અમદાવાદ: ઇન્કમટેક્સ પાસે નશો કરીને કાર ચલાવતા વૃદ્ધ વકીલે સાત વાહનોને અડફેટે લેતા આટલા લોકો થયા ઇજાગ્રસ્ત, લોકોએ કારચાલકને માર્યો માર

અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સની નજીક નશામાં ધુત વકીલ દ્વારા સાત વાહનોને અડફેટમાં લેવા સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ છે.

-પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરવામાં આવતા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
-લોકો દ્વારા કાર ચાલકને માર મારવામાં આવ્યો, ઉશ્કેરાયેલ લોકો દ્વારા તે વ્યક્તિની ગાડી સાથે તોડફોડ કરવામાં આવી.

અમદાવાદ શહેરમાં આવેલ આશ્રમ રોડ પર એક વૃદ્ધ વ્યક્તિએ એક પછી એક સાત વ્યક્તિઓને કારની અડફેટે લઈ લીધા હતા, આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઘણી ગંભીર ઈજાઓ પહોચી છે એટલા માટે આ બંને વ્યક્તિઓને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બોલાવીને મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ કારચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દારૂ પીને નશો કરી લીધા પછી કાર ચલાવી રહેલ વૃદ્ધની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

image source

પ્રાપ્ત થયેલ માહિતીમાં જણાવ્યા મુજબ, અડવાળ શહેરના આશ્રમ રોડ પર આવેલ ગુજરાત વિદ્યાપીઠ નજીક એક વૃદ્ધ વ્યક્તિએ નશાની સ્થિતિમાં હોન્ડા બ્રિયો કાર લઈને ઇન્કમટેક્સથી થઈને ગુજરાત વિદ્યાપીઠ તરફ આવી રહ્યા હતા. કાર ચલાવી રહેલ નશામાં ધુત આ વૃદ્ધ વ્યક્તિએ એક પછી એક ૭ વ્યક્તિઓને કારની અડફેટે લઈ લીધા હતા.

image source

વૃદ્ધ દ્વારા એટલી સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા કે, કાર દ્વારા સૌથી પહેલા એક એકટીવા, ત્યાર પછી એક કાર અને રિક્ષાને અડફેટે લઈ લીધા હતા એટલું જ નહી, ત્યાર પછી બીજા બે એકટીવાને પણ કાર દ્વારા અડફેટે લઈ લેવામાં આવ્યા હતા. ત્યાર પછી વૃદ્ધ દ્વારા ચલાવવામાં આવતી કાર આગળ જતા ફૂટપાથ પર ચડી જાય છે અને ત્યાં જ ઉભી રહી ગઈ હતી.

image source

રસ્તા પર પસાર થઈ રહેલ વ્યક્તિઓએ કાર માંથી આ વૃદ્ધ ડ્રાઈવરને માર માર્યો હતો. કેટલાક ગુસ્સે ભરાયેલ વ્યક્તિઓએ કાર સાથે પણ તોડફોડ કરી દીધી હતી. ગુજરાત વિદ્યાપીઠ નજીક આ અકસ્માતનો બનાવને પોતાની નજરે જોનાર વ્યક્તિએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વૃદ્ધ કારને હદ કરતા વધારે દારૂ પી લીધા પછી નશામાં ધુત થઈને ગાડી ચલાવી રહ્યા હતા. જેના લીધે કાર ચલાવી રહેલ વૃદ્ધે એક પછી એક એમ સાત વ્યક્તિઓને કારની અડફેટે લઈ લીધા હતા.

આ કાર ચાલક એક વકીલ છે.

image source

અમદાવાદ શહેરના આશ્રમ રોપ પર એકસીડન્ટની વણઝાર બનાવનાર વ્યક્તિ એક કાર ચાલકની પાસેથી મળેલ ઓળખકાર્ડ વિષે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, દારૂ પીને નશાની હાલતમાં કાર ચલાવનાર વ્યક્તિ એક વકીલ છે એટલું જ નહી, આ વ્યક્તિ એન્ક્મ્તેક્સ બાર એસોશિયેશનમાં પણ જોડાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ