સ્કૂટી પર શાળાએ જતી શિક્ષિકા પર 11KV વીજ લાઈનનો તાર પડતા ઘટના સ્થળે જ થયુ મોત, તસવીરો જોઇને છૂટી જશે ધ્રુજારી

રાજસ્થાન રાજ્યના બાંસવાડા જીલ્લામાં આવેલ નોગામામાં ગઈકાલે તા. ૧૦ ડીસેમ્બર, ૨૦૨૦ ગુરુવારના રોજ સવારના સમયે એક અત્યંત કરુણ બનાવ બન્યો છે. સ્કુટી પર શાળાએ જઈ રહેલ એક શિક્ષિકા પર ૧૧ કિલો વોલ્ટની વીજલાઈનનો તાર પડી ગયો હતો.

image source

આ વીજતાર પડતાની સાથે જ સ્કુટી બળીને રાખ થઈ જાય છે અને સ્કુટી લઈને જઈ રહેલ મહિલા શિક્ષિકાનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જાય છે.

image source

ઘટના સ્થળ પર હાજર રહેલ વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટના સવારના ૧૦ વાગે બની છે. શિક્ષિકા પીમલ પાટીદાર પોતાની સ્કુટી લઈને નદીના કિનારે જઈ રહ્યા હતા, ત્યારે જ ઉપરની તરફ પસાર થઈ રહેલ વીજળીનો તાર તૂટી જાય છે અને સ્કુટી પર પડી ગયો હતો. રસ્તામાં પસાર થઈ રહેલ કોઈ વ્યક્તિએ પણ આ મહિલા શિક્ષકને બચાવવાનો પ્રયત્ન કર્યા નહી.

image source

મૃત્યુ પામેલ શિક્ષિકા બાગીદૌરાના રહેવાસી હતા અને તેઓ બાંસવાડામાં આવેલ નોગામામાં એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી રહ્યા હતા. ઘટના સ્થળે પહોચી ગયેલ સ્થાનિક તંત્રની ટીમ દ્વારા આ શિક્ષિકાના પરિવારના સભ્યોને આ બનાવ વિષે જાણ કરવામાં આવી હતી ત્યાર પછી શિક્ષિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો.

image source

આ શિક્ષિકા પીમલ પાટીદાર નોગામામાં આવેલ એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા ત્યારે નોગામામાં પીમલ પાટીદાર પોતાની સ્કુટી લઈને નદીના કિનારે જઈ રહી હોય છે તે સમયે જ રસ્તામાં પીમલ પાટીદારની સ્કુટી પર ૧૧ કિલો વોલ્ટનો વીજળીનો તાર પડે છે જેના લીધે પીલ્મ પાટીદાર જે સ્કુટી પર જઈ રહી હોય છે તે સ્કુટી તાત્કાલિક આગ પકડી લે છે અને સ્કુટી આગ પકડી લેવાના લીધે શિક્ષિકા પીમલ પતીદારનું શરીર પણ આગમાં બળવા લાગે છે જેના લીધે શિક્ષિકા પીમલ પોતાને બચાવી શકવા માટે સક્ષમ રહેતી નથી એટલું જ નહી, રસ્તા પર પસાર થઈ રહેલ વ્યક્તિઓ માંથી પણ કોઈ વ્યક્તિની હિમત થતી નથી કે, કોઈ વ્યક્તિ આગળ આવીને શિક્ષિકા પીમલ પાટીદારની મદદ કરે. જેના કારણે શિક્ષિકા પીમલ પાટીદારનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે.

image source

આ ઘટનાની જાણ જયારે સ્થાનિક તંત્રને કરવામાં આવે છે ત્યારે નોગામાનું સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે આવી જાય છે પરંતુ ત્યાં સુધીમાં શિક્ષિકા પીમલ પાટીદારનું મૃત્યુ થઈ ગયું હોય છે.