહ્યા છે. આ પરિવર્તન ના કારણે હાલ ધીમે-ધીમે અમુક પ્રથાઓ પણ નિકાલ ભાર થઈ રહી છે. હાલ, સરકારો પણ તેમના જીવનધોરણ ને સુધારવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

image source

એવી તો અનેકવિધ કુપ્રથાઓ છે કે, જે આપણા દેશમા હજુ પણ ઘર કરી ચુકી છે અને આ કુપ્રથાઓ લોકોના જીવનધોરણ ને નીચુ લાવી રહી છે. માટે હાલ આ પ્રજાતિ ના લોકોમા શિક્ષણ નુ વધારવા માટે સરકાર તેમના બનતા પ્રયાસો કરો રહી છે જેથી, કુપ્રથાઓ નો જડમુળથી અંત થાય અને લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ની પાટલી ભેદરેખા ને સમજે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ