કચરાની ગાડીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું શવ, વિડિયો થયો વાયરલ, જાણો કેટલા લોકોને કરવામાં આવ્યા સસ્પેન્ડ

કચરાની ગાડીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું શવ – વિડિયો થયો વાયરલ – સાત લોકોને કરવામાં આવ્યા સસ્પેન્ડ

2020નું વર્ષ વિનાશ શિવાય બીજું કશું જ સારું નથી લાવ્યું. દિવસેને દિવસે ખરાબ અને ખરાબ સમાચાર તો જાણે આપણી રાહ જોઈને ઉભા હોય તેવું લાગી રહ્યું છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી તો આખા વિશ્વને બરબાદ કરી જ રહ્યું છે પણ લોકોનું વર્તન પણ તેમાં ઉંમેરો કરી રહ્યું છે. આવા સંજોગોમાં લોકોએ એકબીજા પ્રત્યે સંવેદનશીલ બનવાનું હોય પણ તેની વિરુદ્ધ તેઓ ક્રૂર બની રહ્યા છે. કોઈની લાગણીની તો જાણે તેમને કોઈ જ પડી નથી.

image source

તજેતરમાં યુપીના બલરામપૂરમાં એક દુઃખદ ઘટના ઘટી અહીં એક વ્યક્તિના શવને કચરાપેટીની ગાડીમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી દેવામાં આવ્યું. ઘટનાની વિડિયો વાયરલ થતાં તંત્ર સફળું જાગ્યું. આ કામ સાથે જોડાયેલા કુલ સાત કર્મચારીઓને નગર પાલિકાએ સસ્પેન્ડ કર્યા છે.

image source

ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં એક આધેડ વ્યક્તિના શવની સાથે અમાનવીય વર્તન કરવાની ઘટના સામે આવી છે. ઉતરૌલા તાલુકાના ગેટ પર એક વ્યક્તિની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. સૂચના જ્યારે અધિકારીઓને આપવામા આવી ત્યારે મેડિકલ ટીમે મૃતકનું કોરોના ટેસ્ટનું સેમ્પલ લીધું. ત્યાર બાદ પોલીસની હાજરીમાં નગર પાલિકાના કર્મચાઈઓએ તે વ્યક્તિની લાશને એમ્બ્યુલન્સમાં નહીં કે શબવાહિનીમાં નહીં પણ કચરાપેટીની ગાડીમાં મુકી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું.

image source

શવ સાથે જે અમાનવિયતા આચરવામાં આવી છે તેની વિડિયો હાલ સમગ્ર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યાર બાદ બલરામપુરના ડીએમ કૃષ્ણા કરુણેશ અને એસપી દેવરંજન વર્માએ તેની સંયુક્ત તપાસ એસડીએમ ઉતરૌલા અને સીઓ ઉતરૌલાને સોંપી દીધી છે.

image source

એસપીના આદેશ પર વિડિયોમાં દેખાઈ રહેલા પોલીસ તેમજ એક ઉપનિરીક્ષક રવિન્દ્ર કુમારરમન, બે આરક્ષિઓ શુભમ પટેલ અને શૈલેન્દ્ર શર્મા અને ચાર નગર પાલિકાના કર્મચારીઓને દોષી માનવામાં આવ્યા છે અને તેમને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જિલામાં ઉતરૌલા તાલુકાના ગેટ પર બુધવારના રોજ સાદુલ્લાહ નગરના થાણા ક્ષેત્રમાં સહજૌરા ગામના એક રહેવાસી 45 વર્ષિય અલી ઉર્ફ ઝિનકનની અચાનક તબિયત બગડી ગઈ હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.

image source

તાલુકાના કામે ઉતરૌલા આવેલા અનવરની સાંજે 5 વાગ્યાની આસપાસ તબિયત બગડી હતી અને તે ફૂટપાથ પર જ આડો પડી ગયો હતો. થોડા સમય બાદ તેનું મૃત્યુ થઈ ગયું. ત્યાર બાદ સ્થાનીક લોકોએ પોલીસને તેની ખબર આપી.

ઘટના સ્થળ પર પહોંચેલી પેલીસે મેડિકલ ટીમને બોલાવી. મેડિકલ ટીમે કોરોના તપાસ માટે સેમ્પલ લઈને જતી રહી. ત્યાર બાદ નગર પાલિકાની કચરાની ગાડીને બોલાવીને ખૂબ જ અમાનવીય રીતે ડેડ બોડીને કચરા પેટીમાં મુકીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. આ આખીએ ઘટના કેમેરામાં કોઈના દ્વારા કેદ કરી લેવામા આવી હતી. જે થોડાક જ સમયમાં વાયરલ થઈ ગઈ હતી. અને તેના કારણે અહીંનું તંત્ર દોડતુ થઈ ગયું હતું.

લીસ અધિક્ષક દેવ રંજન વર્માએ જણાવ્યુ કે 10 જૂનના રોજ બલરામપુર તાલુકાના ઉતરૌલા ગેટની પાસે લગભગ સાંજના પાંચ વાગે અનવર અલી પુત્ર બકરીદી ઉંમર 45 વર્ષ, રહેવાસી ગ્રામ સહજૌરા થાણા સાદુલ્લાનગર જનપદ બલરામપુરનું શવ મળ્યું હતું. પોલીસે પંચનામું કરીને શવને તેના પરિજનોને પાછું આપી દીધું છે હાલ તેની તપાસ ચાલી રહી છે.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ